Abtak Media Google News

મધ્યપ્રદેશમાંથી દર્દનાક ઘટના સામે આવી છે. ગુનાથી આરોન તરફ જઈ રહેલી એક બસમાં રાત્રે ભીષણ આગ લાગી હતી. ઘટનામાં બસ સંપૂર્ણપણે સળગી ગઈ. ઘટના સ્થળે પોલીસ પહોંચી ગઈ છે. દુર્ઘટનામાં 13 લોકો જીવતા ભુંજાયા છે. જ્યારે 16 જેટલાં લોકો ગંભીર રીતે દાજી ગયા છે. હાલ બસમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવાયો છે. તો એક ડઝન લોકોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.

દુર્ઘટનામાં મૃત્યું પામેલાના સ્વજનને ચાર લાખ અને ઘાયલોને 50 હજાર રુપિયાની આર્થિક સહાય અપાશે

બસની ફિટનેસ સર્ટિફિકેટ 17 ફેબ્રુઆરી, 2022નાં રોજ સુધીની હતી. વીમો 30 એપ્રિલ, 2021નાં રોજ પૂરો થઈ ગયો હતો. અધિકારીઓનું કહેવું છે કે ટીમ તપાસ કરી રહી છે. સંપૂર્ણપણે તપાસ કર્યા બાદ જ જાણમાં આવશે કે બસમાં કેટલા લોકો સવાર હતા અને કેટલા લોકોના દાજી જવાથી મૃત્યુ થયા છે. એટલુજ નહિ તંત્રની બેદરના પગલે જિલ્લા કલેકટર, રાજ્યના પરિવહન કમિશનર, જિલ્લા પોલીસ વડાને બદલી કરવામાં આવી છે.

મધ્યપ્રદેશના ગુનામાં બુધવારે અકસ્માત બાદ જે ખાનગી બસમાં આગ લાગી હતી તેની પાસે ફિટનેસ સર્ટિફિકેટ નહોતું.  આ ઉપરાંત બસ ભાજપના નેતાની હોવાનું બહાર આવ્યું છે. ગુના-આરોન રોડ પર બુધવારે રાત્રે લગભગ 9 વાગે બસ અને ડમ્પર વચ્ચે થયેલી અથડામણમાં કુલ 13 મુસાફરોના મોત થયા હતા. અકસ્માત બાદ તરત જ બસ આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી.પરિવહન વિભાગના અધિકારીઓને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના બીજી વખત ન ઘટે તે સુનિશ્ચિત કરવાનું કહ્યું છે.

દુર્ઘટનામાં મૃત્યું પામેલાના સ્વજનને ચાર લાખ અને ઘાયલોને 50 હજાર રુપિયાની આર્થિક સહાય આપવાના નિર્દેશ પણ અપાયા છે.દરમિયાન, વાહનવ્યવહાર અધિકારી રવિ બરેલીયા અને મુખ્ય મ્યુનિસિપલ ઓફિસર બી.ડી. કાટ્રોલિયાને અકસ્માતના સંદર્ભમાં ઢીલ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.  રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફાયર બ્રિગેડના આગમનમાં વિલંબને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. કેટલાક બચી ગયેલા લોકોના જણાવ્યા અનુસાર, બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હતો.  અન્ય એક પેસેન્જર, એક સગર્ભા મહિલાએ જણાવ્યું કે તેણીને કપાળ પર ઈજાઓ થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.