Abtak Media Google News

હેલ્ધી લાઈફ સ્ટાઈલ અને હેલ્ધી લિવિંગ આઈવીએફની સાઇકલને આપે ઉત્તમ પરિણામ

આઈવીએફ સંબંધીત ગેરમાન્યતાઓ સામે લોક જાગૃતિ જરૂરી: નિષ્ણાંત તબીબો

વ્યંધિત્વ જેવી સમસ્યાથી પીડાતા દંપતિઓ માટે આઇવીએફ પદ્ધતિ આશીર્વાદ રૂપ બની છે.દિનપ્રતિદિન IVFની સફરને ઉતરોતર સફળતા મળી રહી છે. તેની પાછળ વિવિધ પરિબળો જવાબદાર છે.જેમાં ખાસ કરીને લેટેસ્ટ ટેકનોલોજી અને નિષ્ણાંત તબીબોનો અનુભવ છે. આઈવીએફની સાયકલમાં હેલ્ધી લાઈફ અને હેલ્ધી લિવિંગ  મુખ્ય ભૂમિકા ભજવે છે.

સારી ડાયેટ અને  હેલ્ધી લાઈફ સ્ટાઈલથી આઈવીએફની સાયકલમાં સારા અને  ઉત્તમ પરિણામો મળે છે.લેટેસ્ટ ટેકનોલોજીમાં વિટ્રીફીકેશન ટેકનીકે આઇવીએફની સફરને નવો વળાંક આપ્યો છે. ત્યારે આઇવીએફની સફળ જર્નીમાં ટેકનોલોજી,લાઇફ સ્ટાઇલ, તબીબોની ટ્રેનિંગ,અનુભવ સહિતના અન્ય ઘણા પરિબળો ભાગ ભજવે છે.ત્યારે આઇવીએફની સફળ સફરનો વિશેષ અહેવાલ અબતક દ્વારા શહેરના વિવિધ આઈવીએફ નિષ્ણાંત તબીબો સાથે ખાસ વાતચીત કરી સંપૂર્ણ ચિતાર રજૂ કર્યો છે.

આઈવીએફ સંબંધિત ગેરમાન્યતાઓ

આઈવીએફ નિષ્ણાંત તબીબોએ જણાવ્યું કે, આઈવીએફ સંબંધિત ઘણી ગેરમાન્યતાઓ છે.જેવી કે જિનેટિક રિપ્લેસમેન્ટ થવું,આઇવીએફની સારવારમાં ખાટલેસ સુતું રહેવું પડે આરામ જ કરવો પડે છે,IVF સારવાર દરમિયાન જોબ કરતી બહેનોએ જોબ મૂકી દેવી પડે. અન્ય ઘણી ગેર માન્યતાઓ છે જેની સામે લોકજાગૃતિ લઈ આવી જરૂરી છે.

તબીબનો અનુભવ,ટ્રેનિંગ અને વિજ્ઞાનનું બેલેન્સ IVFની સફળતાનાં પરિબળો:ડો.સંજય દેસાઈ

આઇવીએફ નિષ્ણાંત ડો.સંજય દેસાઈએ જણાવ્યું કે,  આઈવીએફ ની પ્રક્રિયા મુશ્કેલ છે પરંતુ તબીબનો અનુભવ તેમની ટ્રેનિંગ,ફોક્સ તેમના આત્મવિશ્વાસ અને વિજ્ઞાનનું બેલેન્સ આઈવીએફની સફળતાના પરિબળો છે.

વિટ્રિફિકેશન ટેકનીક IVFની સફળ જર્નીમાં મોટો રોલ ભજવે છે:ડો.દર્શન સુરેજા

આઈવીએફ નિષ્ણાંત ડો.દર્શન સુરેજાએ જણાવ્યું કે, વિટ્રીફીકેશન ટેક્નિક આઇવીએફની સફળ જર્નીમાં 80 થી 85 ટકા સફળ પરીણામમાં આપે છે. આઈવીએફ કરાવી એમ્બ્રીઓ ફ્રીઝ કરવાની પદ્ધતિને વિટ્રીફીકેશન કહે છે.જેના થી છ મહિના બાદ પણ દંપતિ સંતાનો પ્રાપ્તિ કરી શકે છે.

સ્ટ્રેસ,ચિંતા,ખરાબ ડાયટના પરિબળો IVFમાં નેગેટિવ રિઝલ્ટ આપે છે: ડો.રૂકેસ ઘોડાસરા

IVF નિષ્ણાંત ડો.રૂકેસ ઘોડાસરાએ જણાવ્યું કે, સ્ટ્રેસ,ચિંતા,ડાયટના લાઈફ સ્ટાઈલના પરિબળો આઈવીએફની સાયકલમાં નડતરરૂપ છે. આઈવીએફની સાઇકલ દરમિયાન સતત ચિંતા કરતી વ્યક્તિને નેગેટીવ રીઝલ્ટ આવવાની શક્યતાઓ રહે છે.IVFની સાઇકલમાં સારી ડાયટ તથા વ્યક્તિને પોતાની જાત પરનો આત્મવિશ્વાસ પોઝિટિવ રીઝલ્ટ અપાવે છે.

IVFમાં ઓવેરિયન્ટ રિજુનવેશન શ્રેષ્ઠ પદ્ધતિ છે:ડો.ગીતા માકડીયા

આઈવીએફ નિષ્ણાંત ડો.ગીતા માકડીયાએ જણાવ્યું કે, ઓવેરિયન્ટ રિજુનવેશન પદ્ધતિમાં પોતાના બીજથી જ પ્રેગ્નન્સી રખાવવામાં આવતી હોય છે.સ્ત્રીબીજને ફરી જીવંત કરવામાં આવે છે.જેથી સ્ત્રી પોતાના બીજથી જ પ્રેગ્નન્સી રાખી શકે છે.અને પોતાના જીનેટીક વાળું જ બાળક મેળવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.