Abtak Media Google News

ખંભાળીયા અને લાલપુર તાલુકાના ૧પ ગામોની ૩૦ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો

એસ્સાર ઓઇલ લિ.એ ખંભાળીયા અને લાલપુર તાલુકાના ૧પ ગામોની આંગણવાડીની ૩૦ બહેનોને પૂર્વ પ્રાથમીક શિક્ષણ અને વિકાસ અંગે માહીતી સાથે માર્ગદર્શન મળી રહે એ માટે બે દિવસીય તાલીમ કેમ્પનું આયોજન કર્યુ હતું.

એસ્સાર ઓઇલ લી. એ ઔદ્યોગિક સામાજીક ઉત્તરદાયિત્વના ભાગરુપે ગ્રામ્ય વિસ્તારના બાળકોનો સર્વાગી વિકાસ થાય એ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી છે. તાજેતરમાં એસ્સાર ઓઇલ કલબમાં ખંભાળીયા અને લાલપુર તાલુકાના ૧પ ગામોની ૩૦ આંગણવાડીની ૩૦ બહેનોને પૂર્વ પ્રાથમીક શિક્ષણ અને વિકાસ પર તાલીમ આપવા કેમ્પ યોજવામાં આવ્યો હતો.

કેમ્પમાં આંગણવાડીની બહેનોને માર્ગદર્શન અપાયું હતું કે બાળકોના મગજનો ૮૦ ટકાથી ૯૦ ટકા વિકાસ જન્મથી છ વર્ષ સુધીના ગાળામાં થતો હોય છે. જો આ સમયગાળા દરમિયાન એમની પુરતી સાર સંભાળ, દેખભાળ રાખવામાં આવે તો એ બાળકનો વિકાસ ઉત્તમ પ્રકારે થઇ શકે. આજે બાળક ઘર પછી સૌથી વધુ સમય આંગણવાડી કેન્દ્રમાં પસાર કરતો હોય છે. જેને આપણે પૂર્વ પ્રાથમીક શિક્ષણ કહીએ છીએ. આથી બાળકોના શારિરીક અને માનસીક વિકાસ અંગેની પ્રક્રિયા અંગે આંગણવાડીની બહેનોને વિગતે માર્ગદર્શન મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું.

બે દિવસની તાલીમ દરમિયાન ખાસ કરીને બાળકો સાથે ઉમરને અનુરુપ વ્યવહાર કરવો, બાળકને અલગ પ્રકારે ઓળખવો, તેમની સાથે સંવાદ કેળવવો, ખેલની સાથે મગજને વિકસાવતી વિવિધ પ્રવૃતિઓ કરવી, બાળકોને સમૂહમાં એકબીજા સાથે રહેતા કરવા, અભ્યાસ અને નવું નવું શિખવામાં રુચિ કેળવવી, આંગણવાડીમાં બાળકને નિયમીત આવતું કરવું વગેરે જેવા અનેક મુદ્દે આંગણવાડી બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે બાળકને સમતુલ પૌષ્ટિક આહાર મળી રહે એ માટે બહેનોને જરુરી વિગતો આપવામાં આવી હતી. આંગણવાડી બહેનોએ વિશિષ્ટ પ્રકારનું માર્ગદર્શન આપવા બે દિવસીય તાલીમ કેમ્પ યોજવા અંગે એસ્સાર ઓઇલ લી. નો આભાર વ્યકત કર્યો હતો. આ કેમ્પ સરકાર, સામાજીક સંસ્થા અને ઔઘોગિક ગૃહના ત્રિવેણી સંગમનું આદર્શ ઉદાહરણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.