Abtak Media Google News

કેથોલિક ચર્ચમાં રોશનીના શણગાર સાથે મીણબતી પ્રજવલિત કરી ‘ઈસુ’ના સંદેશને અનુયાયીઓ સુધી પહોંચાડયો

નાતાલ એ વિશ્ર્વનો સૌથી મોટો તહેવાર છે. ઈસુ ખ્રિસ્તના જન્મ દિવસની ઉજવણી કરવા માટે પશ્ર્ચિમમાં રજાની મોસમમાં ભવ્ય ઉજવણી કરવામા આવે છે. ભારત એક ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર છે જે બધા ધર્મોનું ઘર છે. અને ખ્રિસ્તી ધર્મ આ વિવિધ વૈવિધ્યપૂર્ણ રાષ્ટ્રનો એક ભાગ છે. બધા લોકો દર વર્ષે ૨૫મી ડિસેમ્બરની રાહ જોતા હોય છે. આ ઉત્સવ ભારતીય લોકો સુંદર રીતે ઉજવે છે. અને દરેક દેશમાં અલગ અલગ નાતાલ ઉજવે છે. કેટલાક લોકો સવારે તો કેટલાક રાત્રે ઉજવે છે. દક્ષિણ અને પૂર્વોતર ભાગોમાં મોટા પ્રમાણમાં ઉજવવામાં આવે છે.

01 1

ન્યુ ટેસ્ટામેન્ટમાં વર્ણાવેલ પરંપરાગત નાતાલની કથા, ઈસુની જન્મ કહે છે કે ઈસુનો જન્મ બોધલેહેમમાં અવ્યવસ્થિત ભવિષ્યવાણીને અનુસરીને થયો હતો. ઈસુના જન્મનો મહિનો અને તારીખ અજાણ હોવા છતાં ચોથી સદીની શરૂઆતમાં ચર્ચ ૨૫ ડિસે.ની તારીખ નકકી કરી હતી રોમન કેલેન્ડર પર શિયાણી અયનકાળની તારીખને અનુરૂપ છે.મોટા ભાગનાં ખ્રિસ્તીઓ ૨૫ ડિસે.ના રોજ ગ્રેગોરિચન કેલેન્ડરમાં ઉજવે છે. જોકે પૂર્વીય ક્રિશ્ર્ચિયન ચર્ચનોભાગ જુલિયન કેલેન્ડરનાં ૨૫ ડિસે.ના રોજ ક્રિસમસ ઉજવે છે. જે હાલમાં ગ્રેગોરિયન કેલેન્ડરમાં ૭ જાન્યુ.ને અનુરૂપ છે. ખ્રિસ્તીઓ માનતા હતા કે ભગવાન માનવતાના પાપોનું પ્રાયશ્ર્ચીત કરવા માટે વિશ્ર્વમાં ઈસુની ચોકકસ જન્મ તારીખ જાણવાને બદલે, નાતાલની ઉજવણીનો મુખ્ય હેતુ માનવામાં આવે છે.

3 3

નાતાલનું મહાન સાંસ્કૃતિક મહત્વ છે. કારણ કે ભારતના દરેક રાજયમાં અનન્ય રીતે ઉજવવામાં આવે છે. ભારત જેવા દેશોમાં જયાં અસંખ્ય બહુ-ધાર્મિક તહેવારોને કારણે દર બીજા મહિને રાષ્ટ્રીય રજા હોય છે. નાતાલને ખ્રિસ્તીઓનો સૌથી મોટો ઉત્સવ માનવામાં આવે છે.આ દિવસે ખ્રિસ્સી પરિવારો ભેગા થાય છે. અને તારણહાર ઈસુ ખ્રિસ્તના જન્મની ઉજવણી કરે છે. ભારતમાં શ્રેષ્ઠ નાતાલ ગોવામાં હોવાનું મનાય છે. ગોવાના પરિવારો નવેમ્બરથી જ શરૂઆતની તૈયારીઓ શરૂ કરે છે.

05 1

ભારતનો દક્ષિણ ખાસ કરીને કેરળ રાજયમાં ઘણા લોકો ડિસેમ્બરની શરૂઆતથી નાતાલના દિવસ સુધીવ્રત રાખે છે.નાતાલના મુખ્ય તહેવારો ક્રિસમસ ટ્રીથી ઘરને સજાવટ કરે છે. ઘણા લોકો પાડોશમાં જે પણ વૃક્ષ મળે તે ઘરે લઈ આવે છે અને તેને સજાવે છે. ઘણા બધા લોકો ક્રિસમસ માટે મિઠાઈઓ અને નાસ્તા બનાવે છે. ક્રિસમસમાં કેક, ધુજીયા, ગુલાબની કૂકીઝ વગેરે વાનગીઓ બનાવે છે. બીજી બાજુ ઘણા લોકો પરિવાર અને મિત્રોને ભેટો આપે છે. બાળકો ખાસ કરીને સાંતાકલોઝની રાહ જુએ છે. બાળકો રાત્રે ઓશીકા નીચે મોજુ રાખતા હોય છે. જેમાં સાંતાકલોઝ આવીને ગીફટ રાખતા હોય તેવું બાળકો માનતા હોય છે. પરંતુ તેમના માતા-પિતા જ ગીફટ મૂકે છે.

ભગવાન ઈસુના સંદેશનું વાંચન

ખ્રિસ્તીઓનાં પવિત્ર તહેવાર નાતાલની ઉજવણીમાં આ વખતે કોરોના વિઘ્ન બન્યું છે. સામાન્ય રીતે ચર્ચમાં સાજે શણગાર સાથે રાત્રે થતી નાતાલની ઉજવણી રાત્રી કફર્યુંને કારણે થઈ શકી નથી. શહેરના કેથોલિક ચર્ચમાં ગૂરૂવારે સાંજે જ ઉજવણી કરી લેવાઈ હતી. ફુગ્ગાઓ અને રોશનીના શણગારથી માહોલ દીપી ઉઠ્યો હતો. ફાધરે મીણબતી પ્રગટાવી અને ભગવાન ઈશુના સંદેશને ઉપસ્થિત લોકો સુધી પહોચાડયો હતો.

દેશની જુદી જુદી ભાષાઓમાં નાતાલ બોલાય છે

હિન્દીમાં શુભાક્રિસમસ, ઉર્દૂમાં ક્રિસમસ મુબારક, સંસ્કૃતમાં કિષ્માસ્ય શુભકામના ગુજરાતીમાં આનંદીનાતાલ, બંગાળીમાં શુભાબાઓડિન, તમિળમાં કોટીસ્ટુમસ વટુટકા, કોંકણીમાં ખુશાલ, બોરીટ નતાલા, કન્નડમાં ક્રિસમસા હબદા શુભાશાયગલું, મિર્ઝોમાં ક્રિસ્મસ ચિબાઈ, મરાઠીમાં શુજા નાતાભ, પંજાબીમાં કરિશ્મા તે નવા સુલાખુલાઈ વાલી હેવે, મલયાલમમાં ક્રિસમસઈ મંગળાશમસક’ આમ વિવિધ ભાષામાં બોલવામાં આવે છે.

શા માટે ક્રિસમસ ટ્રીને શણગારવામાં આવે છે?

ક્રિસમસ એક માત્ર એવો તહેવાર છે કે  જે આખા વિશ્વમાં લોકો ધામધૂમથી ઉજવે છે. ખાસ કરીને ભૂલકાઓ સાંતા ક્લોજના આવવાની રાહ જોતા હોય છે.  ક્રિસમસનો તહેવાર ઘણા દેશમાં ઉજવાય છે. આ દીવસે ખ્રિસ્તી લોકો ટ્રીને શણગારી ક્રિસમસની ઉજવણી કરે છે. ક્રિસમસ ટ્રીને સજાવવા ઘણી બધી વસ્તુઓનો  ઉપયોગ કરાય છે. આ બધી વસ્તુઓ પાછળ કોઈ ન કોઈ કારણ પણ છે. આવો જાણી શું છે એ ક્રિસમસ ટ્રીને શણગારવા પાછળનું રહસ્ય.

૧. ક્રિસમસ ટ્રી:- ક્રિસમસ ટ્રીને પહેલીવાર માર્ટિન લ્યૂથર જે જર્મનના ઉપદેશક હતા , તેણે ૧૬વી શતાબ્દીમાં સજાવ્યું હતું. પહેલા ફળ  વાળા ટ્રી સજાવતા હતા પણ હવે સમય બદલ્વાની સાથે તેને પ્લાસ્ટિકના રૂપ લઈ લીધું છે. આજકાલ તો નાના અને મોટા આકારના ક્રિસમસ ટ્રી સરળતાથી મળી જાય છે.

૨. સ્ટાર:- ક્રિસમસ ટ્રીને સૌથી ઉપર સિતારા લગાવાય છે. સ્ટારનો મતલબ છે કે લોકો તેના સહારે જીસસ સુધી પહોંચી શકે છે. પણ હવે તેની જગ્યા ફૂલ , માળા કે જીસસની મૂર્તિ પણ લગાવાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.