Abtak Media Google News

અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. જેમાં ભગવાન શ્રીરામની મૂર્તિનો ગઈકાલે વાજતે ગાજતે ગર્ભગૃહમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. હવે 22મીએ પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થયે રામમંદિર અહીં ધાર્મિક રીતે બિરાજમાન થવાના છે.

આજે શ્રીરામલલ્લા વૈદિક મંત્રો સાથે ઔષધાધિવાસ, કેસરાધિવાસ, ધૃતાધિવાસ કરશે, પછી આરણી મંથનથી કુંડમાં અગ્નિ પ્રગટ કરાશે

આજે અયોધ્યામાં 16 જાન્યુઆરીથી શરૂ થયેલી પ્રાણપ્રતિષ્ઠા અનુષ્ઠાનનો ચોથો દિવસ છે. રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ કરવામાં આવશે. ગુરુવારે રામલલ્લાની મૂર્તિને ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવી હતી. કારીગરોએ મૂર્તિને આસન પર બિરાજમાન કરી હતી. આ પ્રક્રિયામાં 4 કલાકનો સમય લાગ્યો હતો. હવે મૂર્તિને ગંધ વાસ માટે સુગંધિત જળમાં રાખવામાં આવશે. પછી અનાજ, ફળ અને ઘીમાં પણ રાખવામાં આવશે.

આજે શ્રીરામલલ્લા વૈદિક મંત્રો સાથે ઔષધાધિવાસ, કેસરાધિવાસ, ધૃતાધિવાસ કરશે. પછી આરણી મંથનથી કુંડમાં અગ્નિ પ્રકટ કરવામાં આવશે.

આચાર્ય અરૂણ દીક્ષિતે કહ્યું કે અગ્નિ દેવને પ્રકટ કરવા માટે આરણી મંથન થશે. શ્રીરામલલ્લા 20 જાન્યુઆરીએ વાસ્તુ શાંતિ પછી સિંહાસન પર બિરાજશે.

રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠામાં દેશનાં પ્રખ્યાત લોકો સાથે 54 દેશના 100 પ્રતિનિધિઓ પણ ખાસ મહેમાન રહેશે. રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, મોરીશસ સહિત અનેક યૂરોપ, આફ્રિકા અને બૌદ્ધ દેશોના મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે.

આજે શ્રીરામલલ્લા વૈદિક મંત્રો સાથે ઔષધાધિવાસ, કેસરાધિવાસ, ધૃતાધિવાસ કરશે. પછી આરણી મંથનથી કુંડમાં અગ્નિ પ્રકટ કરવામાં આવશે. આચાર્ય અરૂણ દીક્ષિતે કહ્યું કે અગ્નિને પ્રકટ કરવા માટે આરણી મંથન થશે. શ્રીરામલલ્લા 20 જાન્યુઆરીએ વાસ્તુ શાંતિ પછી સિંહાસન પર બિરાજમાન થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.