Abtak Media Google News

પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા સમાજના પછાત તેમજ છેવાડાના વિસ્તારો માટે ચલાવાઈ રહેલા વિવિધ ૧૨ જેટલા સેવાકીય પ્રોજેકટ અંતર્ગત ભણવામાં તેજસ્વી પરંતુ આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજેકટ ચલાવવામાં આવે છે.

Advertisement

ઉપરોકત પ્રોજેકટ અંતર્ગત ધો.૭માં સરકારી કે ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવતા વિદ્યાર્થીઓ કે જેમણે સાતમાં ધાેરણમાં પ્રથમ સેમસ્ટરમાં ૮૫ ટકા કે તેથી વધુ માર્કસ મેળવ્યા છે તેવા વિદ્યાર્થીઓની પ્રવેશ પરીક્ષા ૨૮ એપ્રિલ, રવિવારના રોજ લેવામાં આવશે. પરીક્ષા ચાણકય વિદ્યામંદિર, કરણપરા મેઈન રોડ, રાજકોટ ખાતે લેવાશે. પ્રવેશ પરીક્ષામાં સામેલ થવા માંગતા વિદ્યાર્થીઓએ તેમનું અરજી પત્રક પોતાની શાળા મારફત અથવા ડાયરેકટ ટ્રસ્ટના કાર્યાલયેથી મેળવી ૧૫ એપ્રિલ સુધીમાં ત્યાં જ પરત આપી દેવાનું રહેશે.

પ્રવેશ પરીક્ષામાં ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓને મેરીટ મુજબ પસંદ કરી તેઓને ધો.૮માં શહેરની શ્રેષ્ઠ શાળાઓમાં એડમીશન અપાવી ધો.૧૨ સુધીનો તમામ શૈક્ષણિક ખર્ચ ટ્રસ્ટ ઉઠાવશે. જેમાં સ્કુલ ફી, પુસ્તકો, નોટબુકસ, માર્ગદર્શીકાઓ, પેન્સીલ, રબ્બર, બોલપેન, યુનિફોર્મ તથા સાયકલનો પણ સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજેકટની શરૂઆતની બેચના વિદ્યાર્થીઓ ડોકટર, એન્જીનિયર, અધ્યાપક, ફાર્માસિસ્ટ કે.સી.એ બની ચુકયા છે તથા ઉંચા પગારવાળી નોકરીઓ મેળવી પોતાના કુટુંબના તારણહાર બનવા લાગ્યા છે. જ્ઞાન પ્રબોધિની પ્રોજેકટમાં પસંદ થયેલા વિદ્યાર્થીઓ ધો.૧૦ તથા ધો.૧૨ની બોર્ડની પરીક્ષાઓમાં પણ રાજકોટ કેન્દ્રમાં ૧ થી ૧૦માં સ્થાન પ્રાપ્ત કરી ચુકયા છે.

૨૮ એપ્રિલ, રવિવારે યોજાનારી પ્રવેશ પરિક્ષા માટે લાયક હોય તેવા તમામ વિદ્યાર્થીઓને પોતાની શાળા મારફત અથવા ડાયરેકટ ટ્રસ્ટના કાર્યાલયનો સંપર્ક સાધી અરજીપત્રક મોડામાં મોડુ ૧૫ એપ્રિલ સુધીમાં પહોંચાડી આપવા માટે પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે. વિશેષ માહિતી માટે ટ્રસ્ટના વહિવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટનો ફોન નં.(૦૨૮૧) ૨૭૦૪૫૪૫ દ્વારા અથવા ટ્રસ્ટના કાર્યાલય ‘કિલ્લોલ, ૧-મયુરનગર, મહાપાલિકા પૂર્વ ઝોન કચેરી સામે, ભાવનગર રોડ, રાજકોટ-૩૬૦૦૦૩ ખાતે રૂબરૂ સંપર્ક સાધવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.