Abtak Media Google News

ભારતીય વિજ્ઞાનીએ કેન્સરની બે દવા વિકસાવી છે. આ દવાઓને રામપત્રી છોડમાંી તૈયાર કરાઇ છે. તેનાી કેન્સરની ગાંઠને નષ્ટ કરવાનું અને રેડિયેશનના કારણે ક્ષતિગ્રસ્ત યેલી કોશિકાઓને રિપેર કરવાનું શકય બનશે.

Advertisement

રામપત્રી છોડ મસાલાના રૂપમાં ઉપયોગમાં લેવાય છે. દેશના પશ્ચિમ તટ પ્રદેશમાં મળી આવતો આ છોડ મિરિસ્ટિકાકી પ્રજાતિનો છે. મુંબઇ સ્તિ ભાભા પરમાણુ કેન્દ્રના વૈૈજ્ઞાનિક ડો.બી.શંકરપાત્રોએ રામપત્રીમાંી દવા વિકસાવી છે. વિજ્ઞાનીએ જણાવ્યું કે આ દવાઓ ફેફસાંના કેન્સર અને ન્યુરોબ્લાસ્ટોમા જેવા દુર્લભ કેન્સર પર અસરકારક સાબિત ઇ છે.

ન્યુરોબ્લાસ્ટોમાં એક એવું કેન્સર છે કે જેમાં ગરદન અને માાની નીચેના ભાગની કોશિકાઓમાં કેન્સરની કોશિકાઓ બનવા લાગે છે. બાર્કના બાયો સાયન્સ વિભાગના પ્રમુખ એસ.ચટોપાધ્યાયે જણાવ્યું કે વિજ્ઞાનીએ છોડમાંી કેન્સરની દવા વિકસાવવા માટે ઘણાં વર્ષોી સંશોધન કરી રહ્યા હતા. આ દિશામાં રેડિયો મોડીફાયર અને રેડિયો પ્રોટેકટરના નામી આ બંને દવાઓ વિકસાવાઇ છે.

બંને દવાઓનું પહેલાં પરીક્ષણ ઇ ચૂકયું છે અને સરકાર પાસે મનુષ્યો પર દવાના પરીક્ષણની અનુમતિ માગવામાં આવી છે. તેની પેટન્ટ માટે પણ અરજી કરાઇ છે અને ખૂબ જ જલદી પેટન્ટ મળી જાય તેવી શકયતાઓ છે. આ વર્ષે જૂની મુંબઇમાં ટાટા મેમોરિયલ સેન્ટર રેડિયો મોડિફાયર દવાઓનું ક્લિનિકલ પરીક્ષણ શરૂ કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.