Abtak Media Google News

રાજકોટ જિલ્લા સહકારી સંઘની ચુંટણી જાહેર કરવામાં આવી છે. પ્રાંત અધિકારી કે.જી. ચૌધરી દ્વારા જિલ્લા સંઘ સાથે સંયોજીત દરેક તાલુકા મંડળીઓનું તાલુકા દીઠ એક પ્રતિનિધિ મળી કુલ 15 બેઠક તેમજ જિલ્લા કક્ષાએ સંઘ સાથે સંયોજીત થયેલી મંડળીઓના બે પ્રતિનિધિ મળી કુલ 17 બેઠક   માટે આજથીથી ફોર્મનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ફોર્મનું વિતરણ  2 જાન્યુઆરી સુધી સવારે 11 થી 3 વાગ્યા સુધી મામલતદાર કચેરી દક્ષીણ માલવીયા કોલેજ પાસેથી મળશે. જયારે બે જાન્યુઆરી સુધીમાં ફોર્મ ભરી દેવાના રહેશે.

આજથી 4 જાન્યુઆરી સુધી ઉમેદવારી ફોર્મનું વિતરણ:8મીએ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે

સહકારી ક્ષેત્રમાં ફરી ગરમાવો:ચૂંટણી લડવા ઈચ્છતા મુરતિયાના મનમાં થનગનાટ

ઉમેદવારના ફોર્મની ચકાસણી તા.3 જાન્યુઆરીએ દક્ષીણ મામલતદાર કચેરી ખાતે કરવામાં આવશે અને ત્યારબાદ માન્ય ઉમેદવારની યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે. 4 થી 8 જાન્યુઆરી સુધીમાં ઉમેદવારી પત્ર પાછા ખેેંચવામાં આવશે અને બાદમાં 9મોએ હરીફ ઉમેદવારની આખરી યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે. રાજકોટ જિલ્લા સહકારી સંઘ લીમિટેડની ચુંટણી માટે 20મીએ સવારે 9 કલાકથી બપોરના 2 કલાક સુધી દક્ષીણ મામલતદાર કચેરી ખાતે મતદાન થશે.મતદાન પ્રક્રિયા પુર્ણ થયા બાદ બપોરે 3 કલાકે દક્ષીણ મામલતદાર કચેરીએ મત ગણતરી હાથધરી પરિણામ જાહેર કરવામાં આવશે.

રાજકોટ જિલ્લા સહકારી  સંઘની 17 બેઠક માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જિલ્લા સંઘ સાથે સંયોજિત દરેક તાલુકા મંડળીઓનું તાલુકા દીઠ એક પ્રતિનિધિ મળી કુલ 15 બેઠક તેમજ જિલ્લા કક્ષાએ સંઘ સાથે સંયોજિત થયેલી મંડળીઓના બે પ્રતિનિધિ મળી કુલ 17 બેઠક માટે આજથી ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ઉમેદવારી ફોર્મ પરત વેચવાની અંતિમ અવધિ 8મી જાન્યુઆરી નિયત કરવામાં આવી હોય આઠમીએ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે. રાજકોટ જિલ્લા સહકારી સંઘના તમામ ડિરેક્ટર બિનહરિફ ચૂંટાઈ આવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યો છે.

ચૂંટણીની તારીખ જાહેર થતાં સાથે જ સહકારી ક્ષેત્રમાં ફરી ગરમાવો આવી ગયો છે સહકારી આગેવાનો ચૂંટણી લડવા માટે તૈયાર થઈ રહ્યા છે.પ્રાંત અધિકારી કે.જી.ચૌધરી અને દક્ષિણ મામલતદાર સહિતનો સ્ટાફ ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.