Abtak Media Google News

નવો ગ્રાહક સુરક્ષા કાયદો અમલી: ગ્રાહકો સાથે છેતરપિંડી કરનારની ખેર નથી

ગ્રાહકના હિતોને રક્ષણ આપતા નવા ગ્રાહક સુરક્ષા ધારાની આજથી અમલવારી થઈ છે. આ કાયદા અંતર્ગત ઈ-કોમર્સ સેકટરને આવરી લેવાયું છે. જેના અનુસંધાને હવેથી કોઈ ગ્રાહક વસ્તુનો ઓર્ડર આપ્યા બાદ તેને કેન્સલ કરાવે તો તેનો ચાર્જ કંપની વસુલી શકે નહીં. ઉપરાંત જો ઈ-કોમર્સ કંપની કોઈ કારણસર ગ્રાહકે આપેલો ઓર્ડર કેન્સલ કરે તો તેને ચાર્જ ભરવો પડે.

એકંદરે એમ પણ કહી શકાય કે, દૂરથી વેપાર કરનારા વેપારીઓ પણ હવે ગ્રાહકોની સુરક્ષાની જવાબદારીમાંથી છટકી શકશે નહીં. ગ્રાહકોને નવા કાયદામાં લડવા માટે વધુ પાવર આપવામાં આવ્યા છે. નવા કાયદાના કારણે કોઈપણ માર્કેટ પ્લેસમાં જે તે પ્લેટફોર્મની જવાબદારી નક્કી થઈ છે. અત્યાર સુધી થર્ડ પાટી સેલ્સ ઉપર જવાબદારી રહેતી હતી. નોંધનીય છે કે, ક્ધઝ્યુમર પ્રોટેકશન એક્ટ ૨૦૧૯નો એક ભાગ ઈ-કોમર્સને લગતા કાયદાનો પણ છે. ઈ-રીટેલર્સ અને તેના સેર્લ્સ સામે ગ્રાહકોનું હિત જળવાઈ રહે તે જોવાનું કામ આ કાયદો કરશે.

કાયદામાં એવી પણ જોગવાઈ છે કે, ઓનલાઈન ખરીદી સમયે ગ્રાહકો સામે દર્શાવેલી પ્રોડકટથી વિપરીત પ્રોડકટ ગ્રાહકને મળશે તો તેનું રિફંડ આપવાની મનાઈ કંપની કરી શકે નહીં. કંપની ગ્રાહકની આ વસ્તુ પરત લેવાથી નનૈયો પણ ભણી શકે નહીં. આ ઉપરાંત પ્રોડકટના ભાવ સાથે પણ ઈ-કોમર્સ કંપની કોઈ છેડછાડ કરી શકે નહીં. પ્રોડકટ ક્યાંથી આવી છે તે મુદ્દે પણ કંપની ખોટુ બોલી શકશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.