Abtak Media Google News

આજે કોઠારીયા, મિલપરા અને પ્રહલાદ પ્લોટ સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારોમાં 42 ટીમોનું ચેકીંગ

શહેરમાં આજે સતત બીજા દિવસે વીજ તંત્રએ દરોડા પાડ્યા છે. કોઠારીયા, મિલપરા અને પ્રહલાદ પ્લોટ સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારોમાં 42 ટીમોએ ચેકીંગ હાથ ધર્યું છે.

ગઈકાલે હાથ ધરાયેલી ચેકીંગ ડ્રાઇવમાં 21 લાખની વિજચોરી પકડાઈ

આજે રાજકોટ સિટી સર્કલના રાજકોટ સિટી ડિવિઝન-1 હેઠળ કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.આવરી લેવામાં આવેલ સબ ડિવિઝનનું નામ કોઠારીયા રોડ જેમાં શિયાણી સોસાયટી, સાગર સોસાયટી, મહેશ્વરી સોસાયટી, ભવાની ચોક, ગોકુલનગર, બિશ્મિલ્લા પાર્ક, તક્ષશિલા 1 અને 2, ગાયત્રી હોલના વિસ્તારની નજીક, ભરતવન, પ્રહલાદ પ્લોટ સબ ડિવિઝનમાં આવરી લેવાયેલ વિસ્તાર:- કેનાલ રોડ, ભૂપેન્દ્ર રોડ, કોઠારિયા નાકા, દિવાનપરા, સોની બજાર, પેલેસ રોડ, મિલપરા સબ ડિવિઝનમાં આવરી લેવામાં આવેલ વિસ્તારમાં ભક્તિનગર સોસાયટી, ભક્તિનગર સર્કલ પાસનો વિસ્તાર, કોઠારિયા કોલોની, માસ્તર સોસાયટી, સોરઠીયાવાડી સર્કલને આવરી લેવામાં આવ્યા છે.

કુલ 42 ટુકડીઓ દ્વારા 11 કેવી નવદુર્ગા ફીડર,  11 કેવી ભક્તિનગર ફીડર, 11 કેવી 80 ફૂટ રોડ ફીડર, 11 કેવી ઉદ્યોગનગર ફીડર, 11 કેવી અમી ધારા ફીડર, 11 કેવી સોની બજાર ફીડર, 11 કેવી પેલેસ રોડ ફીડરને આવરી લેવામાં આવ્યા છે. બીજી તરફ ગઈકાલે રાજકોટ શહેર વર્તુળના રાજકોટ સિટી ડિવિઝન – 2 વિભાગ હેઠળ આયોજિત કોર્પોરેટ ડ્રાઈવમાં બેડીનાકા, પ્રદ્યુમન નગર સબ ડિવિઝનમાં  લક્ષ્મી છાયા સોસા., ગાંધી નગર સોસા., રંગ ઉપવન સોસા.,  જીવંતિકા નગર, જીવંતિકા પરા, ભારતી નગર, રઘુ નંદન, પોપટ પરા, મહર્ષિ, છત્ર પતિ આવાસ યોજના વગેરે વિસ્તારમાં 37 ટીમોએ દરોડા પાડ્યા હતા. જેમાં 1086 કનેક્શન ચેક કરાયા હતા. 115 કનેક્શનમાં ચોરી સામે આવતા તેમને 21 લાખનો દંડ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.