Abtak Media Google News

તમામ વેપારી એસોસીએશન દ્વારા સમર્થન આપવામાં આવ્યું

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો વધતા જઈ રહ્યા છે ત્યારે બીજી તરફ જો વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ ના કેસોમાં નોંધ પાત્ર વિશે વધારો થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ સામે મૃતક આંક પણ સુરેન્દ્રનગર જિલ્લાનો વધતો જઈ રહ્યો છે ત્યારે ગઇકાલે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૯ નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાતા સમગ્ર જિલ્લામાં કોરોના બાબતે હાહાકાર મચી જવા પામ્યો છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વસતા કોરોના ના કેસ બાદ મૃતક પણ સુરેન્દ્રનગર જિલ્લાનો મૃતક આંક કોરોના ના કારણે ઊંચો આવ્યો છે ત્યારે ગઈકાલે રાજકોટ સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ માં સુરેન્દ્રનગર જિલ્લાના બે કોરોનાના દર્દીઓના મોત નિપજતા વેપારીઓ અને સુરેન્દ્રનગર જિલ્લાની જનતામાં આપી જવા પામ્યો છે ત્યારે ગઈકાલે જિલ્લાના વેપારીઓ દ્વારા અલગ-અલગ એસોસિયેશન સાથે વાતચીત કરીને આજથી સુરેન્દ્રનગર જિલ્લાની બજાર ચાર વાગ્યા સુધી ખુલી રહેશે તેઓ નિર્ણય કરવામાં આવ્યો છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ દિવસમાં કોરોના ના ૧૯ પોઝિટિવ કેસો સામે આવતા જિલ્લા માં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ત્યારે બીજી તરફ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા અનેક દિવસથી સતત કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો વધી રહ્યા છે ત્યારે પ્રશાસન વિભાગે ફરી એક વખત ચિંતામાં મુકાયું છે ત્યારે હવે આગામી સમયમાં જો આવી જ રીતે કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસ રહેશે તો સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ મા પથારીઓ ની સંખ્યા અને કોરોના ના દર્દીઓ માટે બનાવવામાં આવેલ સ્પેશિયલ વોર્ડમાં આવેલ તમામ રૂમો કોરોના ના દર્દીઓ થી ભરાઈ જશે જેના કારણે આગામી સમયમાં જો કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો આવશે તો તેમને રાજકોટ અમદાવાદ ખાતે રીફર કરવાની ફરજ ઊભી થશે.

ત્યારે હજુપણ જિલ્લા ની બજારોમાં લોકો બેફીકર રહીને ખરીદી વેચાણ અને ખાસ કરી જાહેર રોડ રસ્તા ઉપર પણ વગર માસ્ક બાંધીને લટાર મારતા નજરે પડી રહ્યા છે ત્યારે ખાસ કરી જિલ્લામાં સતત કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો વધતા ફરી એક વખત જિલ્લા પ્રશાસન વિભાગે પણ ચિંતામાં મૂકાયાં છે પરંતુ હવે ખુલ્લો દોર હોવાના કારણે લોકો જાતે જ સાવચેત બની કોરોનાથી બચે અને ખાસ કરી જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.