Abtak Media Google News

રેલવેના પ્રશ્ર્નોની સચોટ રજુઆત તેઓ દ્વારા કરાશે

વેસ્ટર્ન રેલવે, રાજકોટ ડિવીઝનની ડિવીઝનલ રેલવે યુઝર્સ ક્ધસલટેટીવ કમિટી ડીઆરયુસીની તાજેતરમાં મળેલી બેઠકમાં આ કમિટી સભ્યોમાંથી એક સભ્યનું નામ ઝેડઆરયુસીસીના સભ્ય તરીકે મોકલવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રા અને માજી સાંસદ રમાબેન માવાણીના નામની ભલામણ થઈ હતી. આ બે પૈકી એકની પસંદગી માટે ચુંટણી પ્રક્રિયા દ્વારા કરવામાં આવતા મીટીંગમાં ઉપસ્થિત ૧૦ સભ્યોમાંથી ૬ સભ્યોએ પાર્થ ગણાત્રાની તરફેણમાં મત આપતા તેઓની ઝોનલ રેલવે યુઝર્સ ક્ધસલટેટીવ કમિટી સભ્ય તરીકે નિમણુક થઈ છે.

પાર્થ ગણાત્રા વર્ષોથી રેલવે કમિટી સાથે સંકળાયેલા છે અને રેલવેના ઉદભવતા પ્રશ્ર્નોની રજુઆતો અને તેના યોગ્ય નિરાકરણ માટે હંમેશા સક્રિય રહ્યા છે. તેઓ રેલવેના વર્તમાન પ્રશ્ર્નો જેવા કે કોઈપણ સંજોગોમાં દુરન્તો એકસપ્રેસને બોરીવલી સ્ટેશને સ્ટોપ આપવા, ઓખા-દિલ્હી વચ્ચે નવી ટ્રેન શરૂ કરવા, ઉતરાંચલ એકસપ્રેસ હાલમાં અઠવાડિયામાં એક વખત દોડાવવામાં આવે છે તેમાં અઠવાડીયામાં બેથી ત્રણ વખત શરૂ કરવા વગેરે પ્રશ્ર્નોને આગામી ઝેડઆરયુસીસી મીટીંગોમાં પ્રાધાન્ય આપી રાજકોટ ડિવીઝનને વધુ રેલવે સુવિધા મળે તે માટે સતત પ્રયત્નશીલ રહેશે તો રેલવેને લગતા કોઈ પ્રશ્ર્નો હોય તો તે રાજકોટ ચેમ્બર, સેન્ટર પોઈન્ટ, કરણસિંહજી રોડ, રાજકોટના સરનામે મોકલવા રાજકોટ ચેમ્બરની યાદીમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.