યુરેકા ફોર્બ્સ એર કંડીશ્નરમાં લાવ્યું નવી ક્રાંતિ: ડો.એ.સી.લોન્ચ કર્યું

આ એ.સી. બેકટેરીયા યુક્ત પવનનું શોષણ જરૂર કરે છે પરંતુ બેકટેરીયા રહિત પવન બહાર ફેંકે છે જેથી ડો.એ.સી. નામ અપાયું

હાલ ના યુગ માં સ્વાસ્થ્યવર્ધક પ્રોડક્ટ્સ નું ચલણ વધી રહ્યું છે. લોકો હવે સ્વાસ્થ્યને હિતાવહ હોય તેવી વસ્તુઓ ના વપરાશ તરફ વળી રહ્યા છે. એ વસ્તુ પછી જીવન જરૂરિયાત ની હોય કે લાકઝરીયસ પરંતુ સ્વાસ્થ્યવર્ધક હોવી ફરજિયાત બની રહી છે. ત્યારે યુરેકાફોર્બ્સ દ્વારા એર કંડીશનર ક્ષેત્રે નવી ક્રાંતિ લાવી રહ્યું છે તેવું ચોક્કસ કહી શકાય. યુરેકાફોર્બ્સ દ્વારા એ.સી. નહિ પરંતુ તમારા પરિવાર નું ડો એ.સી. લોન્ચ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે એ.સી. વાતાવરણ માં રહેલી હવા નું શોષણ કરી તેનું કૂલિંગ કરી બહાર છોડે છે પરંતુ વાતાવરણ માં રહેલા બેક્ટેરિયા નો નાશ કરી શકતી નથી. આ બેક્ટેરિયા કે જેને નરી આંખે જોઈ નથી શકતા તે બેક્ટેરિયા ઘણી ખરી બીમારીઓ માટે જવાબદાર હોય છે જેની સામે ડો એ.સી. લોન્ચ કરવામાં આવ્યું છે જે બેક્ટેરિયા યુક્ત પવન નું શોષણ જરૂર કરે છે પરંતુ બેક્ટેરિયા રહિત પવન બહાર ફેંકે છે જેના કારણે તેને ડો એ.સી. નામ આપવામાં આવ્યું છે.

યુરેકા ફોર્બ્સનું એસી તમામ બેકટેરીયા, વાયરસનો નાશ કરી શુદ્ધ હવા આપે છે : વૈકુંઠ ગણપતિ

આ પ્રોડક્ટ ની લોન્ચિંગ સેરેમની તકે વૈકુંઠ ગણપતિ – જનરલ મેનેજર (યુરેકાફોર્બ્સ)એ કહ્યું કે ગત ૩૦ વર્ષ થી પાણી અને સફાઈ ક્ષેત્રે જોડાયેલા છીએ. હવે અમે એર કન્ડિશનર ક્ષેત્ર સાથે જોડાયા છીએ, અમે એર કન્ડિશનર નહિ પરંતુ હેલ્થ કન્ડિશનર ના ઉત્પાદક છીએ. બીજા એ.સી. બેક્ટેરિયા, વાયરસ યુક્ત હવા નો સતત ફેલાવો કરે છે જેની સામે યુરેકાફોર્બ્સ નું એ.સી. તમામ બેક્ટેરિયા, વાયરસનોં નાશ કરી શુદ્ધ હવા આપે છે જેના અમારી પાસે તમામ સેર્ટિફિકેશન છે અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એ પણ અમારી વાત નું સમર્થન કર્યું છે. ઉપરાંત તેમણે કહ્યું હતું કે હાલ ગ્લોબલ વોર્મિંગ એ વૈશ્વિક સમસ્યા ચવે જેની સામે યુરેકાફોર્બ્સ ની તમામ પ્રોડક્ટ્સ ગ્રીન પ્રોડક્ટ્સ છે અને અમારી તમામ પ્રોડક્ટ્સ માં ઇકો ફ્રેન્ડલી આર૩૨ ગેસ નો જ ઉપયોગ કરવામાં આવે છે. તેમજ અમારા હેલ્થ કન્ડિશનર ની ખરીદી કર્યા બાદ અલગ થી પ્યોરીફાયર ખરીદવાની જરૂર નથી કેમકે પ્યોરીફાયર ડો. એ.સી. માં ઇન બીલ્ટ છે.

યુરેકા ફોર્બ્સ ગ્રાહકોને અવનવી સ્કીમો આપે છે : દિલીપ માવલા

દિલીપભાઈ માવલા (ધર્મેશ ઇલેક્ટ્રોનિક્સ)એ કહ્યું હતું કે ગત ૧૫ વર્ષથી ધર્મેશ ઈલેક્ટ્રોનિકસ કાર્યરત છે અને ગત એક વર્ષ થી યુરેકાફોર્બ્સ સાથે સંકળાયેલા છીએ. આ એક વર્ષમાં અમને કંપની તરફથી બ્રાન્ડિંગ, માર્કેટિંગ, સર્વિસ, કસ્ટમર સિટીસફેક્શન સહિત નો તમામ સહકાર મળી રહ્યો છે જેના કારણે કહી આજે અમે યુરેકાફોર્બ્સનો બ્રાન્ડ સ્ટોર શરૂ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે ગ્રાહકને સૌ પ્રથમ સર્વિસની જરૂરિયાત હોય છે જે કંપની ખૂબ સારી આપે છે. ઉપરાંત યુરેકાફોર્બ્સ ગ્રાહકો માટે અવનવી સ્કીમો આપે છે. જેમાં ફોરેન ટ્રીપ, સર્વ રોગ નિદાન કેમ્પ સહિતની સ્કીમોનો સમાવેશ થાય છે જેના કારણે ગ્રાહકવર્ગ યુરેકાફોર્બ્સથી ખૂબ જ સંતુષ્ટ છે.

હું લાંબા સમયી યુરેકા ફોર્બ્સ સો જોડાયેલો છું : પ્રવિણ પટેલ

આ તકે પ્રવીણ પટેલ (શ્રીજી ઇલેક્ટ્રોનિક)એ કહ્યું હતું કે હું ગત લાંબા સમય થી યુરેકાફોર્બ્સથી જોડાયેલો છું અને તમામ પ્રોડક્ટ્સમાં ઝીરો કમ્પલેન્ટ્સ છે. એ.સી. ૯૯% બેક્ટેરિયાનો નાશ કરી આપે છે, ૧૦૦% સર્વિસ છે, ૧૦૦% ઇનવર્ટર છે અને આવતા દિવસો માં પ્રતિસાદ લગભગ બમણું છે.

યુરેકા ફોર્બ્સ નિર્મિત એસી એક ડોકટર છે: અનિશ શાહ

અનિશભાઈ શાહ (યુરેકાફોર્બ્સ – રિજિયોનલ મેનેજર)એ કહ્યું હતું કે હાલ બજારમાં યુરેકાફોર્બ્સ ની માંગ એટલી વધી છે કે લોકો એવું નથી કહેતા કે એ.સી. ખરીદવું છે તેઓ કહે છે કે હેલ્થ કન્ડિશનર લેવું છે. આવનારા દિવસ માં સ્વાસ્થ્યવર્ધક પ્રોડક્ટ્સ જ ટકી શકે છે જે યુરેકાફોર્બ્સ ખૂબ સારી રીતે જાણે છે. આપણે દિવસ માં ૧૮ કિલોગ્રામ હવા નું શોષણ કરીએ છીએ તો તેની શુદ્ધતા હોવી જરૂરી છે જે યુરેકાફોર્બ્સ આપે છે. યુરેકાફોર્બ્સ દ્વારા નિર્મિત એ.સી. એક ડોકટર છે.

યુરેકા ફોર્બ્સ ગ્રાહકની સુખાકારીનું ધ્યાન રાખે છે: દેવાંગ મહેતા

આ તકે દેવાંગ મહેતા (યુરેકાફોર્બ્સ)એ કહ્યું હતું કે, યુરેકાફોર્બ્સ એકમાત્ર એવી કંપની છે જે ગ્રાહકની તમામ સુખાકારીનું ધ્યાન રાખે છે અને એકમાત્ર એવી કંપની છે જે એર કન્ડિશનર નહીં હેલ્થ કન્ડિશનર આપે છે.