Abtak Media Google News

આંદોલન છાવણીથી ડો.આંબેડકર સર્કલથી લક્ષ્મીનારાયણ ચોક થઈ શહેરના રાજમાર્ગો પર મૌન રેલી: માંગ નહીં સંતોષાતા ગાંધી ચિધ્યા માર્ગે

હળવદ નગરપાલિકા ખાતે  વાલ્મિકી સફાઈ કામદારો તારીખ 30/6  થી અચોકસ મુદતની હડતાલ  ઉતયો છે. હડતાલના છઠ્ઠા દિવસે પણ આ હડતાલ યથાવત છે અને આવતીકાલથી ભૂખ હડતાળ પર ઊતરશે.હળવદ વાલ્મિકી સફાઈ કામદારોને વર્ષોથી  કાયમી ન કરવામાં આવતા અને પાલિકા દ્વારા સામાજિક અસ્પૃષ્યતા રાખવામાં આવતી હોવાનું આક્ષેપ કર્યો હતો

અમારી સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અચોકસ મુદતની હડતાલ ચાલું રહેશે.આગામી દિવસમાં  નિરાકરણ નહીં આવે તો  રોડ રોકો  આંદોલન, નગરપાલિકા તાળાબંધી, આત્મવિલોપન કરવા સહિતની ચીમકી ઉચ્ચારી હતી. હળવદ નગરપાલિકા ખાતે 30 તારીખ થી  રોજમદાર સફાઇ કામદારો અચોક્કસ મુદતની  હડતાલ ઉતારીયો છ્ે. દલિત સમાજના આગેવાન સાવનભાઈ  મારૂડા જણાવ્યું હતું કે જયા  સુધી સમસ્યાનો સુખદ અંત નહિ આવે ત્યાં સુધી  અચોક્કસ મુદતની હડતાલ ચાલુ રહેશે,આગામી દિવસમાં માંગણી સંતોષોવામાં નહીં આવે તો નગરપાલિકાને તાળાબંધી  ધારણા પ્રદર્શન જેવા વિવિધ કાર્યક્રમો આપવામાં આવશે તેવી ચીમકી ઉતારી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.