Abtak Media Google News

કાલથી અભિયાનનો આરંભ, વિવિધ જાતના 1,15,900 વૃક્ષો વાવવામાં આવશે: મેયર

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે શહેરના વિવિધ વોર્ડમાં હયાત બગીચાઓમાં 43 ઓક્સિજન કોર્નર બનાવવાનાં અભિયાનનો પ્રદ્યુમન પાર્ક ઝૂ વિસ્તારમાં શુભારંભ કરવામાં આવશે. તેમ મેયર ડો. પ્રદીપ ડવ, ડેપ્યુટી મેયર કંચનબેન સિદ્ધપુરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર  આનંદ પટેલ અને બાગ બગીચા અને ઝૂ સમિતિનાં ચેરમેન અનિતાબેન ગૌસ્વામીએ જણાવ્યું છે. પ્રદ્યુમન પાર્ક ઝૂ વિસ્તારમાં કુલ 2500 છોડનું વાવેતર થનાર છે.

શહેરના વિવિધ વોર્ડના કુલ 43 ગાર્ડનમાં ઓક્સિજન કોર્નર બનાવવામાં આવનાર છે તેમાં રેસકોર્ષ પેવેલીયન પાસેનો ગાર્ડન, રેસકોર્ષ સ્ટેપ ગાર્ડન, જયુબેલી ગાર્ડન પાર્ટ-એ તથા નર્સરી, મહાવિજય પધ્મકુંવરબા ગાર્ડન તથા બાલક્રિડાંગણ, ટી.પી.સ્કીમ નં 12 ફાઇનલ પ્લોટ જી-1 ગાર્ડન તથા બાલક્રીડાંગણ, ગુરૂદેવ પાર્ક સોસાયટી બગીચા તથા  બાલક્રિડાંગણ, શ્યામજી કૃષ્ણા ઉધ્યાન તથા બાલક્રિડાંગણ, ગ્રીન લેન્ડ ચોકડી પાસેનો બગીચો તથા  બાલક્રિડાંગણ, જલગંગાવાળી શેરીમા.બગીચો, પ્રધુમનપાર્ક કાળિયાર હરણના એનક્લોઝર સામેનો બગીચો, પ્રધુમનપાર્ક સીટી વ્યુ -પોઇન્ટ  તથા  બાલક્રિડાંગણ, શિવાજી પાર્ક તથા બાલક્રિડાંગણ, હાઉસીંગ બોર્ડ રેલવેના પાટા સામે આવેલ ગાર્ડન, પંચવટી મે. રોડ પરનું બાલક્રિડાંગણ, પર્ણ કુટીર સોસા. સિનિયર સીટીઝન પાર્ક, બ્રહમકુંજ સોસા. ગાર્ડન તથા બાલક્રિડાંગણ, મંગલ પાંડે ગાર્ડન ની સામે આવેલ ગાર્ડન, સેટેલાઈટ પાર્ક પાસેનું બાલક્રિડાંગણ, સ્વામિ દયાનંદ સરસ્વતિ સ્નાનાગારની આસપાસનો ગાર્ડન, ચંદ્રશેખર આઝાદ ઉધાન તથા બાલક્રિડાંગણ, માલવીયા નગર ગાર્ડન તથા બાલક્રિડાંગણ, કૃષ્ણાનગર શેરી નં.4,6 અને 7 પાસેનો ગાર્ડન તથા બાલક્રિડાંગણ, જીલ્લા ગાર્ડન તથા બાલક્રિડાંગણ, મહિલા ગાર્ડન તથા બાલક્રિડાંગણ, બાપુનગર શેરીનં 13 અને 14 ને લાગુ સીનીયર સીટીઝન પાર્ક, માસ્તર સોસાયટીને લાગુ બગીચો તથા બાલક્રિડાંગણ, સોરઠીયાવાડી ચોક બગીચો તથા બાલક્રિડાંગણ, સરદાર વલ્લભભાઈ પટેલ સ્વીમીંગ પુલ ગાર્ડન, રવિશંકર મહારાજ ઉદ્યાન, ભક્તિનગર સોસા. ગાર્ડન, બાલક્રિડાંગણ તથા ભક્તિતનગર સર્કલ, આજીડેમ માછલી ઘર થી સિંહ સવ્વર્ધન કેન્દ્ર વચ્ચેનો બગીચો  તથા  બાલક્રિડાંગણ, આજીડેમ જુના હરણ પાર્ક સામેનો બગીચો  તથા  બાલક્રિડાંગણ,આજીડેમ પક્ષીઘર સામેનો બગીચો, આજીડેમ ફિલ્ટરપ્લાટપાસેનો બગીચો, આજીડેમ હિલ ગાર્ડન  તથા  બાલક્રિડાંગણ, આજીડેમ હિલ ગાર્ડન તેમજ સ્મૃતિ વચ્ચે આવેલ જગ્યામાં આવેલ ગાર્ડન, જંગલેશ્વર  દરગાહ પાસેનો બગીચો  તથા  બાલક્રિડાંગણ, દિપ્તીનગરને લાગૂ બગીચો તથાબાલક્રિડાંગણ, આનંદનગર સોસાયટીનો બગીચો તથા બાલક્રિડાંગણ, શ્રી ઢેબરભાઈ હાઉસીંગ કોલોની ગાર્ડન, ઢેબરભાઈ રોડ, સુભાષનગરનો ગાર્ડન, અટીકા વિસ્તારમાં આવેલ ગાર્ડન અને શ્રધ્ધા સોસાયટીને લાગુ બગીચો  તથા  બાલક્રિડાંગણનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ડીસેમ્બર -2023 મહિના દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા અભિયાન દરમ્યાન ઓક્સિજન કોર્નરમાટે 1,15,900 છોડ, થીમ બેઇઝ ગાર્ડન માટે 10,000 છોડ, બ્લોક પ્લાન્ટેશન માટે 31,365 છોડ, મીયાવાકી પ્લાન્ટેશન 3,06,000 છોડ અને રોડ સાઈડ પ્લાન્ટેશન68500 સહીત કુલ 5,31,765 જેટલા વિવિધ પ્રકારના છોડ વાવવામાં આવશે તેમ મેયર ડો. પ્રદીપ ડવ, ડેપ્યુટી મેયર કંચનબેન સિદ્ધપુરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ અને બાગ બગીચા અને ઝૂ સમિતિનાં ચેરમેન અનિતાબેન ગૌસ્વામીએ જણાવ્યું હતું.

ચાર સ્થળોએ મીયાવાકી થીમ પર આધારિત પ્લાન્ટેશન કરવામાં આવનાર છે. જેમાં રૈયાધાર ડબલ્યુટીપી, ન્યારીડેમ ડાઉનસ્ટ્રીમ, આજીડેમ નેશનલ હાઇવે લાગુ અને કોઠારીયા એસટીપી પ્લાન્ટ+ગૌરીદડ એસટીપી પ્લાન્ટનો સમાવેશ થાય છે. જેમાં કુલ 3,06,000 છોડનું વાવેતર કરવામાં આવનાર છે.

કૂલ 8 જેટલા ટી.પી. પ્લોટની 65655.00 ચો.મી. જેટલી જગ્યામાં બ્લોક પ્લાન્ટેશન (3425)+ મીયાવાકી બોર્ડર પ્લાન્ટેશન(27940)  મળીને કુલ 31365 વૃક્ષોનું વાવેતર કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.