Abtak Media Google News

અનેક દેશો અવકાશમાં પણ હરીફાઈમાં ઉતર્યા છે. જો કે વેપાર સહિતના ક્ષેત્રોમાં હરીફાઈ બરાબર છે પણ ચીન કોઈ ક્ષેત્રમાં હરીફાઈ બાકી રાખી રહ્યું નથી. પોતાની મહત્વકાંક્ષા દેખાડવા ચીન ગમે તે હદે જઈ શકે છે વિશ્વ તેનું સાક્ષી છે.

જેમાં ચીને હવે સ્પેસમાં પણ અમેરિકા સાથે હરિફાઇ શરુ કરી દીધી છે. અમેરિકાને પાછળ રાખવા માટે ચીને પોતાનુ સ્પેસ સ્ટેશન અંતરિક્ષમાં ઉભુ કરવાની કામગીરી પૂરી કરી લીધી છે. આ સિવાય પણ તે અલગ અલગ પ્રકારના પ્રયોગો અંતરિક્ષમાં કરી રહ્યુ છે.

ચીનના અધિકારીઓના કહેવા પ્રમાણે ચીને 100 કરતા વધારે પ્લાન્ટસ અંતરિક્ષમાં પોતાના તિયાંગોગ સ્પેસ સ્ટેશન પર મોકલ્યા છે.આ સિવાય 136 પ્રકારના બિયારણ પણ સ્પેશ સ્ટેશન માટે મોકલી દેવાયા છે. જે પણ કૃષિ ઉત્પાદનો સ્પેસમાં મોકલવામાં આવ્યા છે તેમાં 12 પ્રકારના અનાજના અને 28 પ્રકારના રોકડ પાકોના બિયારણ સામેલ છે.

આ સિવાય જંગલમાં ઉગતા પ્લાન્ટસ, ઘાસ , ફૂલો અને મેડિસિનલ પ્લાન્ટની 76 પ્રજાતિઓને સ્પેસમાં મોકલવામાં આવી છે. 13 પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓને પણ સાથે સાથે રવાના કરવામાં આવ્યા છે.

અંતિરક્ષમાં પ્રજનન સાથે જોડાયેલા પ્રયોગો ચીન છેલ્લા કેટલાક દાયકાઓથી કરીરહ્યુ છે.જેની શુઆત 1980ના દાયકામાં થઈ હતી.ચીને પોતાના સ્પેસ સ્ટેશનનુ નિર્માણ કાર્ય ગત વર્ષે જ પુરુ કરી દીધુ હતુ.હાલમાં ચીનની એક ટુકડી તેના પર પહોંચી છે.અંતરીક્ષ સ્ટેશનમાં માણસોને મોકલવાનુ આ પાંચમુ મિશન હતુ. ચીન પહેલા ચંદ્ર પર પણ પ્લાન્ટસ ઉગાડી ચુકયુ છે.

ચીને ચાંગ ઈ-4 નામના યાન દ્વારા ચંદ્ર પર પ્લાન્ટસ સાથેનુ બોક્સ મોકલ્યુ હતુ.ચીને ત્યાં પ્લાન્ટસ ઉગાડવામાં સફળતા પણ મેળવી હોવાનુ કહેવાય છે.અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ પણ આ પ્રકારના પ્રયોગ હજી સુધી ચંદ્ર પર કર્યા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.