Abtak Media Google News

પૂર્વ કલેકટરને ભાવભીની વિદાય અપાય

વહિવટીતંત્રમાં બદલી-બઢતી એક વહિવટી પ્રક્રિયા છે, છતાં જ્યાં વ્યક્તિ કામ કરે છે ત્યાં કામ બોલતું હોય છે. પછી તે ગમે તે ક્ષેત્ર હોય અલગ-અલગ વિભાગ હોય. કચેરી હોય કે ફિલ્ડ વર્ક. કામની કદર અને સન્માન મળે તે સૌને વ્હાલુ હોય છે. પણ નિખાલસ, સહજતા, આત્મીયતા સાથે મળીને હળવા મને, મોકળા મને વિદાય અને આવકારની ઘડી આવે તે ખુબ વસમીતથા રળીયામણી અને યાદગાર પળ બની રહે છે. કહેવાય છે ને  જેના અન્ન ભેળા તેના મન ભેળા એવા મહેસુલી તંત્ર દ્રારા સાબરકાંઠા જિલ્લામાં ૨૦ મહિના જેટલો સમય વિતાવનારપૂર્વ જિલ્લા કલેક્ટરપ્રવિણા ડી.કેનો વિદાય સમારંભ અને નવ નિયુક્ત જિલ્લા કલેક્ટરશ્રી સી.જે. પટેલનો આવકાર સમારંભ હિંમતનગર માઇલસ્ટોન હોટલ ખાતે ૨૩મી ડિસેમ્બરની સાંજે જિલ્લા કલેક્ટરશ્રી પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.આ પ્રસંગે વિદાય લેતા કલેકટર  પ્રવિણા ડી.કેને સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સાકર શ્રીફળ આર.એ.સી. પટેલ દ્રારા આપવામાં આવ્યા હતા અને નવ નિયુક્ત જિલ્લા કલેક્ટરને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે પૂર્વ કલેક્ટર  પ્રવિણા ડી.કે દ્રારા ૨૦ મહિનામાં સાબરકાંઠા જિલ્લાના કાર્યકાળ દરમિયાન પોતાના માનસ પટલ પર પડેલી સ્મૃતિઓને યાદ કરી વાગોળીને નાના-મોટા સૌ અધિકારી કર્મચારીને દીલથી યાદ કરી કરેલા કાર્યને બિરદાવ્યા હતા. આજે આ વિદાય વેળાએ સહજ સરળ અને નિખાલસ ભાવે સાબરકાંઠા જિલ્લાના સંસ્મરણો વાગોળ્યા હતા અને સૌના સાથ સહકારથી મને સફળતા મળી છે. તેનુ શ્રેય ટીમ સાબરકાંઠાને જાય છે. તેમ જણાવી કેન્દ્ર અને રાજ્ય સરકારના મહાનુભવો તથા  મુખ્યમંત્રીની જિલ્લાની મુલાકાતને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ચુંટણી તેમજ જિલ્લાના નાના મોટા પ્રશ્નો ઉકેલવામાં નાનામાં નાનો કર્મચારી પણ કામે લાગે છે. તેવો ઉલ્લેખ કરતા જણાવ્યુ કે એક કલેકટરને સફળ બનાવવામાં આર.એ.સી અને કલેક્ટરના પી.એની ભુમિકાની સરાહના કરી હતી અને સાબરકાંઠા જિલ્લો મારા માટે સૌભાગ્યકાંઠો સાબિત થયો છે. મારા લગ્ન પણ આ જિલ્લાના કાર્યકાળ દરમિયાન થયા છે. જ્યાં જઈએ ત્યાં સરકારનુ સારૂ કામ લોકોની સેવા કરવા જ અમે બેઠા છીએ તેમ જણાવ્યું હતુ.

આ પ્રસંગે નવ નિયુક્ત જિલ્લા કલેક્ટર સી.જે. પટેલે જણાવ્યુ કે મેડમને જે રીતે સપોર્ટ કર્યો  તેવો જ  સાથ સહકાર મને આપશો. મારી પાસે અનુભવનુ ભાથુ છે. મેડમ જ્યાં ગયા છે તે કચ્છમાં મે ત્રણ વર્ષ ડી.ડી.ઓ  તરીકે નોકરી કરી છે. સાબરકાંઠા જિલ્લો ૧ થી ૫ના રેટીંગમાં રહ્યો છે તેનો યશ ટીમ સાબરકાંઠાને જાય છે. તેમાં મેડમની લીડરશીપ સ્વભાવને કારણે જિલ્લાને સફળતા મળી છે. જ્યાં પણ હશે ત્યા પુરા બળથી કામ કરશો અને વધુને વધુ સફળતા મેળવો તેવી અમારી સાબરકાંઠા ટીમ વતી ખુબ ખુબ શુભેચ્છા છે. પ્રસન્નતાથી કામ કરો તંદુરસ્તી જાળવીને કામ કરશો તો વધુ સારુ અને સુંદર કામ કરી શકશો. સાથે તેમણે જણાવ્યું કે આપણો જિલ્લો દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે આગળ વધે રાજ્યમાં સારો દેખાવ કરે આગવી છાપ ઉભી કરશે. તેવો મને દ્રઢ વિશ્વાસ છે.

સાબરકાંઠા મહેસુલી તંત્રમાં નવા આવેલા મામલતદાર અને બઢતી મેળવેલા અધિકારીઓનુ પુષ્પ ગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા  ચૈતન્ય માંડલિક, અધિક કલેક્ટર વી.એલ. પટેલ, પ્રોબેશનરી આઇ. એ. એસ મમતા પોપટ, પ્રાંત- અધિકારીઓ, મામલતદાર અને જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ પૂર્વ કલેક્ટર પ્રવિણા ડી.કે.ના પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.