Abtak Media Google News

રેલવેને રાષ્ટ્રીય પરિવહન વ્યવસ્થાથી વધુ આગળ વધારવા સરકારે લીધો નિર્ણય

ભારતીય રેલવેને ધડમૂળથી કાર્યાપલટ માટે કેન્દ્ર સરકારે મંગળવારે કરેલી જાહેરાત મુજબ ઇન્ડિયન રેલવે મેનેજમેન્ટ સર્વિસની રચના કરી કંપની બોર્ડ જેવું માળખું ઉભું કરીને રેલવેને રાષ્ટ્રીય પરિવહન વ્યવસ્થાથી વધુ આગળ વધારવા સરકારે નિર્ણય લીધો છે.

Advertisement

રેલવેના વહીવટ માટે બનાવવામાં આવેલા આઇ.આર.એમ.એસ.નું આ માળખું રેલવેના વહીવટી સુધારા માટે સ્વાયત્ત નિર્ણયો લેવા સક્ષમ હશે આઠેક જેટલી અલગ અલગ સુવિધાઓને મરઝર કરી કંપનીના બોર્ડ અને કોર્પોરેટ જગતની જેમ આ સુવિધાઓનું સંચાલન કરવામાં આવશે. આ બોર્ડમાં આઠ સભ્યો હશે રેલવેના વિવિધ વિભાગો વચ્ચે વહીવટી ખેંચતાણનો અંત લાવવા તમામ આઠ સેવાને એક સુત્રીય બનાવવામાં આવશે.

ભારતનું રેલવેનો વહીવટ ૧૯૦૫ થી કોઇપણ જાતની તબદીલી વગર ચાલી રહ્યું હતું. આ નવી વ્યવસ્થામાં નવા બોર્ડના ચેરમેનને સી.ઇ.ઓ. જેવી સત્તા આપવામાં આવશે. આઠ સભ્યોની સમીતી ના સી.ઇ.ઓ. ને તમામ નિર્ણયોનો અધિકાર આપવાનો આવશે તેમના સહયોગી તરીકે ચાર સભ્યો આર્થિક વ્યવહાર અને માળખાકીય સુવિધા અને અલગ અલગ વિભાગોના નાણાંકિય ભંડોળની વ્યવસ્થા સંભાળશે. આ વ્યવસ્થામાં માનવ સંશોધન ક્ષેત્ર માટે સી.ઇ.ઓ. દેખરેખ રાખશે. અને તે સ્વાયત્ત જવાબદારી ઉઠાવશે. આ માટે આર્થીક, ઉઘોગિક અને વહીવટી તજજ્ઞોને સ્વાયત્ત મહાનિર્દેશક તરીકે બોર્ડમાં સામેલ કરવામા આવશે. સરકારી સૂત્રો માંથી જાણવા મળતી વિગતો મુજબ રેલવે બોર્ડની રચના અને આઠ જેટલી સુવિધાના એકત્રીકરણની આ પક્રિયા ઓકટોમ્બર મહિનામાં દેશના પરિવહન ક્ષેત્ર અને આંતર માળખાકિય વ્યવસ્થાની સમીક્ષા કર્યા બાદ આ કવાયત શરુ કરવામ) આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રેલવેમાં વિકાસ માટે અવરોધ રુપ બ્યુરો ક્રેસીને દુર કરવા માટે શું પગલાં લેવા જોઇએ અને પ્રારંભથી જ રેલવેના સુધારા માટે કેવી વ્યવસ્થા ઉભી કરવી જોઇએ તેનું ઉંડુ અઘ્યનન  કરવામાં આવ્યું હતું.

7537D2F3 20

સરકાર છેલ્લા પાંચ વરસથી આ અંગે તૈયારી કરી રહી હતી. રેલવેના સુધારાઓ અને વિવિધ વિભાગોને વધુ કાર્યક્ષમ બનાવવા માટે સરકારે લાંબા સમયથી કવાયત હાથ ધરી હતી. ૧૮ ટ્રેનોને પ્રાયોગિક ધોરણે ખાનગી સંચાલન રેલવેના સુધારા માટે બનાવવામાં આવેલી ૧૯૯૪ ની પ્રકાશ ટંડન કમીટી, ૨૦૦૧ ની રાકેશ મોહન સમીતી, ૨૦૧૨ ની શામ પિત્રોડા સમીતી અને ૨૦૧૫ ની વિવેક દેવરોય સમીતી એ તૈયાર કરેલા અહેવાલોનો અમલ માટે વડાપ્રધાન મોદી સરકારે હિંમતપૂર્વકનો નિર્ણય લઇને રેલવેના વિકાસ માટે પડકાર રુપ મુશ્કેલીઓનો સમાનો કરવાની કમર કસી છે.

રેલવેના તમામ વિભાગોએક જ છત હેઠળ કાર્યકરે તેની જરુરીયાત પર સરકાર ભાર આપી રહી છે. કેન્દ્રીય કેબીનેટ રેલવેના કાર્યાપલ્ટના આ પ્રોજેકટને લીલી ઝંડી આપ્યા બાદ રેલવે મંત્રી પિયુષ ગોઅલે જણાવ્યું હતું કે રેલવેના તમામ વિભાગોનો એક સરખું બનાવાશે અને રેલવે સેવામાંથી સી.ઇ.ઓ. ની નિમણુંક કરવામાં આવશે.

સરકાર દ્વારા આઇ.આર.એમ.એસ. ની રચના માટેની કવાયત હાથ ધરવામાં આવશે. આ સમીતીમાં સચિવો અને મંત્રીઓની સમીતીની દેખરેખ હેઠળ ૮૨૦૦ જેટલા અધિકારી કર્મચારીઓને આઇ.આર.એમ.એસ. દ્વારા વિવિધ પરીક્ષાઓ લઇને આગામી ભરતીના વર્ષ દરમિયાન નિમણુંક કરવામાં આવશે. સરકારે જણાવ્યું હતું કે હવે નવી ભરતીમાં આવનાર અધિકારીઓ ઇજનેરી અને બીન ઇજનેરી ક્ષેત્રમાંથી જરુરીયાત મુજબ ભરવામાં આવશે. અને પોત પોતાના ક્ષેત્રના નિષ્ણાંત ઉમેદવારોને રેલવેના સામાન્ય વહીવટ માટે મેરીટ ના આધારે ભરતી કરવામાં આવશે નહી કે વર્તમાનમાં સીનીયોરીટી મુજબ નિમણુંક આપવા ની પ્રથા બંધ કરવામાં આવશે.

રેલવેના વહીવટ ક્રમશ: કોર્પોરેટ કંપની જેવા બનાવવામાં આવશે હાલ પુરતા રેલવેના આઠ વિભાગોને આઇ.આર.એમ.એસ. બોર્ડ હેઠળ મરઝ કરીને એક સુત્રતા ઉભી કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.