Abtak Media Google News

466 વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા આપી તેમાંથી 20 થી 25 બાળકને કરાશે પસંદ

પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 23 વર્ષથી ભણવામાં તેજસ્વી પરંતુ આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ બાળકો માટે જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે. સરકારી તેમજ ખાનગી શાળાઓમાં ધો .7 ની છ માસિક પરીક્ષામાં 85 % કે તેથી વધુ ટકાવારી સાથે ઉત્તિર્ણ થનાર બાળકો આ પ્રોજેક્ટમાં પસંદગી પામવા પ્રવેશ પરીક્ષા આપવા હકદાર બને છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત દર વર્ષે આશરે 450 થી 500 વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા આપે છે જેમાંથી 20 થી 25 જેટલા બાળકો પસંદ કરવામાં આવે છે . પસંદ થયેલા બાળકોને ધો .8 થી શહેરની શ્રેષ્ઠ શાળાઓમાં એડમિશન અપાવી ધો .12 સુધીનો તમામ શૈક્ષણિક ખર્ચ જેવો કે સ્કૂલ ફી , પુસ્તકો માર્ગદર્શિકાઓ, યુનિફોર્મ, બુટ મોજા, દફ્તર સહિતનો તમામ ખર્ચ ટ્રસ્ટ ભોગવે છે . ટ્રસ્ટના ભવન ખાતે ગ્રુપ ટ્યુશનની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. સ્કૂલે આવવા જવા માટે સાઇકલ પણ આપવામાં આવે છે . તેમજ જરૂર પડયે વિનામૂલ્યે આરોગ્ય સારવારનો ખર્ચ પણ ટ્રસ્ટ ભોગવે છે . છેલ્લા 23 વર્ષથી ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતા આ જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજે શરૂઆતની બેચના લાભાર્થી છાત્રો હાલમાં ડોક્ટર એન્જિનિયર અધ્યાપક , ફાર્માસિસ્ટ સહિતની ડિગ્રીઓ મેળવી સારા સારા ડિપાર્ટમેન્ટમાં જોબ મેળવી પગભર થઈ ચૂક્યા છે અને પોતાના કુટુંબના તારણહાર બની ગયા છે.

રવિવાર તા.23/4/2023 ના ચાણક્ય સ્કૂલ ખાતે લેવાયેલ પરીક્ષામાં 465 વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા આપી હતી.. જેમાં ગણિત – વિજ્ઞાન – અંગ્રેજી – સામાજિક વિજ્ઞાન એમ ચાર વિષયોનો સમાવેશ કરવામાં આવેલ હતો. છ કલાક સુધી ચાલતી આ પરીક્ષા વચ્ચે તમામ વિદ્યાર્થીઓને

ભાવતા મિષ્ટ ભોજન ટ્રસ્ટ દ્વારા કરાવવામાં આવે છે . પરીક્ષા કોઈપણ જાતના ભેદભાવ રાખ્યા વગર સંપૂર્ણપણે પારદર્શક રીતે લેવામાં આવે છે , પરીક્ષા ટ્રસ્ટના ટ્રસ્ટી  અંજલીબેન રૂપાણી ડો.મેહુલભાઈ રૂપાણી તથા અમીનેશભાઈ રૂપાણીના સાનિધ્ય અને તેમના માર્ગદર્શન અંતર્ગત લેવામાં આવેલ હતી.

પરીક્ષા દરમ્યાન રાજકોટનાં પ્રતિષ્ઠિત મહાનુભવો સર્વ બીનાબેન આચાર્ય ધનસુખભાઈ ભંડેરી, ડો.જૈમનભાઈ ઉપાધ્યાય , ડો.અમિતભાઈ હાપાણી , ડો.વેકરીયા સાહેબ , જીતુભાઈ રાઠોડ પરેશભાઈ હુંબલ , કોમલબેન હુંબલ , કનુભાઈ હિંડોચા મિત્સુબેન વ્યાસ વગેરે મહાનુભવો ઉપસ્થિત રહી પરીક્ષાર્થી બાળકોને શુભેચ્છા પાઠવી હતી.

આજની આ પ્રવેશ પરીક્ષા સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે ટ્રસ્ટી  અંજલીબેન રૂપાણી , ડો.મેહુલભાઈ રૂપાણી , અમીનેશભાઈ રૂપાણી અને ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન અંતર્ગત જ્ઞાનપ્રબોધિની કમિટી મેમ્બર્સ  જયેશભાઈ ભટ્ટ , હિંમતભાઈ માલવિયા , મીરાબેન મહેતા , હસુભાઈ ગણાત્રા , સી.કે.બારોટ , ગીતાબેન તન્ના , ભારતીબેન બારોટ કાર્યકર્તાઓ કનુભાઈ હિંડોચા , જયસુખભાઈ ડાભી , કે બી ગજેરા , રાજુભાઈ શેઠ કિશોરભાઈ ગમારા , ઉમેશભાઈ કુંડલીયા જીજ્ઞેશભાઈ રત્નોતર , દિલીપભાઈ મિરાણી , યાત્રાબેન જોશી , સ્વાતિબેન ચૌહાણ વહીવટી અધિકારી  ભાવેનભાઈ ભટ્ટ, કો – ઓર્ડીનેટર  સાગરભાઇ પાટિલ કર્મચારીઓ શીતલબા ઝાલા, પ્રેમભાઈ જોશી રત્નોતર અંજનાબેન ધાનીબેન મકવાણા, પ્રીતિબેન મહેતા, મંજુલાબેન ભાલાળા, કુમારખાણીયા શિલ્પાબેન, ભગવતીબેન કુંઢીયા , મકવાણા વર્ષાબેન, જાનકીબેન રામાણી, નેહાબેન સોલંકી, દીપકભાઈ જોશી, પ્રવીણભાઈ ખોખર , કાંતિભાઈ નિરંજની, નયનાબેન ડાભી, એચ.એન. શુક્લા કોલેજના કર્મચારી  ભુપેશભાઈ જાદવ,  તથા ત્યાંના કર્મચારીઓ રશ્મિબેન બગથરિયા, ધર્મિષ્ઠાબેન ઝાલા વગેરે તેમજ જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્ટના પૂર્વ વિદ્યાર્થીઓ તથા હાલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવેલ હતી.

વિશેષ માહિતી માટે ટ્રસ્ટના વહીવટી અધિકારી  ભાવેનભાઈ ભટ્ટ નો ફોન નંબર 0281- 2704545 અથવા 2701098 પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.