Abtak Media Google News

9 થી 8 ના બદલે 9 થી 5 ના સમય સુધી જ ઓપીડી ચાલુ રાખી સરકારના પરિપત્રનો ઉલાળ્યો કરાતો હતો

પરિપત્રના સમય મુજબ હાજર રહેવા વિવિધ વિભાગોના વડાને સૂચના અપાઈ

સાંધ્ય દૈનિક દ્વારા તા.15/12 ના રોજ એક અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો જેમાં રાજ્ય સરકારે તમામ સિવિલ હોસ્પિટલમાં પરિપત્ર બહાર પાડી હોસ્પિટલનો સમય 9 થી 5 ના બદલે 9 થી 8 કર્યો હતો. પરંતુ ડોક્ટરો દ્વારા તે પરિપત્રનું પાલન કરવામાં ઈલાસ દાખવવામાં આવતી હોવાનું હપ્તકે લખ્યું હતું ત્યારે આ અહેવાલનો પડઘો ઠેઠ ગાંધીનગર સુધી પડ્યો હતો. જેમાં સરકાર રાજ્યની તમામ સરકારી હોસ્પિટલના અધિક્ષકો પાસેથી ડોક્ટરોના એક મહિનાનો રિપોર્ટ કાર્ડ તૈયાર કરી મોકલવા માટે સૂચના આપી છે. ઉપરાંત પરિપત્ર મુજબ બહાર પાડેલા સમયનો અમલવારી કરવા માટે વિવિધ વિભાગોના વડાને સૂચના આપવામાં આવી છે.

Advertisement

માહિતી અનુસાર રાજ્ય સરકારે એક 16/09 ના પરિપત્ર બહાર પાડ્યો હતો જેમાં રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં જે સમય હતો તે સમયમાં ઘણો મોટો ફેરફાર કર્યો હતો જેથી બહારગામથી આવતા તમામ દર્દીઓને વધુમાં વધુ સમય સુધી સારવાર મળી રહે તેઓ પરિપત્ર બહાર પાડ્યો હતો. જેમાં 9 થી 5 નો ઓપીડી નો સમય વધારી 9 થી 8 સુધીનો કરવામાં આવ્યો હતો ઉપરાંત રવિવારે પણ ઓપીડી શરૂ રાખવામાં આવી હોવાનું જણાવ્યું હતું. પરંતુ પરિપત્ર બહાર થતાં જ મેડિકલ સ્ટાફ દ્વારા તેનો વિરોધ કરી સરકારને સામે પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં તેને સ્ટાફ વધારવા માટે જણાવ્યું હતું કારણ કે મેડિકલ સ્ટાફ ઓછો હોવાથી લોકોને સારવાર માટે ડોક્ટરો ઉપલબ્ધ થઈ શકે તેમ ન હતા.

જેથી આ પત્ર વ્યવહારમાં દર્દીઓનો મરો થયો હતો. અને ઓપીડી નો સમય વધ્યો પણ ન હતો. જેથી તે બાબતે ’અબતક’ સાંધ્ય દૈનિક દ્વારા તા.15/12 ના રોજ આ બાબતનો એક અહેવાલ લખવામાં આવ્યો હતો જેમાં પરિપત્રના સમયને પાલન કરવામાં ઘણી ડોક્ટરો દ્વારા ઢીલાસ દાખવવામાં આવતી હતી. આ આહેવાલ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે.

અને તમામ મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફનો એક મહિનાનો રિપોર્ટ સરકારે તમામ હોસ્પિટલના અધિક્ષકો પાસે મંગાવ્યો છે ઉપરાંત પરિપત્રમાં જણાવવામાં આવ્યો સમયનું ચુસ્તપણે પાલન કરવા માટે તમામ વિભાગોના વડાઓને સૂચના આપવામાં આવી છે. જેથી જોવાનું તે રહ્યું કે હવે આ સૂચના બાદ સમયનું પાલન કરવામાં આવે છે કે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.