Abtak Media Google News

આવતા વર્ષે 4.11 લાખ લોકોને કેનેડામાં આવવા માટે પ્રોત્સાહિત કરાશે.

વિદેશ અભ્યાસ કરવા ઇચ્છતા દરેક વિદ્યાર્થીઓને અમેરિકા બાદ કેનેડા જવા માટે ઈચ્છા દાખવતા હોઈ છે. ત્યારે સામે કેનેડિયન સરકારે પણ આગામી વર્ષથી ચાર લાખથી વધુ લોકોને કેનેડા આવવા માટે પ્રોત્સાહિત કરશે. એટલું જ નહીં ભારતના વિદ્યાર્થીઓ કે જે કેનેડા અભ્યાસ કરવા અને ત્યાં સ્થાઈ થવા માંગતા હોય તેમને પણ વિશેષ રૂપથી તક આપવામાં આવશે. કેનેડિયન સરકારનું માનવું છે કે વધુને વધુ લોકો કેનેડા આવે તે સરકાર પૂછી રહી છે જેથી આર્થિક સ્થિતિ અને આર્થિક વિકાસ પૂર્ણ રૂપથી શક્ય બની શકે.

કોરોનાના કપરા સમય બાદ કેનેડામાં પોસ્ટ પેંડેમીકને લઇ લેબર શોર્ટજ વધ્યું છે. ત્યારે આ સ્થિતિનું નિર્માણ આવનારા સમયમાં ન આવે તે માટે કેનેડાની સરકાર આ મુદ્દે સતત ચર્ચા અને વિચારણાં કરી રહી છે ત્યારે નવા વર્ષના ટાર્ગેટ ના ભાગરૂપે 4.11લાખનો ટાર્ગેટ નિર્ધારિત કરવામાં આવ્યો છે અને આ તમામ લોકોને પર્મનેન્ટ રેસિડેન્ટ શિપ પણ આપવામાં આવી શકે છે.

કેનેડામાં રોજગારીની વિપુલ તકો જોવા મળતી હોય છે ત્યારે આવનારા સમયમાં ભારતના લોકોને પણ આ તકનો ખૂબ મહત્તમ લાભ મળશે. ચાલુ વર્ષમાં અન્ય દેશોની સરખામણીમાં કેનેડામાં જોબ વેકેન્સી નું પ્રમાણ ખૂબ જ વધ્યું છે બીજી તરફ લોકોનો પણ ઝુકાવ કેનેડા તરફનો વધતા વિવિધ પ્રકારે તક ઊભી થશે તેવું ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.