Abtak Media Google News

હવે રોકાણકારો સિંગલ ફંડ દ્વારા સોના અને ચાંદીમાં એક સમાન રોકાણ કરી શકશે 24 ઓગસ્ટથી સ્કીમ લોન્ચ

કેન્દ્ર સરકાર સતત એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે કે દેશની અર્થ વ્યવસ્થા ઝડપભેર વિકસિત બને જેના માટે સરકાર દ્વારા અનેકવિધ પગલાઓ પણ લેવામાં આવતા હોય છે. અરે એડલ્વાઇઝ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા સોના અને ચાંદીમાં એફઓએફ એટલે કે ફંડ ઓન ફંડ મારફતે રોકાણ કરાશે. કંપની હવે એક ફંડ દ્વારા રોકાણકારોને રોકાણ કરવા માટેની તક આપશે જેથી કહી શકાય કે હવે સોના અને ચાંદીમાં જુગલબંધી જોવા મળશે. આ માટે એડલવાઇઝ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા 24 ઓગસ્ટ ના રોજ આ સ્કીમની અમલવારી શરૂ કરવામાં આવશે.

Advertisement

તજજ્ઞોનું માનવું છે કે સોનું ખૂબ સારી રીતે રોકાણકારો માટે આવકનો શોધ બની રહ્યું છે ત્યારે જ્યારે અર્થ વ્યવસ્થા થોડા અંશે દામાદોડ હતી તે સમયે સોનામાં લોકો વધુ ને વધુ રોકાણ કરતા હતા જ્યારે ઉદ્યોગકારો માટે ચાંદી ખૂબ ઉપયોગી સાબિત થયું હતું. ઉદ્યોગકારોનું માનવું છે કે આ બંને ધાતુઓ માં ઘણી અછત જોવા મળે છે તો સામે જે માંગ છે તેમાં પણ અનેક અંશે વધારો થઈ રહ્યો છે. રોકાણકારો હવે એક સમાન અને એક સાથે સોના અને ચાંદીમાં રોકાણ કરશે. ફંડ ઓન ફંડ પદ્ધતિ કારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે ત્યારે એડલ્વાઇઝ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા તેમને આમલી બનાવવામાં આવેલી છે તે રોકાણકારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

સોના અને ચાંદીમાં રોકાણ થાતું હતું પરંતુ રોકાણકારોએ અલગ અલગ વિભાગમાં એટલે કે સોનામાં અલગ અને ચાંદીમાં અલગ એમ અલગ રોકાણ કરવું પડતું હતું, પરંતુ હવે એક રોકાણમાં જ બંનેમાં રોકાણ થઈ જશે.  જેથી રોકાણકારોને પણ સહુલત મળી રહે અને યોગ્ય એટલે કે પૂરતું વળતર પણ મળી શકે.

છેલ્લા થોડા સમયમાં બંને ધાતુઓમાં જે રીતનો ઘટાડો જોવા મળ્યો છે તેને ધ્યાને લઈ એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે આવનારા સમયમાં બંને ધાતુઓની માંગમાં જબ્બર વધારો જોવા મળશે અને તેનો ફાયદો રોકાણકારો ખૂબ સારી રીતે લઈ શકશે. તો જે રીતે કંપની દ્વારા સ્કીમની અમલવારી માટે જે માહિતી આપવામાં આવી છે તેનાથી ઘણા ખરા મ્યુચ્યુઅલ ફંડ એડવાઈઝરોનું માનવો છે કે આ સ્કીમ રીટેલ રોકાણકારો માટે છે કે કેમ તે આવનારો સમય જ જણાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.