Abtak Media Google News

ખેડૂતોને જણસનો યોગ્ય ભાવ અપાવવા, સમયાંતરે વર્કશોપ, પ્રદર્શન થકી આધુનિક ખેતી વિષયક માહિતી આપવા વગેરે  સંસ્થાના  મુખ્ય કાર્યો

તાજેતરમાં  ગુજરાત સ્ટેટ એડિબલ ઓઈલ્સ એન્ડ  ઓઈલ સીડ્સ એસોસિએશનના પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ  પટેલની શૂભેચ્છા મુલાકાત લીધી હતી. મુલાકાત  દરમ્યાન  મુખ્યમંત્રીએ સંસ્થાનો  પ્રાથમિક  પરિચય,  ઉદેશો અને પ્રમુખ વિશે વિસ્તૃત  જણાવવાનું  કહેતા એસોસિએશને નીચે મુજબની યાદી પ્રસિધ્ધ કરી છે.

સમગ્ર દેશ ઘણા વર્ષોથી ખાધતેલો માટે આયાત પર જ નિર્ભર છે, લગભગ 65 % ની ખાધતેલોની જરૂરિયાત બહારથી આયાત થયેલ તેલ થકી જ પૂર્ણ થાય છે.અને તેના કારણે આપણું અમુલ્ય ફોરીન રિઝર્વ વેડફાય છે. ભારત સરકાર તથા રાજ્ય સરકાર આ વિષયે ચિંતીત હોય તે સ્વાભાવિક છે. તે ઉપરાંત જે ખાધ તેલો આયાત કરવા પડે છે તે આરોગ્યની દૃષ્ટિએ પણ ઘરેલુ ખાધતેલોથી ઘણી ઊતરતી કક્ષાના છે. દરેક વિસ્તારમાં અલગ – અલગ ઘરેલુ ખાધતેલ ઉત્પાદકો માટે અલગ – અલગ સંસ્થાઓ છે.

પરંતુ તેનું કાર્યક્ષેત્ર ઘણું સીમિતછે. જેમ કે અમુક સંસ્થાઓમાં ઓઇલ મિલર્સ સિવાયના અન્ય વેપારીઓ / ઉદ્યોગપતીઓ વગેરે આ ખાધતેલ ના જ વ્યવસાયમાં હોવા છતાં સભ્યપદ થી વંચિત છે , ઉપરાંત ઘણી સંસ્થાઓ ઍક સમયે ખુબજ પ્રતિષ્ઠત કાર્ય કરતી હતી તે મૃત: પ્રાય અવસ્થામાં છે અને ફક્ત કાગળ પર જ તેનું અસ્તિત્વ છે . આવા સમયે ખાધતેલના વ્યાવસાહિકોના પ્રશ્નો સાંભળે, સમજે અને યોગ્ય રજૂઆત કરે તેવી સંસ્થાનો અભાવ વાસ્તવિકરૂપે બધા ને જણાતો હતો પરીણામે તેલ તેલીબિયાના તમામ પ્રકારના વ્યવસાયિકોને ઍક છત્ર નીચે પ્રતિનિધિત્વ આપવું ખુબજ જરૂરી હતું.

તેથી બધા જ પક્ષકારોની લાગણીને ધ્યાનમાં લઈને ” ગુજરાત સ્ટેટ એડીબલ ઓઇલ એંડ ઓઈલ સીડ્સ’  ના નામથી ઍક એવી સંસ્થાનું નિર્માણ કરવાનું નક્કી કરવામાં આવ્યું, જે આ ક્ષેત્ર ના તમામ પ્રકારના ઊદ્યોગો / વ્યવસાયોનું પ્રતિનિધિત્વ કરી શકે અને રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર સાથે વિચાર વિમર્શ અને સંકલન કરી ને યોગ્ય કાર્યવાહી કરી શકે.

સંસ્થાના મુખ્ય કાર્યો માટે અગત્યના કામ તરીકે એવી બજાર ઊભી કરવી કે જેથી રાજ્યના ખેડૂતોને તેની જણસનો યોગ્ય ભાવ મળી રહે. સ્થાનિક ખાધ તેલો વિષયે ભ્રામક ગેર સમજ છે તેને વૈજ્ઞાનિક તથ્યો થકી પ્રજાના માનસ માંહેથી ઓછી કરવી . ખેડૂતોને આધુનિક ખેતી વિષે તથા વિશ્વ કક્ષાએ દરેક પ્રકારના પાક ના અંદાજો વિષયે વાર્ષિક ધોરણે અવગત કરવા, રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર સાથે સમન્વય કરી  ખાધતેલ ” વિષયે લાંબાગાળાની યોજના વિષયે વિચાર કરવો, ખેડૂતોને સમયાંતરે વર્કશોપ , પ્રદર્શન કે સેમિનાર થકી આધુનિક ખેતી વિષયક માહિતીઓ આપવી તથા એકર દીઠ ઉત્પાદન કેમ વધારી શકાય તથા વેલ્યુ એડિશન ચેઈન  થકી બજાર કેમ તંદુરસ્ત કરવી વિગેરે પ્રયત્નો કરવા. આ દરેક કાર્ય રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારના સહયોગથી જ થઈ શકે.

સંસ્થાના  પ્રમુખ સમીરભાઈ શાહને આ ઉદ્યોગ તથા વ્યવસાય વિષયે ઉડી સમજ છે. તેઓએ પોતાના દરેક સંસ્થાના કાર્યકાળ સમયે પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાર્થી નિભાવેલ છે. તેઓએ  સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એસોસિએશનમાં સેક્રેટરી તરીકે ઘણા વર્ષો તથા બે ટર્મ માટે સંસ્થાના પ્રમુખ તરીકે સેવાઓ આપેલ છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે પણ બે ટર્મ સેવા આપેલ છે.2016 માં પ્રથમ વખત જ વાઈબ્રન્ટ સૌરાષ્ટ્રનું ભવ્ય આયોજન તેના વડપણ હેઠળ ખુબજ સફળ રહેલ 2018 માં વાઇબ્રન્ટ સૌરાષ્ટ્રની બીજી આવૃતિ પણ તેમની આગેવાની હેઠળ યોજાયેલ.

ઉપરોકત સંદર્ભે જે તે સમયે તેમની આગેવાની હેઠળ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે પત્રવ્યવહારો રૂબરૂ મુલાકાતો, મિટિગ્સ વિગેરે સતત પણે કરતા રહેલ છે. પી-નટર્સ પ્રમોશન કાઉન્સિલ એ એક ખુબજ મહત્વાકાંક્ષી અને રચનાત્મક વિચાર હતો અને છે. તે વિષયે કેન્દ્ર સરકાર સાથે તથા  રાજય સરકસાર સાથે વિવિધ મિટિંગ  થયેલ પરંતુ  ત્યારબાદ  વિવિધ  કારણોસર  જેમાં કોરોના  મહામારી પણ  સામેલ છે. તે વિચાર પૂર્ણ  થતા અટકી ગયેલ છે.

આ સંસ્થા આ બધા જ કર્યો કરવા તત્પર છે અને તેનો ઔપચારિક શુભારંભ  થોડા સમયમાં જ કરવા ધારેલ છે. આ તબકકે આ પ્રસંગે  યોગ્ય સમય  ફાળવવા પણ રજૂઆત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.