Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લાની 498 ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી ડિસેમ્બર મહિનામાં યોજાઇ તેવી સંભાવના છે. જેને લઇ રાજકીય પક્ષોએ સેન્સ સહિતની પ્રકિયા હાથ

ધરી છે આ ઉપરાંત દાવેદારોએ ગ્રામ્ય વિસ્તારોમાં ખાટલા બેઠકોનો દોર શરૂ કર્યો છે અને ગામ્ય વિસ્તારોમાં પાણી, રસ્તા, ગંદકી અને ગેરરિતીની સમસ્યા હાવી થઇ શકે છે. બીજી તરફ સરકારે પણ ખાતમુહૂર્ત અને લોકાપર્ણના કામો ઝડપી બનાવ્યા છે તેમ છતાં નાગરિકોની નારાજગી દુર થશે કે કેમ તે એક સવાલ સર્જાયો છે.

જિલ્લાની પણ 498 જેટલી ગ્રામપંચાયતોની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે અનેક ગામડાઓમાં ભંગાર રસ્તા, સફાઈના અભાવે ફેલાયેલી ગંદકી  અને ભ્રષ્ટાચાર મુદે ગ્રામજનોમાં ભારોભાર રોષની લાગણી જોવા મળે છે. ગ્રામજનોના કહેવા મુજબ ગામડાને જોડતા અનેક રસ્તાઓ ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. વારંવાર રજુઆતો કરવા છતા આ ભંગાર રસ્તાઓનું નવીનિકરણ તો દુર, સમારકામ પણ કરાવવામાં આવતુ ન હોતું. એટલુ જ નહિ અનેક ગામડાઓમાં સફાઈના અભાવે ગંદકી અને કચરાના ગંજ ખડકાયેલા  જોવા મળે છે ગામડાઓમાં વિવિધ વિકાસકામો અને મનરેગા યોજનામાં ભારોભાર ભ્રષ્ટાચાર થયાનો પણ ગ્રામજનોનો સણસણતો આક્ષેપ છે.

સરકાર દ્વારા  ચૂંટણી આચારસંહિતા લાગુ કરવામાં આવે તે પહેલા જ ગામડાઓમાં વિકાસકામોના ખાતમુહુર્ત અને લોકાર્પણના કાર્યક્રમો યોજવા તૈયારી શરૂ કરવામાં આવેલી છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, ગામડામાં સરકારી શાળાઓ ઓછી થઈ રહી છે જે શાળાઓ ચાલુ છે તેમા પુરતા શિક્ષકો નથી હોતા  ઉપરાંત ગામડાઓના પ્રા.આ કેન્દ્રમાં પુરતા ડોકટરો પણ હોતા નથી. ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે. ખેડુતોમાં ભારોભાર નારાજગી અને રોષ જોવા મળે છે.

આ તમામ બાબતો ગ્રામ પંચાયતોની આગામી દિવસોમાં યોજાનાર ગ્રામપંચાયતોની ચૂંટણી ઉપર અસર પાડે તો નવાઈ જેવુ નહિ હોય. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાની 540 ગ્રામપંચાયતોમાંથી 498 ગ્રામપંચાયતોની અંદાજે 4200થી વધુ બેઠકો માટે ચૂંટણી યોજવા ચૂંટણીપંચે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે આ ચૂંટણીમાં બેલેટ પેપર-સિક્કા મારીને મતદાન કરાવવાની તેયારી કરવામાં આવી છે.

રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી લડવા ઈચ્છતા અને સરપંચ બનવા ઈચ્છતા ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લાની 540 જેટલી ગ્રામપંચાયતર્થી 498 જેટલી ગ્રામપંચાયતની ચૂંટણી યોજાશે બાકીની 42 જેટલી ગ્રામપંચાયતની મુદત પુરી થયે ચૂંટણી યોજાશે 498 જેટલી ગ્રામપંચાયતોની અંદાજે 42000થી વધુ બેઠકો માટે યોજાનાર ચૂંટણી માટે રાજકીય પક્ષો અને ચૂંટણી તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે જોકે આ ચૂંટણી પક્ષના પ્રતિક ઉપરથી નથી લડાતી આ વખતે બેલેટ પેપરથી મતદાન થવાનું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.