Abtak Media Google News

શહેરના સર્વશ્રેષ્ઠ અર્વાચિન રાસોત્સવના સથવારે ર્માં જગદંબાની આરાધના કરશે હજ્જારો રાસરસિકો તમામ તૈયારીઓને આખરી ઓપ: રેસકોર્સમાં સાંજ પડશે અને થશે રાસોત્સવનો સૂર્યોદય

વિશ્ર્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવનો આજથી શુભારંભ થઇ ચુક્યો છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના કપરા કાળના કારણે ગુજરાતની ગરિમા અને અસ્મિતા ગણાતા એવા ગરબાને થોડી ઝાંખપ લાગી જવા પામી હતી. ફરી એક વખત રાસોત્સવના સુવર્ણ દિવસો પરત ફરી રહ્યા છે ત્યારે માત્ર રાજકોટ જ નહિં પરંતુ રાજ્યના પ્રથમ પંક્તિના અર્વાચિન રાસોત્સવ એવા ‘અબતક-સુરભી’ના સંગાથે નવરાત્રિની રંગત જમાવવા માટે ખેલૈયાઓ જબ્બરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે સાંજ પડતાની સાથે રેસકોર્ષ ગ્રાઉન્ડમાં રાસોત્સવનો સૂર્યોદય થશે. તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ખેલૈયાઓને ઉમળકાભેર આવકારવા ‘અબતક-સુરભી’ પરિવાર ખૂબ જ આતુર છે.

 

ખ્યાતનામ ગાયક કલાકારો, વિશ્ર્વ પ્રસિદ્વ સાજીંદાઓ અને રાસરસિકો તથા પ્રેક્ષકોને જકડી રાખતા એન્કર ઉપરાંત જડબેસલાક સિક્યુરિટી વ્યવસ્થાના કારણે ‘અબતક-સુરભી’ રાસોત્સવ માત્ર રાજકોટ કે સૌરાષ્ટ્ર નહિ પરંતુ ગુજરાતભરમાં પોતાની એક અલગ જ ઓળખ ધરાવે છે. રાજકોટના રાસરસિકોની પહેલી પસંદ વર્ષોથી માત્રને માત્ર ‘અબતક-સુરભી’ રાસોત્સવ રહ્યું છે. આ વખતે નવરાત્રિના નવલા દિવસોમાં સતત નવ દિવસ સુધી જીતુદાદ ગઢવી, ફરિદા મીર, આશિફ જેરીયા જેવા કલાકારો પોતાની સુરીલી કંઠનું કામણ પાથરી ખેલૈયાઓને જોમ પુરૂં પાડશે. જ્યારે સંચાલન જાણિતા મહિલા એન્કર લવલી ઠક્કર દ્વારા કરવામાં આવશે. બે વર્ષ બાદ રંગેચંગે નવરાત્રિ મહોત્સવની ઉજવણી થઇ રહી છે ત્યારે રાજકોટના ખેલૈયાઓને અન્ય અર્વાચિન રાસોત્સવથી કંઇક અલાયદુ જ પીરસવા માટે ‘અબતક’ના મેનેજીંગ એડિટર સતિષકુમાર મહેતા અને સુરભીના ચેરમેન વિજયભાઇ વાળાએ ઝીણવટભરી કાળજી લીધી છે. રિધમની દુનિયામાં જેનું દેશ-વિદેશમાં નામ ગુંજી રહ્યું છે તે કાલુ ઉસ્તાદ રિધમ સેક્શનનું સંચાલન કરશે. દિપક વાઢેલ, અભય વ્યાસ, અમિત ભાલીયા મ્યુઝિક સેક્શન સંભાળશે જ્યારે ઝીલ એન્ટરટેઇનમેન્ટ ગ્રુપના સથવારે ખેલૈયાઓ મન-મૂકીને ડોલી ઉઠશે.

Screenshot 6 10 Screenshot 7 7

કોઇપણ પ્રકારની મુશ્કેલીનો ખેલૈયાઓએ સામનો ન કરવો પડે તે માટે સમગ્ર ગ્રાઉન્ડ પર નેટફ્લોરિંગ કરવામાં આવ્યું છે. બાઉન્સરો દ્વારા ચુસ્ત સિક્યુરિટી વ્યવસ્થા જાળવી રાખવામાં આવશે. ‘અબતક-સુરભી’ રાસોત્સવના આંગણે ઘૂમી ર્માં જગદંબાની આરાધના કરવા માટે ખેલૈયાઓમાં જબ્બરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Screenshot 8 7

આજે રાત્રે 8:00ના ટકોરે ર્માં અંબાની આરતી બાદ રાસોત્સવનો આરંભ થઇ જશે. જેમાં પ્રથમ દિવસથી જ વિજેતા બનનાર પ્રિન્સ-પ્રિન્સેસ સહિતના વિજેતાઓને લાખેણા ઇનામોથી નવાજવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.