Abtak Media Google News

– એચ.ડી. કુમારસ્વામી અને તેમની પત્નીએ મતદાન કર્યું

– 11 વાગ્યા સુધીમાં 24% મતદાન

– શ્રી શ્રી રવિશંકરે કર્યું મતદાન.

– 9 વાગ્યા સુધીમાં 10 ટકા મતદાન થયુ છે.

– દેવગૌડાએ તેમના પરિવાર સાથે કર્યું મતદાન

-મતદાન કરતા પહેલાં બાદામીથી ભાજપના ઉમેદવાર બી શ્રીરામુલુએ ગાયની પૂજા કરી.

– કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા સદાનંદ ગૌજાએ પુત્તૂરમાં મતદાન કર્યું. તેમણે કહ્યું છે કે, આ વખતે વધારે મતદાન થશે.

– ભાજપનાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર બી.એસ.યેદુરપ્પાએ સવારે  7 વાગે જ મતદાન કર્યું હતું.

આજ રોજનું મતદાન કે જે 58,546 મતદાન મથકો ખાતે 7 વાગે શરૂ થયું હતું, દરેક જગ્યાએ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ (ઇવીએમ) અને વોટર વેરીફયેબલ ઓડિટ ટ્રેલ્સ (વીવીપી.એ.ટી.) મશીન દ્વારા મતદાન થશે અને 6 વાગ્યા સુધી પૂર્ણ થશે. બે મતદારક્ષેત્રો, જયનગર અને આર. આર. નગરની ચૂંટણીને મોકૂફ રાખવામાં આવી છે.

જયનગરમાં, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ઉમેદવાર બી એન વિજય કુમારના મૃત્યુના કારણે  મતદાન અટકી પડ્યું છે તેમજ  નકલી મતદાર-આઈડી પકડવાના કારણે આર.આર. નગર માં મતદાન મુલતવી રાખવામાં આવેલ છે.

કુલ 2,654 ઉમેદવારો મેદાનમાં છે અને 4.96 કરોડ મતદારો, જેમાં 2.44 કરોડ મહિલાઓનો સમાવેશ થાય છે. 18-19ના વયજૂથના 15 લાખથી વધુ લોકો પહેલી વખત મતદાન કરનાર છે. 30 જિલ્લાઓમાં 224 વિધાનસભા બેઠકોમાંથી 222 બેઠકો પર સરળ અને શાંતિપૂર્ણ મતદાનની ખાતરી કરવા માટે ચુસ્ત અને કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.