Abtak Media Google News

વોડાફોન યુઝર્સ માટે આનંદો. વોડાફોન ઇન્ડિયાના પોતાના યુઝર્સ માટે ૭૯૯ રૂપિયા અને ૫૪૯ રૂપિયાના બે પ્રીપેડ પ્લાન પ્રસ્તુત કરવાની તૈયારીમાં છે. કંપની આ પ્લાન્સના દ્વ્રારા સંપૂર્ણપણે Jio ને ટક્કર આપવાની તૈયારીમાં છે. સુત્રો અનુસાર, વોડાફોન પોતાના ૭૯૯ રૂપિયા વાળા પ્લાનમાં પ્રતિદિવસ ૪.૫ જીબી ડેટા, જયારે ૫૪૯ રૂપિયા વાળા પ્લાનમાં પ્રતિદિવસ ૩.૫ જીબી ડેટા આપવામાં આવશે. વોડાફોનના આ પ્લાન્સ આવનારા દિવસોમાં પોપ્યુલર સર્કલમાં લોન્ચ કરવામાં આવશે.

Advertisement

 ૫૪૯ રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં યુઝર્સને ૨૮ દિવસ માટે કુલ ૧૧૨ જીબી હાઈ સ્પીડ ડેટા આપવામાં આવશે. જેમાં યુઝર્સને પ્રતિદિવસ ૪ જીબી ડેટા મળશે. જેમાં ૮ દિવસ માટે પ્રતિદિવસ ૩.૫ જીબી ડેટાની સાથે કોલિંગની સુવિધા મળશે.

૭૯૯ રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં યુઝર્સને પ્રતિદિવસ ૫ જીબી ડેટા મળશે. આ પ્લાનની વેલીડીટી ૨૮ દિવસની હશે. આ પ્લાનમાં અનલિમિટેડ લોકલ/એસડીટી કોલ, રોમિંગ કોલની સુવિધા પણ મળશે. જ્યારે તેમાં યુઝર્સ પ્રતિદિવસ ૧૦૦ SMS નો આનંદ ઉઠાવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.