Abtak Media Google News

૧૯૩૬માં બ્રિટનના રાજા બનેલા એડવર્ડ આઠમાંએ સિક્કા ચલણમાં આવે તે પહેલા જ છોડી હતી ગાદી

અમેરિકામાં તલાકસુદા માટે પોતાની રાજગાદી છોડી દેનાર એડવર્ડ આઠમાં માટે તૈયાર કરવામાં આવેલો ખાસ સિક્કો તાજેતરમાં એક મીલીયન પાઉન્ડ એટલે કે અંદાજીત રૂા.૧૦ કરોડમાં વેંચાયો હતો. આ સિક્કો રોયલ પરિવારના સભ્યો માટે તૈયાર કરવામાં આવ્યો હતો. આ પ્રકારના કુલ ૬ સિક્કા જ બનાવવામાં આવ્યા હતા. વર્ષ ૧૯૩૬માં એડવર્ડ રાજા બન્યો હતો. ૧૯૩૭ની તા.૧ જાન્યુઆરીથી તેના સિક્કા બજારમાં સર્ક્યુલેશન માટે મોકલવાના હતા. જો કે, તેણે ૧૯૩૬ના ડિસેમ્બર મહિનામાં જ ગાદી છોડી દીધી હતી. અમેરિકાની તલાકસુદા મહિલા વિલીસ સિમ્પસનને પરણવા માટે તેણે ગાદીનો ત્યાગ કર્યો હતો. આ બનાવથી આખુ બ્રિટન ખળભળી ઉઠયું હતું.

અહીં ઉલ્લેખનીય છે કે ભારતમાં પણ એક સમયે રાણી સિક્કા તેમજ કિંગજોર્જના સિક્કાની બોલબાલા હતી. આવી જ રીતે બ્રિટનના એડવર્ડ આઠમાના સિક્કાની બોલબાલા છે.

7537D2F3 7

અહીં નોંધનીય છે કે, એડવર્ડ આઠમા માટે તૈયાર કરવામાં આવેલા સિક્કામાં ચહેરો ડાબી સાઈડનો બતાવવામાં આવ્યો છે. સામાન્ય રીતે સિક્કામાં જમણી સાઈડનો ચહેરો દર્શાવવામાં આવે છે. એડવર્ડ આઠમાએ આ નિર્ણય પરંપરાગત સિક્કાના નિર્માણને તોડવા માટે લીધો હોવાનું માનવામાં આવે છે. આ સિક્કો સોના જેવી ધાતુનો હોવાનું જાણવા મળે છે. જેની મુળ કિંમત ૧ પાઉન્ડની છે. વર્તમાન સમયમાં આ સિક્કો બ્રિટનના ચલણમાં નથી પરંતુ બ્રિટનમાં સત્તાવાર રીતે તેનો સ્વીકાર થઈ શકે છે.

વધુ વિગતો મુજબ આ સિક્કો ૨૨ કેરેટ ગોલ્ડથી તૈયાર કરવામાં આવ્યો છે. વર્તમાન સમયે બ્રિટનમાં જે પાઉન્ડ કોઈન ચલણમાં છે તેનાથી આ સિકકો થોડો નાનો છે. જેનું વજન ૭.૯૮ ગ્રામ થાય છે. જ્યારે વર્તુળ ૨૨ મીલીમીટરનું છે. આ સિક્કો વર્તમાન સમયે ૧ મીલીયન પાઉન્ડ એટલે કે, રૂા.૧૦ કરોડમાં વેંચાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. કુલ ૬ સિક્કા પૈકી આ સિક્કો મહત્વનો ગણવામાં આવે છે. જેની પાછળ એડવર્ડ છઠ્ઠાએ તલાકસુદા મહિલાને પરણવા માટે ગાદી ત્યજી હોવાનું કારણ માનવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.