Abtak Media Google News

ખરાબામાં મકાન બનાવતા અટકાવતાનો ખાર રાખી નામચીન શખ્સે તેના ભાઇ અની પિતા સાથે મળી આચર્યુ કૃત્ય

રાજકોટ જીલ્લાના પડધરી તાલુકાના નાનાી અમરેલી ગામના પૂર્વ સરપંચ પર કાર ચડાવી પછાડી દઇ હત્યાની કોશિષ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી બુલેટને નુકશાન પહોચાડવાની બુ પુત્રો અને પિતા સામે કલમ ૩૦૭ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરી તાલુકાના નાની અમરેલી ગામે રહેતો આંબાભાઇ બચુભાઇ વાડોદરીયા નામના પટેલ પ્રૌઢે ગામના જ રમેશ રાણા  મકવાણા, મુકેશ રાણા મકવાણા, અને રાણા ડોસા મકવાણાએ કાર ચડાવી બુલેટ પરથી પછાડી હત્યાની કોશિષ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવી છે.

પોલીસ ફીરયાદમાં જણાવ્યા પ્રમાણે આંબાભાઇ વાડોદરીયા નાની અમરેલી ગામના સરપંચ હતા ત્યારે રમેશ રાણા મકવાણા ખરાબાની જમીનમાં મકાન બનાવતા હતા ત્યારે સરપંચ આંબાભાઇએ રમેશ રાણાને મકાન બનાવતા અટકાવતા જયારે બન્ને વચ્ચે થયેલા ઝઘડો થયેલો જે ઝઘડાને ખાર રાખી આંબાભાઇ વાડોદરીયા બુલેટ લઇને જઇ રહ્યા હતા ત્યારે રમેશ રાણા તેના ભાઇ અને પિતા સાથે કાર બુલેટ પર ચડાવી પછાડી ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું જણાવ્યું હતું. પડધરી પોલીસે પિતા અને તેના બે પુત્રો સામે હત્યાની કોશીષનો ગુનો નોંધી ધરપકડ કરવા પીએસઆઇ જે.વી.વાઢીયા સહીતનો સ્ટાફ ચલાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.