Abtak Media Google News

મતક્ષેત્રોમાં પોલીસ અને બીએસએફ જવાનોનું માર્ચપાસ્ટ: જાહેરનામાની અમલવારી

 

લોકાશાહીના આ મહાપર્વમાં લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને જોડાઈ તે માટે જૂનાગઢ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રચિતના નેતૃત્વમાં જાગૃતિલક્ષી તમામ પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. અને જરૂરી જાહેરનામા તથા હુકમો કરી દેવામાં આવ્યા છે, એ સાથે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની બેઠકોનો દોર શરૂ કરી સમીક્ષા અને સૂચનાઓ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવી થી છે ફ સાથે જૂનાગઢ જિલ્લાની વિધાનસભા બેઠકો પર મહત્તમ મતદાનના લક્ષ્યને હાંસલ કરવા  માટે તંત્ર પ્રતિબદ્ધ બન્યું છે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રચિત રાજના માર્ગદર્શનમાં જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે દિશાંમાં તૈયારીઓ કરી દેવામાં આવી છે. તેના ભાગરૂપે 86-જૂનાગઢ અને 87-વિસાવદર બેઠકના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ અને ઇજઋના જવાનો દ્વારા માર્ચ પાસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. મતદારો નિર્ભય અને આત્મવિશ્વાસ સાથે મતદાન કરી શકે તે માટે તંત્ર વિવિધ કવાયત કરવામા આવી રહી છે. આ સાથે મતદારો મતદાન કરવા માટે પ્રેરિત થાય માટે ચૂંટણી અધિકારીઓ અને તેમની ટીમ દ્વારા મતદારો સાથે વાર્તાલાપ પણ કરવામાં આવ્યો છે.

જૂનાગઢ જિલ્લાની પાંચ વિભાનસભા બેઠકના ઓબ્ઝર્વર રિવકાંત અને પિયુષ ભારદ્વાજ અધ્યક્ષતામાં ચૂંટણીલક્ષી વિવિધ મુદ્દાની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં  મોનીટરીંગ ટીમ, લીડબેંક મેનેજર, ચૂટણી ખર્ચ નોડલ,  આર.ઓ કક્ષાની ચૂંટણી ખર્ચ મોનીટરીંગ, એકસ્પેન્ડીચર મોનીટરીંગ સેલ તથા રજીસ્ટર માટે માહિતી આપવા સાથે જૂનાગઢ જિલ્લાની પાંચેય વિધાનસભા એસેમ્બલીમાં કાર્યરત ટીમોનાં કર્મચારીઓને જરૂરી સુચનો નોંધી તે મુજબ અધિકારીઓને કાર્યવારી કરવા માટે સુચનાઓ આપવામાં આવી હતી.

જૂનાગઢ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી મુક્ત, ન્યાયિક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ તેમજ કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે જળવાઈ રહે તે માટે જિલ્લામાં આવેલ તમામ પાકરક્ષણ તેમજ સ્વ-રક્ષણના પરવાના તળેના હથિયારો સંબંધકર્તા પરવાનેદાર પાસેથી મેળવી જમા લેવા  જિલ્લા મેજીસ્ટ્રેટની યાદીમાં જણાવાયું છે. આ હુકમ હેઠળ જમા લેવાયેલા હથિયારો સંબંધિત પોલીસ સ્ટેશનમાં રાખવાના રહેશે. જમા લીધેલ હથિયારની પહોંચ  આપવાની રહેશે. ચૂંટણીનું પરિણામ જાહેર થયાના એક અઠવાડિયા બાદ સંબંધિત પરવાનેદારને તેનું હથિયાર પરત સોંપવાનું રહેશે.

ચૂંટણી પ્રચાર દરમ્યાન જાહેર મિલ્કતને નુકશાન પહોંચાડીને બગાડ કરતો અટકાવવા માટે  જૂનાગઢ  જીલ્લા  મેજીસ્ટ્રેટ રચિત રાજ દ્વારા હુકમ થવાથી સમગ્ર જૂનાગઢ જિલ્લાના હદ વિસ્તારમાં  ચૂંટણી દરમ્યાન કોઇપણ જાહેર મિલકત/જાહેર જગ્યા પર, દિવાલ પર લખાણ કરવા પોસ્ટર્સ/કાગળો ચોંટાડવા અથવા કોઇપણ રીતે નુકશાન કરવા અથવા લખાણો, જાહેરાતના પાટીયા, ઝંડા વગેરે લગાડવા/પ્રદર્શીત કરવા દેવામાં આવશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.