Abtak Media Google News

પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે યોજાનાર રેલીમાં સૌરાષ્ટ્રભરનાં કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉમટશે

ગુજરાત રાજય કર્મચારી સંકલન સમિતિએ પડતર પ્રશ્નો ના ઉકેલની માંગ સાથે આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કર્યા છે ત્યારે સરકાર તરફથી ચર્ચા-પરામર્શ કરવા અર્થે સંગઠનના હોદેદારો સાથે બેઠક કરવાનો પ્રસ્તાવ મુકયો હતો. આ પ્રસ્તાવ ઠુકરાવીને સમિતિ દ્વારા આજની રેલી યથાવત રાખવામાં આવી છે.

ગુજરાત રાજયના સરકારી કર્મચારીઓના પડતર પ્રશ્નોની રજુઆતો ઘણા લાંબા સમયથી સરકારને આપેલ હોવા સરકાર દ્વારા કોઈ હકારાત્મક પ્રતિભાવ ન મળતા રાજયના તમામ કર્મચારી સંઘો, મહાસંઘના હોદેદારોએ ગુજરાત રાજય કર્મચારી સંકલન સમિતિના નેજા હેઠળ આંદોલનના પ્રથમ તબકકાની દક્ષિણ-મધ્ય ગુજરાત ઝોનની રેલી વડોદરા ખાતેની રેલીની સફળતા બાદ સરકાર દ્વારા જુલાઈ-૨૦૧૮ થી ૨ ટકા મોંઘવારી આપવાની જાહેરાત કરી પરંતુ બીજા પ્રશ્ર્નોની ચર્ચા બેઠક સારુ સરકાર દ્વારા તા.૧૫/૨/૨૦૧૯ના પત્રથી તા.૧૬ ફેબ્રુઆરીના સાંજે ૪:૩૦ કલાકે કુલ ૨૦ મહામંડળો પૈકી ફકત સાત જ મહામંડળ, મહાસંઘોને બોલાવવામાં આવેલ એમાં પણ ચાર મંડળ તો ફકત સચિવાલય ફેડરેશનના હતા કે જેઓ આંદોલનમાં જોડાયેલ નથી.

આથી તમામ સંઘોએ એકી અવાજે સરકારને પત્ર લખી કર્મચારી પરામર્શ સમિતિના અધ્યક્ષ નાયબ મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને તમામ ૨૦ સંઘોના પ્રતિનિધિઓને બોલાવી ચર્ચા-બેઠક કરવા જણાવેલ. જેના અનુસંધાને સરકારે સદર બેઠક રદ કરવાની ફરજ પડી હતી ત્યારબાદ કોઈ પ્રત્યુતર નહીં મળતા આંદોલનના બીજા તબકકાની આગામી તા.૧૯ ફેબ્રુઆરીની રાજકોટ મુકામેની સૌરાષ્ટ્ર ઝોનની રેલીમાં ખુબ મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉમટી પડનાર છે. સદર રેલીમાં રાજય સરકારના વિવિધ વિભાગોના ગુજરાત રાજય કર્મચારી મહામંડળ, ગુજરાત રાજય મહેસુલ કર્મચારી મહામંડળ, ગુજરાત રાજય પંચાયત, આરોગ્ય કર્મચારી મહાસંઘ, ગુજરાત રાજય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ, ગુજરાત રાજય માધ્યમિક શિક્ષક સંઘ, ગુજરાત રાજય વર્ગ-૪ કર્મચારી મહામંડળ, ગુજરાત રાજય મહાનગરપાલિકા કર્મચારી સંકલન સમિતિ, ગુજરાત રાજય ન્યાયાલય કર્મચારી મહામંડળ, ગુજરાત રાજય બોર્ડ નિગમ કર્મચારી મહામંડળ, ગુજરાત રાજય કોલેજ વહિવટી મહામંડળ, ગુજરાત રાજય મહાનગરપાલિકા પ્ર.શિક્ષક સંઘ, ગુજરાત રાજય આચાર્ય સંઘ, ગુજરાત રાજય ઓફિસર ફેડરેશન, ગુજરાત રાજય પેન્શનર સંકલન સમિતિ વગેરે જોડાયેલ છે. સદરહું રેલીમાં ખાસ સૌરાષ્ટ્રના તમામ જીલ્લામાંથી તમામ વિભાગોના કર્મચારીઓ ઉપસ્થિત રહેનાર છે એવું જીલ્લા પ્રમુખ બાબુભાઈ ખાંડેખાએ જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.