Abtak Media Google News

Platycercus Elegans Elegans.width 1600.56D6739

Terpsiphone Paradisi Near Amaya Lake Dambulla Sri Lanka 8

કુદરત કા કરિશ્મા સમા 

ક્રિમસન રોસેલા બર્ડ તેની સુંદરતા અને  બુધ્ધિમતાને કારણે દુનિયામાં સૌથી વધુ શિકાર થતાં પક્ષીમાં તેની ગણના થાય છે: દુનિયાનું સૌથી રૂપાળુ કલર ફુુલ બતક મેન્ડરીન  ડક છે: અમુક પક્ષીઓની શરીર કરતા તેની  ચાંચ  મોટી હોવાથી સુંદરતામાં  વધારો કરે છે

દુનિયાના ટોપ 10 કલર ફુલ  બર્ડમાં રેઈનબો લોરીકેટ, મેન્ડરીકડક,  ક્રિમસન રોસેલ, કિલ-બિલ ટુકન, સ્કારલેટમકાઉ, સ્યાંજી કોટીંગા, પેરેડાઈઝટેન્જર, લેડી ગોલ્ડીયન ફિંચ,  વિલ્સન બર્ડ પેરેડાઈઝ અને  નિકોબાર પિજનનો સમાવેશ થાય છે:  વિશ્ર્વભરમાં  યુવા વર્ગમાં  બર્ડ વોચનો ક્રેઝ દિન-પ્રતિદિન  વધતો જાય છે

પૃથ્વીના પર્યાવરણ સાથે કુદરતના કરિશ્મા પણ જોવા મળે છે. વિશાળ જંગલોમાં  અવનવા જીવજંતુ જોવા મળે છે. જીવસૃષ્ટિની ઘણી અચરજ  ભરી  વાતો આજના યુગમાં પણ નવાઈ પમાડે તેવી હોય છે. કલર ફુલ બર્ડ કુદરતી સૌથી અમુલ્ય ભેટ માનવ જાતને આપી છે. વિશ્ર્વમાં આજે કલર બદલતા પક્ષીઓ પણ જોવા મળે  છે. નાના મોટા વિવિધ પ્રજાતીના બર્ડથી જંગલો લીલારંગ સાથે મેઘધનુષી રંગોથી મનમોહક  લાગે છે.  ઘણી બર્ડની બુધ્ધીમતા માનવ કરતા પણ ચડીયાતી જોવા મળે છે.

3Ff6Ced674Be52C8E50F7D7106Ab6560 Tropical Birds Exotic Birds

માણસોના સહવાસમાં રહેવાથી 400થી વધુ શબ્દો યાદ રાખી શકે છે, અને બોલી પણ શકે છે. મીઠો અવાજ અને  કલરવ આપણને  મોહિત કરી દે છે. અમુક બર્ડતો રંગીન કપડા પહેર્યા હોય તેવું આપણને  લાગી રહ્યું છે. વિશ્ર્વના તમામ દેશોમાા  ત્યાંની આબોહવા પર્યાવરણ મુજબ બર્ડની વિવિધ પ્રજાતીઓ જોવા મળે છે. મીઠા અવાજો સાથે માણસ જેવી બોલી બોલતા પક્ષી આપણને મંત્રમુગ્ધ કરી દે છે. કુદરતનું અફાટ સૌદર્ય માણતા બર્ડ વોચ લવરની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. આજે તો વિદ્યાર્થીઓ માટે  પ્રકૃતિ શિબિર પણ યોજાય છે. પૃથ્વીની સુંદરતા આવા કલરફુલ બર્ડથી નિખરી ઉઠે છે. તેનું જત રક્ષણ કરીને  તેનું પર્યાવરણ આવાસ વિગેેરેનું રક્ષણ કરીને સૃષ્ટિને ઔર રંગીન બનાવવીએ.

સ્કારલેટ મકાઉ: અમેરિકામાં જોવા મળતા આ કલર ફુલ પોપટ દુનિયામાં સૌથી રૂપાળો પોપટ છે. તમે સરકસમાં જોયા હશે ફળ અને જીવજંતુ બંને  ખાય છે. લાલમાથુ  સાથે   પીળા બ્લુ જેવા વિવિધ કલરો હોય છે.તેની પૂંછડી લાંબી હોય છે. તેના મુળ નિવાસી દેશમાં રાષ્ટ્રીય પક્ષી તરીકે છે. રનેફોરેસ્ટ,  વુડલેન્ડસ, સવાના અને રિવરાઈન જેવા જંગલોમાં તેના સાથી ને બોલાવા  તીખોને   તીણો અવાજ કરતા વધુ જોવ મળે છે.  આ પોપટ માણસની નકલ  કરવામા નંબર વન  છે,   આને કારણે જ લોકો તેને વધુ પાળે છે. આ પોપટ જીવનમાં એક જ સાથી પસંદ કરીને આખુ જીવન  તેની સાથે વિતાવે છે.  માદા બે ત્રણ ઈંડા મુકે છે  90 દિવસ પછી બચ્ચા  માળાનીબહાર નીકળે છે.   એક વર્ષના થયા પછી તે સ્વતંત્ર રીતે રહેવા લાગે છે.

800Px Rainbow Lorikeet

સ્યાંઝ કોટીંગા:  અમેરિકાના જંગલોમાં રહેતા આપક્ષી રીંગળી કલરનું ગળુ સાથે બ્લેક અને આછા લિલાકલરમાં તેનું શીર હોય છે. આ બર્ડ દુનિયામાં લગભગ બધે જોવા મળે છે. પણ એમોઝોનનું જંગલ તેનું  મૂળ છે. તેની પાંખમાં કાળો અને  નિલો રંગ હોય છે. કાળાકલરની પૂછડી તેનું   આકર્ષણ છે.   માદા ઓછી રંગીન હોય છે. તે ફળ વધુ ખાય છે. માદા એકલીજ  બચ્ચાની   સંભાળ કરે છે.

પેરેડાઈઝ ટેન્જર: લીલા બ્લુ કાળા આછા વાદળી જેવા મિશ્રિત  કલરોથી સજજ નાનકડુ બર્ડ અતી સુંદર   હોય છે. તે  જીવજંતુ જ ખાય છે. તેનું સૌદર્ય ખુબજ દુર્લભ હોય છે, જે અમેરિકા, એમોઝોનના જંગલોમાં જોવા મળે છે. નર -માદા  બંને એક સરખા જ લાગે છે. પ્રજનન મોસમાં માાદા ત્રણવાર ઈંડા આપે છે. તે ગીત -સંગીતની જેમ સુરીલી  અવાજ કાઢે છે.  આ પક્ષી  પેરૂ,  વેનેજુએલા, બ્રાજીલ,  કોલંબીયા,  ઈકવાડોર અને બોલીવિયામાં જોવા મળે છે.

B3B6A15C8C44Ccf792Eea711231E348B Pompadour Color Red

લેડી ગોલ્ડિયન ફીંચ: ઓસ્ટ્રેલિયાના આ નાનકડા પક્ષી  ખુબજ રૂપકડું ને કલર ફુલ છે.   લીલો પીળો કાળો, બલુ, સફેદ જેવા   કલરોનું મિશ્રણ હોય છે.માદા   ફીંચ કરતા નર ફીંચ ખૂબજ આકર્ષક હોય છે.  બંને એક જ રંગમાં પેર્ટન ની જેમ હોય છે. તે તેના શરીરના વજન કરતા  35% ખાઈ જાય છે. વૃક્ષની બખોલમાં ઉનાળામાં તે બહુ જલ્દી પ્રજનન કરીને 4 થી  8 ઈંડા આપે છે. નર-માદા બંને બચ્ચાનું  ધ્યાન રાખે છે. ફિંચના માથાનો કલર લાલ અને કાળો પસંદ કરવાની  તેનામા ક્ષમતા છે.

વિલ્સન બર્ડ ઓફ  પેરેડાઈઝ: ઈન્ડોનેશિયામાં જોવા મળતા આપક્ષી 50 થી 60  ગ્રામનું નાનકડું  હોય છે. ાથા પર વાદળીતાજ સાથે લાલ  કાળા કલરનું મિશ્રણ વાળુ શરીર હોય છે. તેની શરીરની   ચામડી રાતે  ખુબજ ચમકે છે.   માથા મુગટ    સાથે   પૂછડીમાં છેડા ગોળ થતા હોય તે સુંદર  લાગે છે.  લીલી ચાંચને  નીલા રંગના પગ તેની શોભામાં  વધારો કરે છે. તે દુનિયાની સૌથી રૂપાળી   ચકલી છે. પહાડી જંગલમાં  રહેવાનું વધુ પસંદ કરે છે. આ ચકલી ગીત ગાયને નૃત્ય પણ કરે છે.

Nicobarpigeon Caloenasnicobarica1

કુદરતનો કરિશ્મો જોવો હોય તો પશુ પક્ષી જનાવર  સાથે વિશાળ  જંગલોનું   પર્યાવરણ   જોવુ પડે. રંગબેરંગી ફુલોની સાથે આપણી સૃષ્ટિમાં કેટલાક રૂપકડા અને કલર ફુલ પક્ષીઓ પણ છે. તેમના મીઠાઅવાજો સાથે માણસ જેવી બોલી બોલતા  બર્ડ પણ જોવા મળે છે.  પક્ષીઓ 100 થી વધુ પ્રકારનાં  અવાજો કાઢી શકે છે. સુંદર પાંખો પીંછાની કુદરતી   રચના  સાથે બેલેન્સ   માટે પુછડી જેવી વિવિધ  રોચક વાતો પક્ષી જંગલની છે. વિશ્ર્વના ટોપ 10 સૌથી વધુ રૂપકડા અને કલર ફુલ બર્ડમાં રેઈનબો લોરીકીટ, મેન્ડેરીન ડક, ક્રિમસન રોસેલા, કિલ, બીલ ટુકન, સ્કારલેટ મકાઉ, સ્યાંઝ કોટીંગા,  પેરેડાઈઝ ટેન્જર, લેડીગોલ્ડીયન ફીંચ,   વિલ્સન બર્ડ પેરેડાઈઝ, નિકોબાર પિજન જેવા બર્ડનો નંબર આવે છે.

મેન્ડરીન ડક:  પૂર્વ એશીયા અને બ્રિયનમાં જોવા મળતા આ બતક પૃથ્વી પરનું સૌથી રૂપકડુ પક્ષી ગણાય છે. આજ કુળના વુડ ડક  ઉતર અને અમેરિકામાં જોવા મળે છે.રંગીન કપડા  પહેર્યા હોય તેવું આ બતક લાલ સફેદ નારંગી, રીંગણીજેવા   વિવિધ કલરો જોવા મળે છે. નર બતક ખુબજ સુંદર હોય છે.  તેમના મુળ દેશમાં આ પક્ષી  પ્યાર, નિષ્ઠા, આનંદનું   પ્રતિક ગણાય છે.  નર માદા બંને એક સાથે  જીવન જીવે છે.  તે જંગલના ઝાડઉપર માળો બનાવે છે. જયાં નદી તળાવ અને કીચડ હોયતેવી  જગ્યા પસંદ કરે છે. એપ્રીલ-મેમાા તે  9 થી 12 ઈંડા આપે છે. બચ્ચા મોટા થઈને માળામાંથી બહાર નીકળીને પાસેના   તળાવમાં  પહેલુ સ્નાન કરે છે. તે કીડા નાની માછલી અને પાણીના છોડ  આરોગે છે.

7Dd61Fd462338E5C4D15Ec020C56A85C

ક્રિમસન રોસેલા:  આ પક્ષી ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ જેવા વિવિધ દેશોમાં વધુ જોવા મળે છે. લાલ બ્લુ બ્લેક વાદળી જેવા મિશ્રિત રંગો સાથે મુખ્યત્વે લાલકલરમાં વિશેષ જોવા મળે છે. તેની સુદરતાને કારણે બુધ્ધીમતા ને લીધે દુનિયામાં  સૌથી શિકાર   થતા પક્ષીમા ગણના થાય છે. તે કોઈનું ધ્યાન ન પડે તેવું આશ્રય સ્થાન પસંદ કરે છે. તમે તેને રાત્રે  ઝાડની ડાળીએ ટહેલતા કે ટોળામાં  જોઈ શકો છો. નરને માથે ચોટી હોવાથી તમે માદાથી અલગ પાડી શકો છો. ઝાડમાં એક મીટર ઉંડો ખાડો કે ગુફા જેવું બનાવીને માદા 3 થી 8 ઈંડા  આપે છે.તે  તેના  માળા પાસે કોઈને આવવા નથી દેતા. નાના બાળકો માતાપિતા સાથે વધુરહે છે.

કિલ-બીલટુકેન: આ બર્ડ મેકિસકો, વેનેઝુએલા અને કોલંબિયામાં વિશેષ જોવા મળે છે.  સુંદર કલર ફુલ ચાંચ શરીર કાળા કલરનું ગળા પાસે પીળો કલર તેની વિશિષ્ટતા છે. તેના શરીર કરતા ચાંચ મોટી હોવાથી તેની સુંદરતામાં  વધારો કરે છે. લાલપંખા વાળી પુંછ, નીલરંગના પગથી તેબહુંજ રૂપકડું લાગે છે. તે એક સામાજીક પક્ષી છે. જે મોટાભાગે  સમુહમાં ઉડતા જોવા મલે છે.તેની ચાંચ તેને વૃક્ષમાં માળો બનાવવામાં મદદ કરે છે. બચ્ચા નવ અઠવાડીયામાં પ્રથમ ઉડાન ભરવા તૈયાર  થઈ જાય છે.

Mandarin.primary 0122Dea9F4144C3Eb3Ea5A30920Cf5Bd

નિકોબાર પીજન (કબુતર): નિકોબાર ટાપુમાં  જોવા મળતા  600 ગ્રામના આ કબૂતર તેના ઈન્દ્રધનુષી રંગો માટે વિશ્ર્વભરમાં પ્રખ્યાત છે. તે વિશ્ર્વમાં  મ્યાંમાર,  થાઈલેન્ડ,  મલેશીયા, કંબોડીયા, વિયેટનામમાં જોવા મળે છે.  માદા નીલા રંગનું   એક ઈંડુૂ આપે છે. તમે જે એંગલથી જોવો ત્યાંથી તમને  અવનવા રંગો   જોવા મળે છે.  તેની સફેદ પુંછડી હોય છે. શરીરનો હિસ્સો લીલા-પીળા કલરનો હોય છે. માદા નર કરતા થોડી નાની  હોય છે.

Wilsons Bird Of Paradise Best

રેઈનબો લોરીકેટ: ઉત્તર અને પૂર્વ ઓસ્ટ્રેલિયામાં  75 થી  150 ગ્રામના  આ પક્ષી  ફળ-બીજ-કિડા વિગેરે ખાય છે.  ઈન્દ્રધનુષ જેવા વિવિધ રંગોથી રૂપકડા   આ બર્ડ ખુબજ મનમોહક છે. લાલ ચાંચ, બ્લુ માથુ ને બાકી શરીરમાં લીલો પીળો ઓરેન્જ જેવા વિવિધ કલરો જોવા મળે છે. તે એક પોપટ છે.  તેને જોવો તો ખબર પડે કે પોપટ આટલો રૂપાળો હોય શકે?  લોરીકેટ પેરોટ તેના ઈન્દ્રધનુષી રંગોને  કારણે રેઈનબો લોરીથી જાણીતો થયો. નર-માદા એક સરખા જ   લાગે છે. તે મોટાભાગે ટોળામાં રહે છે.  તે ખુબજ  મિલનસાર હોવાથી  લોકો તેને વધુ પાળે છે. માદા બેત્રણ ઈંડા આપે છે. અને પોતે જ બચ્ચાને ઉછેરે છે.પક્ષીઓની પાંખોના  વિવિધ કલરો ને કારણે પ્રકાશ પરાવર્તન  ને કારણે કે કુદરતી  રીતે તેને  રક્ષણ મળે તે માટે હોય છે. તેના ચમકતા રંગ આપણને ગમે છે. પરંતુ આ રંગો પોતાને માટે કે અન્ય લાભ માટે કુદરતે  તેને સજાવ્યા  હોય છે.   તેના રૂપકડા   દેખાવને કારણે તે માદાને આકર્ષિત  કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.