સમાજના દુશ્મન:માસ્ક પહેર્યા વિનાના ૭૬ બેજવાબદારો દંડાયા

બાયો મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરનાર કોટક હોસ્પિટલને પણ ૧૦ હજારનો દંડ ફાટકારાયો

કોર્પોરેશન દ્રારા આજે  શહેરના વિવિધ વિસ્તારમાં માસ્ક નહી પહેરતા લોકો સામે ડ્રાઈવ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.જેમાં ૭૬ આસામીઓ પાસેથી દંડ વસુલ કરવાં આવ્યો હતો.ભિલવાસ ચોકમાં કોટક હોસ્પિટલ પાસેથી જાહેરમા બાયોમેડીક્લ વેસ્ટ ફેક્તા સબબ ૧૦ હજારનો દંડ વસુલાયો હતો.જ્યારે

જાહેરમા કચરો ફેક્તા, જાહેરમા થુક્તા અને સિંગલ યુઝ પ્લાસ્ટીક વાપરવા બદલ ૨૪ આસામી પાસેથી  ૯ હજારનો  વહિવટી ચાર્જ વસુલ કરાયો હતો.

સરકાર દ્વારા કેટલીક શરતો સાથે  વ્યવસાય ચાલુ કરવા છૂટ આપવામાં આવી છે,  લોકોએ સામાજિક અંતર રાખવું, માસ્ક પહેરવું જેવા નિયમોનું પાલન કરવું આવશ્યક છે. શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે.

આજે ચેકિંગ દરમિયાન શહેરના ઈસ્ટ ઝોન વિસ્તારમાં૧૪ વ્યક્તિઓ,વેસ્ટઝોનમાં ૧૩ વ્યક્તિઓ અને સેન્ટ્રલ ઝોનમાં૧૯વ્યક્તિઓ માસ્ક પહેર્યા વિના નીકળતા દંડાયા હતા. જગ્યારોકાણ શાખા દ્રારા ૩૦ વ્યક્તિ પાસેથી દંડ વસુલ કરાયો હતો.આ કામગીરી નાયબ મ્યુનિ. કમિશનર એ.આર.સિંહના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર નીલેશ પરમાર તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ટીમ તથા જગ્યા રોકાણ શાખા દ્વારા કરવામાં આવી હતી.