શિયાળામાં થતા વાઈરલ તાવ-કફ-શરદી-ઉધરસ દુર કરવા માટેના અસરકારક ઈલાજ

શિયાળાની શરૂઆત થતા તરત નાક બંધ થવું, ગળામાં દુખાવો, ઉધરસ જેવી તકલીફો શરૂ થઈ જાય છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો ડોક્ટર પાસે જવાનું ટાળે છે અને ઘરમાં પડેલી પેન કિલર દવાઓ ખાઈ લેતા હોય છે. પરંતુ વારંવાર આવી દવાઓ ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે. તેથી આવી સામાન્ય તકલીફોમાં દવા લેવાનું ટાળી અને ઘરગથ્થુ ઉપચાર કરવા જોઈએ. આ તમામ પ્રોબ્લેમ્સને દૂર કરવા માટે ઘરેલૂ ઉપચાર ઘણો જ મહત્વ ધરાવે છે. ઘણી વખત સાઈનસ, શરદી, ફ્લૂ, એલર્જી અથવા સંક્રમણને કારણે પણ નાક બંધ થઈ જાય છે. ચાલો આ સમસ્યાના ઉપચાર જાણીએ.

ઔષધીઓ:-

• સુંઠ પાવડર – 50 ગ્રામ
• કાળામરી પાઉડર – 20 ગ્રામ
• હળદર પાવડર – 50 ગ્રામ
• દેશી દવા વગરનો ગોળ – 250 ગ્રામ

ઔષધી (દવા) બનાવવાની રીત:-

ગોળ ને કડાઈમાં ગરમ કરવું, ઓગળે એટલે તેમાં બાકી ની ત્રણેય ઔષધિનો પાઉડર બરોબર મિક્સ કરવો,ત્યારબાદ વટાણા ના દાણા જેવડી ગોળીઓ બનાવવી લેવી.

ઉપયોગમાં લેવાની રીત:-
વાઈરલ તાવ-શરદી-કફ ની તકલીફ઼ વખતે બે-બે કલાકે 1-1 ગોળી હુંકાળા ગરમ પાણી સાથે લેવી.

નોંધ : આ જનરલ માહિતી છે આનો ઉપયોગ કરતા પેહલા ડોક્ટર ની સલાહ લેવી જરૂરી.