Abtak Media Google News
  • ગુજરાતમાં વિદ્યાર્થિનીઓનો હિજાબ હટાવવામાં આવ્યો, શિક્ષણ વિભાગે પ્રિન્સિપાલ સામે કાર્યવાહી કરી

Gujarat News : ગુજરાતમાં બોર્ડની પરીક્ષા દરમિયાન હિજાબને લઈને વિવાદ થયો હતો. આ ઘટના ભરૂચ પરીક્ષા કેન્દ્રમાં બની હતી. અહીં એક સ્કૂલના પ્રિન્સિપાલે બોર્ડની પરીક્ષા દરમિયાન મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ ઉતારવા માટે દબાણ કર્યું.

જે બાદ પ્રિન્સિપાલને પરીક્ષા સંચાલકના પદ પરથી હટાવવાની માંગ કરવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓ અને વાલીઓની ફરિયાદ બાદ રાજ્યના શિક્ષણ વિભાગે પરીક્ષા કેન્દ્રના સંચાલક ઈસાબેલ સુરતિયા (પ્રિન્સિપાલ)ને તાત્કાલિક અસરથી હટાવી દીધા છે.

શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરનું નિવેદન સામે આવ્યુ

બોર્ડની પરીક્ષા દરમિયાન પરીક્ષાએ ખંડમાં વિદ્યાર્થીની પાસે હિજાબ કઢાવવાના મામલામાં વિવાદ સર્જાયો છે. વાલીઓ આ પગલાંને ગેરવર્તણૂક ગણાવી રહ્યા છે તો શિક્ષણમંત્રીનું પણ નિવેદન સામે આવ્યું છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પરીક્ષામાં ગેરરીતિ રોકવા સહિતના પ્રયાસ દરમિયાન આ પગલું ભરાયું હોવાનું જણાવી શાળાનો બચાવ કર્યો હતો.

શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે શાળાનો બચાવ કરતા કહ્યું હતું કે શાળામાં ગેરરીતિ ન થાય અને કોઈ અન્ય વ્યક્તિ પરીક્ષાખંડમાં એન્ટ્રી ન લે તે માટે સ્થળ સંચાલકને સંપૂર્ણ સત્તા આપવામાં આવી છે.

આ મુદ્દો ઉઠાવવો વાજબી નથી. અને વિવાદ ઉભો કરવાની અહીં જરૂર રહેતી નથી.

સીસીટીવી કેમેરામાં કેદ થયી આખી ઘાટના

તમને જણાવી દઈએ કે, વિદ્યાર્થિનીઓના હિજાબ ઉતારવાની આખી ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, આ ઘટના ગુજરાતના ભરૂચની લાયન્સ સ્કૂલ અંકલેશ્વર ખાતે બની હતી. ગુજરાત બોર્ડની 10મા-12માની પરીક્ષા બુધવારે યોજાઈ હતી. ધોરણ 10નું ગણિતનું પેપર લેવામાં આવ્યું હતું. ફરિયાદીએ જણાવ્યું હતું કે તે બોર્ડની પરીક્ષા શરૂ થવાના પાંચ મિનિટ પહેલા પરીક્ષા હોલમાં પહોંચી હતી. તેણીએ હિજાબ પહેર્યો હતો. પ્રિન્સિપાલે તેને હિજાબ ઉતારવા કહ્યું.

તે સિવાય હિજાબ કે સ્કાર્ફ પહેરેલી તમામ વિદ્યાર્થિનીઓને પણ આ જ કહેવામાં આવ્યું હતું. તમામ વિદ્યાર્થિનીઓને તેમના હિજાબ અને દુપટ્ટા ઉતારવામાં આવ્યા હતા. ફરિયાદી વિદ્યાર્થીનું કહેવું છે કે પરીક્ષાની થોડી મિનિટો પહેલા આચાર્યના આ વલણને કારણે પરીક્ષા હોલમાં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓનું મનોબળ ઘટી ગયું હતું. ઘણી વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે આ કારણે તેમનું પેપર પણ બગડ્યું.

શું હતો આખો મામલો

ફરિયાદીએ કહ્યું કે પ્રિન્સિપાલે કહ્યું કે તેને શિક્ષણ બોર્ડના અધિકારી તરફથી સ્કાર્ફ કે હિજાબ ઉતારવાની સૂચના મળી છે. જ્યારે આ વાત વિદ્યાર્થિનીઓના માતા-પિતા સુધી પહોંચી તો બધાએ મળીને પ્રિન્સિપાલ સામે કાર્યવાહી કરવાની માંગ કરી. તેમણે કહ્યું કે બોર્ડની પરીક્ષા દરમિયાન આવી બાબતો ન થવી જોઈએ, જેથી વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષા આપી શકે. વિદ્યાર્થિનીઓ અને વાલીઓની ફરિયાદ બાદ હવે રાજ્યના શિક્ષણ વિભાગે પરીક્ષા કેન્દ્રના સંચાલક ઇસાબેલ સુરતિયા (પ્રિન્સિપાલ)ને તાત્કાલિક અસરથી પરીક્ષા સંચાલકના પદ પરથી હટાવી દીધા છે.

જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિ રાવલે જણાવ્યું કે મેં જાતે સીસીટીવી ફૂટેજ જોયા છે. આ કાર્યવાહી માટે આચાર્યને તાત્કાલિક અસરથી પરીક્ષા સંચાલક પદેથી દૂર કરવામાં આવ્યા છે. આ મામલે તપાસ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.