Abtak Media Google News

આર્થિક નબળી પરિસ્થિતિને લઇને મર્જ ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયાનાએ કર્યો નિર્ણય: સરકાર પુરતી કેપીટલ ફાળવતી ન હોવાનું મુખ્ય કારણ આપતા જતીન ધોળકીયા

થોડા સમય પહેલા ગર્વમેન્ટ ઓફ ઇન્ડીયાએ ત્રણ મુખ્ય બેંકોનો એકાંકી કરણ કરવાનો નિર્ણય લીધેલો જેમાં બેંક ઓફ બરોડા, દેના બેંક અને વિજયા બેંક સામેલ છે. આ ત્રણેય બેંકો ખોટ કરતી હોવાના દાવાએ બેંકોને મર્જ કરવાનો નિર્ણય સરકારે લીધો છે.

ખરા અર્થમાં તો બેંકોની જે નબળી પરિસ્થિતિ થઇ છે એનું મુળભુત કારણ નોન પર્ફોમીંગ એસેટ છે જેને રીકવર કરવા માટે સરકાર કોઇ કાયદાઓનો અમલ કરતી નથી અને એના કારણે બેંકોની ૫રિસ્થિતિ ઓ ખરાબ થઇ છે ખરેખર બેંકોને પુરી માત્રામાં કેપીટલ દેવાની જરુર છે જે સરકાર પૈસા નથી તેવા બહાનાઓ બતાવી રહી છે.Vlcsnap 2018 10 24 12H15M55S132જેના વિરોધમાં આજે સમગ્ર ભારતમાં ૧૦ લાખ બેંક કર્મચારીઓ અને અધિકારીઓ ભેગા મળી અને આનો વિરોધ દર્શાવવાનું શરુ કર્યુ છે. આજે એના ભાગરુપે સમગ્ર ભારતમા આંદોલનનો કાર્યક્રમ શરુ થયો છે. આંદોલનકારીઓ ડેમોસ્ટ્રેશન કરી રહ્યા છીએ બેંકોનું એકાંકી કરણ થશે તો બેંકોની શાખાઓ બંધ થશે. ભરતીઓ બંધ થશે. તદઉપરાંત જે એકઝીસ્ટીંગ કર્મચારીઓ અને ઓફીસરો છે.

તેમની આડે ધડ બદલીઓ તથા તેમની પણ છટણી કરવા માટે એના જે કોઇ પણ પગલાઓ સરકાર હાથ ધરવાની છે. અત્યારે ધરણા ડેમોસ્ટ્રેશનના કાર્યક્રમો થઇ રહ્યા છે. પરંતુ હજી જો સરકારની આંખ નહી ઉઘડે તો હડતાલથી માંડીને અનેક ઉગ્ર કાર્યક્રમો આપીશું. તેમ બેંક કર્મચારી જતીન ધોળકીયા દ્વારા જણાવાયું છે. આ બાબતને લઇને બેંક ઓફ બરોડા દ્વારા રોષભેર સુત્રોચ્ચાર કરાયા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.