એક બિલાડીના કારણે ફ્લાઇટનું કરવું પડ્યું ઇમરજન્સી લેન્ડિંગ, જાણો કેમ

આપણે ઘણી વખત સાંભળ્યુ હશે કે કોઈક પ્રાણીએ આવતા જતાં માણસ પર હુમલો કર્યો અને તેને ઈજા પહોચાડી હોય. પરંતુ સુડાનમાં એક બિલાડીના કારણે વિમાનમાં વિચિત્ર પરિસ્થિતી સર્જાઈ જેના લીધે વિમાનની ઈમરજન્સી લેન્ડિંગ કરાવી પડી હતી. સુડાનનું એક પેસેન્જર વિમાનમાં એક બિલાડી પાયલોટના કેબિનમાં આવી અને પાઇલટ પર હુમલો કર્યો.

સુડાનના અલ-સુડાન અખબારના અહેવાલ મુજબ, ટાર્કો એવિએશનનું વિમાન (ફ્લાઇટ નંબર 3 ટી -234) સુડાનની રાજધાની ખારતૂમથી દોહા (કતાર) તરફ પ્રયાણ કરી રહ્યું હતું. ઉડાન ભર્યાના અડધી કલાક બાદ આ ઘટના બની હતી.

આ પછી, વિમાનને ખાર્તુમ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવુ પડ્યું હતું. આ ઘટના ગયા અઠવાડિયે બની હતી. એરલાઇન્સની તપાસમાં જાણવા મળ્યું છે કે બિલાડી વિમાન પર ચઢી હતી પહેલા સમજાયું હતું કે આ બિલાડી એક મુસાફરનું પાલતુ હશે અને તેમાંથી સામાનની બહાર આવી હશે પરંતુ તે કોઈક અજાણ્યા સ્થળે ફસાઈ ગઈ હતી. વિમનમાં આસપાસના વધુ લોકોને જોતા બિલાડી આક્રમક બની ગઈ અને તેણે ફ્લાઇટના કેપ્ટન પર હુમલો કર્યો. બિલાડીને પકડવાના નિષ્ફળ પ્રયાસો પછી, પાયલોટે ખાર્તુમ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર લેંન્ડિંગ કરવાનું નક્કી કર્યું.આ બિલાડી પાયલોટના કેબિનમાં પણ ઘણું નુકસાન કર્યું છે.આ પહેલીવાર નથી જ્યારે કોઈ બિલાડીએ વિમાનના કોકપિટમાં કેપ્ટન પર હુમલો કર્યો હતો. 2004 માં બ્રસેલ્સ એરલાઇન્સના પાઇલટ પર બિલાડી દ્વારા હુમલો કરવામાં આવ્યો