Abtak Media Google News

 

અમિતાભ બચ્ચનને ’પીકુ ફિલ્મમાં કબજીયાતથી પીડાતા જોવા મળ્યા હતા, અને ફિલ્મની વાર્તા દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન પુત્રી અને પિતાના હસી મજાક વાળી બતાવી હતી.પરંતુ વાસ્તવમાં આ ફિલ્મની સ્ટોરીની જેમ હાલ કબજિયાતની તકલીફ તો કોમન થઈ ગઈ છે. ઘણા લોકોને હંમેશાં કબજિયાતની તકલીફ રહે છે અને આને તો વર્ષોવર્ષ નજરઅંદાજ કરે છે. પેટ સાફ ના હોવું એ ઘણી બધી બીમારીઓનું મૂળ છે. તેના પર ધ્યાન ના આપવાથી ઘણી બધી બીમારીઓ થઈ શકે છે. કબજિયાત એ ગંભીર સમસ્યા છે, જે લાંબા સમય સુધી રહે છે. ક્રોનિક કબજિયાતમાં, આંતરડાની ગતિ ઘણી ઓછી થઈ જાય છે, જે કેટલાંક અઠવાડિયા કે તેથી વધુ સમય સુધી ચાલે છે.

પેટ સાફ ના હોવાના કારણો

કબજીયાત થવાના ઘણાં બધા કારણો છે. જેમાં ભોજનની ખોટી રીત, એક્સર્સાઈઝની કમી, પાણીની અછત, સરખી ઊંઘ ના લેવી જેવી આદતોને લીધે પેટ સાફ રહેતું નથી. ઘણા લોકોને કબજિયાતની તકલીફ રહે છે અને તેઓ આની અવગણના કરતા રહે છે. કબજિયાત થવાથી પેટ ફૂલી જવું, ભૂખ ના લાગવી, મોઢામાંથી વાસ આવવી, થાક લાગવો, ગભરામણ, ગેસ અને માથામાં દુખાવો જેવી તકલીફ થાય છે.

કબજિયાતના આ લક્ષણ દેખાય તો તેને હળવાશમાં ના લેવા જોઈએ. જે લોકોને લાંબા સમયથી કોઈ તકલીફ રહેતી હોય તો તેમને આગળ જઈને ગેસ્ટ્રીક, પાઈલ્સ, અલ્સર અને પેટનાં કેન્સર જેવા ગંભીર રોગ થઈ શકે છે.

સવાર-સવારમાં બરાબર રીતે પેટ સાફ થાય તો, આખો દિવસ તમે તાજગી અને હળવાશ અનુભવાય છે. પણ જો તમને કબજિયાત છે અને પેટ સાફ નથી થતું તો એકવાર અહીં જણાવેલા ઉપાય કરી લો.

 

કબજિયાતથી બચવાના સરળ ઉપાય

 

  • કાયમ ચૂર્ણનું સેવન રાતના સમયે કરવું. રાત્રે જમીને પછી કાયમ ચૂર્ણ ખાવું ઉતમ ગણાય છે. કાયમ ચૂર્ણ નું સેવન ગરમ પાણીની સાથે કરવું. એક ચમચી કાયમ ચૂર્ણ ને એક કપ હુંફાળા ગરમ પાણીમાં નાખી દેવું અને એને સરખી રીતે મિક્ષ કરી લેવું અને પછી આ પાણીને પીઇ જવું અથવા કાયમ ચૂર્ણ નું સેવન કરીને પછી ઉપરથી ગરમ પાણી પીઇ લેવું.
  • કબજિયાતની તકલીફ રહેતી હોય તો એક ચમચી દીવેલના તેલને એક ગ્લાસ ગરમ દૂધ કે પછી ગરમ પાણી સાથે પીવું જોઈએ. આનું સેવન કરવાથી પેટ મસ્ત ચોખ્ખું થઈ જાય છે. ઘણા ઘરમાં લોકો અઠવાડિયાંમાં એક વખતે દીવેલના તેલનો વપરાશ કરતા હોય છે, જેથી કબજિયાતની તકલીફ ના રહે. બાળકોને પણ અઠવાડિયાંમાં એક વખત દીવેલનું તેલ આપી શકાય. એક વાતનું ધ્યાન રાખવું કે દીવેલનું તેલ વધારે પ્રમાણમાં ના લેવું જોઈએ નહીં તો ઝાડા થઈ શકે છે.
  • કબજીયાતથી છૂટકારો મેળવવા માટે ગરમ પાણીમાં એક ચમચી શેકેલી વરિયાળીનો ભૂકો ઉમેરી પીવું જોઈએ.
  • એક ચમચી ત્રિફળા ચૂર્ણને રાત્રે નવશેકા પાણીમાં પી લો, તેનાથી સવારે પાણી સાફ થઈ જશે.
  • કબજિયાતની તકલીફ હોય તો પપૈયું ખાવું જોઈએ.
  • રોજ સવારે પાણીમાં લીંબુ અને સંચળ મિક્સ કરીને પીઓ, આમ કરવાથી ક્યારેય કબજિયાત નહીં રહે.
  • રોજ રાત્રે 5-6 કિશમિશ પલાળીને સવારે ખાલી પેટે ખાઈ લો. પેટ સ્વસ્થ રહેશે.
  • કબજિયાતથી બચવા માટે ભોજનમાં ફાઈબરયુક્ત વસ્તુઓ જેમ કે ફળ, સલાડ, શાકભાજી, અંકુરિત અનાજ સામેલ કરો. શરીરમાં પાણીની અછતથી કબજિયાત થઈ શકે છે આથી ખૂબ પાણીપીવું જોઈએ.
  • રોજ યોગ અને એક્સર્સાઈઝ કરવી જોઈએ. જંક ફૂડ, મસાલેદાર વસ્તુઓ, મેંદો, બિસ્કિટ, ચા-કોફી, સિગારેટ અને દારૂથી દૂર રહેવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.