વિધાનસભાની ચૂંટણી ટાણે જ અહી અહીંથી ઝડપાયો ઈંગ્લીશ દારૂ

વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. પોલીસ દ્વારા બેનામી વ્યવહારો અને ગેરકાયદેસર પ્રવૃત્તિ પર બાઝ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે પોલીસને વધુ એક સફળતા મળી છે. ભાવનગરમાં ઈંગ્લીશ દારૂ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.

ભાવનગર LCB અને પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફ દ્વારા નિલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી વિધાનસભા ચુંટણી સંદર્ભે પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન મળેલી બાતમીના આધારે માધવ કોમ્પ્લેકસવાળા ખાંચામાંથી નીચે મુજબનાં આરોપી નીચે મુજબનાં ઇંગ્લીશ દારૂનાં જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યા છે.

પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. પી.બી.જાદવ, પો.સબ ઇન્સ. બી.એચ.શીંગરખીયા, પી.બી.જેબલીયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પો.સબ ઇન્સ. કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને આગામી વિધાનસભાની ચુંટણીને ધ્યાને લઇ ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ- જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા કડક સુચના આપી હતી.

પકડાયેલ આરોપીઃ-

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂ સાથે રાજદિપસિંહ વનરાજસિંહ ચુડાસમાને પોલીસે પકડી પાડ્યો છે.

કબ્જે કરેલ મુદ્દામાલઃ-

પોલીસે જપ્ત કરેલ મુદ્દામાલમાં મેકડોવેલ્સ નં.૧ કલેકશન વ્હીસ્કી ઓરીજનલ કંપની સીલપેક ૭૫૦ ML બોટલ નંગ-૬૦ કિ.રૂ.૨૨,૫૦૦/-, સફેદ કલરની નંબર પ્લેટ વગરની મારૂતિ અલ્ટો કાર કાર-૧ કિ.રૂ.૨૫,૦૦૦/- વીવો કંપનીનો મોડલ નંબર-VIVO1807મોબાઇલ કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ રૂ.૫૨,૫૦૦/- નો મુદ્દામાલનો સમાવેશ થાય છે.

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-

પોલીસ ઇન્સ. પી.બી.જાદવ પો.સબ.ઇન્સ. કે.એમ.પટેલ, પી.બી.જેબલીયા સ્ટાફનાં ઘનશ્યામભાઇ ગોહિલ, વિઠ્ઠલભાઇ બારૈયા, બાવકુદાન કુંચાલા, ભહિપાલસિંહ ચુડાસમા, સંજયભાઇ ચુડાસમા, ચંદ્દસિંહ વાળા, ઇમ્તિયાઝખાન પઠાણ, લાખાભાઇ મકવાણાએ કામગીરી કરી હતી.