Abtak Media Google News

જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં 0-14થી વયજૂથી 331 છોકરીઓ અને 15-18 વયજૂથની 1,409 છોકરીઓ ગુમ થઈ: છેલ્લા પાંચ વર્ષનો સૌથી વધુ આંકડો

ચાલુ વર્ષમાં 1740 મહિલાઓ રાજ્યમાંથી ગૂમ થઇ છે. ખરેખરમાં આંચકો લાગે તેવી આ ઘટના છે. એક તરફ રાજ્યમાં મહિલાઓ ખુબ જ સુરક્ષીત છે. અન્ય રાજ્યની સરખામણીએ ગુજરાત મહિલાઓનાં રહેવા માટે ઘણું જ સારુ રાજ્ય માનવામાં આવે છે. પણ જ્યારે તમામ વાતોથી પર થઇને આંકડા પર નજર કરીએ તો તે આંકડા કંઇક અલગ જ ચાડી ખાય છે. ગુજરાત સરકારના ડેટા પ્રમાણે, આ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં 0-14થી વયજૂથી 331 છોકરીઓ અને 15-18 વયજૂથની 1,409 છોકરીઓ ગુમ થઈ છે, જે આંકડો પાંચ વર્ષમાં સૌથી વધુ છે. રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં છોકરીઓ ગુમ થવાનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે, જેનો કુલ હિસ્સો 47 ટકા છે. વર્ષ 2017ના પહેલા છ મહિનામાં 0-14 વર્ષની 317 છોકરીઓ ગુમ થઈ હતી. આ વર્ષે ગુમ થયેલા બાળકો, જેઓ પાછા ફર્યા છે અથવા મળી આવ્યા છે, તે વાર્ષિક ડેટા અનુસાર 46 ટકા છે, જે પાંચ વર્ષ કરતાં ઓછા છે.

કોરોના મહામારીના વર્ષોમાં માતા-પિતાને તેમના બાળકો પર વધુ કંટ્રોલ રાખવાનો સમય મળ્યો હતો’. એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, સ્થિતિના કારણે ઘણીવાર ઝઘડા થતા હતા. ’આ સિવાય, ડિજિટલ ડિવાઈસના ઉપયોગમાં વધારાના કારણે સમસ્યાઓ ઉભી થઈ છે. હાલમાં જ, નવમા ધોરણમાં ભણતી એક છોકરી 20 વર્ષના યુવક સાથે ઘરેથી ભાગી ગઈ હતી. બંનેની મુલાકાત સોશિયલ મીડિયા પર થઈ હતી. જો કે, છોકરીનું રેસ્ક્યૂ કરાયું હતું.

મોટાભાગના બાળકો હજુ ગુમ

14 વર્ષ સુધીના ગુમ થયેલા બાળકોના ડેટા દર્શાવે છે કે, તેમાથી અડધા પરત ફર્યા નથી અથવા મળી આવ્યા નથી. સીઆઈડી ક્રાઈમના આંકડા પ્રમાણે, 2017થી 2021 દરમિયાન ગુમ થયેલા 533માંથી માત્ર 248 (46.5 ટકા) પાછા આવ્યા હતા અથવા પોલીસ દ્વારા ટ્રેસ કરાયા હતા. તેનો અર્થ એ થયો કે, 0-14ની વયજૂથના ગુમ થયેલા 53.5 ટકા બાળકો હજી ગુમ છે.

ભાગી જવામાં સૌથી વધારે 15-18 વયજૂથની છોકરીઓ સામેલ

અમદાવાદના એક પોલીસ ઈન્સપેક્ટરે કહ્યું હતું કે, ’જ્યારે ઘરેથી ભાગી જવાની વાત આવે છે ત્યારે તેમાં સામેલ મોટાભાગની છોકરીઓ 15-18 વયજૂથની હોય છે’. શહેરના પશ્ચિમ વિસ્તારમાં તૈનાત ઈન્સપેક્ટરે કહ્યું હતું કે, ’સામાન્ય રીતે, મધ્યમ વર્ગના પરિવારોની છોકરીઓ ભાગી જાય છે, પરંતુ આ દિવસોમાં તેવું કંઈ નથી’. ગાંધીનગરના કેસથી વાલીઓમાં ખળભળાટ મચી ગયો હતો. ’છોકરીએ તેના બોયફ્રેન્ડ સાથે નેપાળ ભાગી જવાની યોજના બનાવી હતી, જે લગભગ આઠ વર્ષ મોટો હતો’, તેમ ઈન્સપેક્ટરે કહ્યું હતું. અન્ય ઈન્સપેક્ટરે કહ્યું હતું કે, ’ગેંગ દ્વારા બાળકોના અપહરણના છૂટાછવાયા કિસ્સાઓ હોઈ શકે છે. પરંતુ બાળકોના અપહરણ પર ધ્યાન કેન્દ્રિત કરતી કોઈ ગેંગ નથી’.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.