Abtak Media Google News

ઇ-કોમર્સ, દેશમાં પાછલા દરવાજેથી બિલ્લી પગે ઘુસેલા આ સેક્ટરે છેલ્લા દસેક વર્ષમાં ઉપભોક્તાઓ ઉપર એટલો કંટ્રોલ કર્યો છે કે, મસ મોટા મુડી રોકાણ કરીને શો-રૂમ કે ડિપાર્ટમેન્ટલ સ્ટોર ચલાવતા વેપારીઓને તેમનું ભાવિ અંધકારમય લાગી રહ્યું છૈ. નવી પેઢીની લેંગ્વેજમાં કહી એ તો સપ્લાય ચેઇન ઇનોવેશન હવે પછીનાં દાયકામાં કદાચ લોકોની શોપિંગ પેટર્ન બદલી નાખશે. જેને આપણે નામ આપી શકીઐ દેશ બદલ રહા હૈ..! છેલ્લા ચારેક મહિનામાં ભારતમાં પ્રસરેલા કોવિડ-૧૯ ના રોગચાળા તથા લોકડાઉનનાં કારણે ઇ-કોમર્સ વાળાઓને જાણે દોડવું હતુંને ઢાળ મળ્યો છે.

ભારતમાં વર્ષ-૨૦૧૯ માં ઇ-કોમર્સનું રિટેલ માર્કેટ ૩૦ અબજ ડોલરનું હતું જે ૨૦૨૪ સુધીમાં ૧૦૦ અબજ ડોલરનો આંકડો વટાવી જશે. અગાઉ લક્ઝરિયસ,ડ્યુરેબલ્સ તથા એપરલ સેક્ટરમાં વધારે  ઓનલાઇન શોપિંગ થતું હતું પરંતુ કોવિડ-૧૯નાં લોકડાઉનનામ સમયગાળામાં પેરિશેબલ તથા નોન-પેરિશેબલ એમ બન્ને પ્રકારની ખાદ્ય સામગ્રીઓની ઓનલાઇન સપ્લાય ચેઇનનું નેટવર્ક એટલું બધું વિસ્તૄત થયું છે કે બજારો ખુલી ગઇ હોવા છતાં દુકાનદારોના કારોબાર હજુ કોરોના માંથી  બહાર આવી શક્યા નથી. જેના કારણે આગામી પાંચ વર્ષમાં આ કરોબાર પાંચ ગણો વધવાનું અનુમાન મકાયું છે.

અમેરિકા તથા ચીન જેવા દેશોમાં ઇ-કોમર્સનો કારોબાર કુલ કારોબારનાં અનુક્રમે ૧૫ ટકા અને ૨૦ ટકા જેટલો થઇ ચુક્યો છે. જોકે ભારતમાં ૨૦૨૪ સુધીમાં તે છ ટકા જેટલો માર્કેડ શેર કબ્જે કરશે. હાલમાં ભારતનાં ટોપ-૩૦ શહેરો માંથી ઇ-કોમર્સનો નોંધપાત્ર કારોબાર  આવે છૈ.  આગામી પાંચ વર્ષમાં ભારતના ટિયર-૨ તથા ટિયર-૩ શહેરોનો હિસ્સો ૬૦ ટકા જેટલો ઉંચો થઇ જશે. હવે ફર્નિચરથી માંડીને ફાર્મસી તથા ફૂડ સપ્લાય સુધીની વસ્તુઓ ઓનલાઇન મળતી થશૈ તેથી લોકલ માર્કેટના કારોબાર ગુંગળાવાના જ છે.

આજે વિશ્વની ટોપ ૧૧ ઇકોનોમીઓમાં છેલ્લા છ મહિનામાં ૬૭ ટકા જેટલા ગ્રાહકોએ કપડાંની ઓનલાઇન ખરીદી કરી છે. હવે ૨૦૨૦ નાં અંત સુધીમાં ઇ-કોમર્સનો વૈશ્વિક કારોબાર બે ટ્રિલિયન ડોલરથી વધી જવાની ધારણા છે. જેમાં અમેરિકાનું માર્કેટ ૨૦૨૪ સુધીમાં ૪૯૦.૯૦ અબજ ડોલરે પોંચશે. આ સમયે યુરોપમાં ઇ-કોમર્સ ૫૧૬ અબજ ડોલરે પહોંછ્યું હશે. ખાસ કરીને હવે ક્રોસ બોર્ડર શોપિંગમાં વિશેષ વધારો થશે. બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા તથા કેનેડા જેવા દેશોમાં ક્રોસ બોર્ડર શોપિંગ વિશેષ પ્રમાણમાં વધી રહ્યું છે જ્યારે મોબાઇલ ફોનનું માકેટ એક વર્ષમામ ૨૫ ટકા જેટલું વધશે.  વિશ્વમાં હાલમાં આશરે ત્રણ અબજ સ્માર્ટ ફોન ધારકો છે જે હવે સતત વધતા જશે.

વધતા ઇ-કોમર્સની સાથે જ સાયબર ફ્રોડમાં પણ વધારો થઇ રહ્યો છે. લૂટારાઓ હવે રસ્તા ઉપર તમારા પાકિટ, સોનાની ચેઇન કે મોબાઇલ લૂટવાને બદલે તમારા બેંક ખાતામાંથી એકસાથે રોકડા ટ્રાન્સ્ફર કરી દેશે. આવા કેસમાં બેંકોના એકાઉન્ટસ ઉપર સીધા સાઇબર એટેક થાય છે જેના કારણે એકજ હાથફેરામાં કરોડો રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સ્ફર કરી રહ્યા છે. આવા હેકરો મોટાભાગે વિદેશમાં બેઠા હોય છૈ. જેમને પકડવા માટે ભારતના હાલનાં કાયદા ઘણા ટૂકા પડે છૈ. આગામી દિવસોમાં આ કાનુનોમાં ફેરફાર કરવો પડશે. જે દેશમાં માલ્યા અને મોદી જનતાના પૈસા બેંકો મારફતે ઓળવી  જાય તે દેશનાં વૈશ્વિક હેકરો શું હાલ કરી સકે તે કલ્પના કરી શકાય તેમ છે.

સમગ્ર દેશમાં હવે અન-લોકડાઉનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે, લોકોને સોશ્યલ ડિસ્ટંસીંગ, માસ્ક તથા સેનિટાઇઝરની પણ આદત પડી ગઇ છે સાથે જ મોટા શહેરોમાં વસતા યુવાન ડ્યુલ અર્નિગ દંપતિઓને બજારમાં શોપિંગ મોલ કે ગ્રોસરી શોપમા જવાને બદલે લેપટોપ કે મોબાઇલ ઉપર ઓર્ડર બુક કરવાની આદત પડી ગઇ છે. આ ઉપરાંત નાના શહેરોમા રહેતી નવી પેઢીને કાંઇક નવુ કરવાની ઘેલછા હોય છૈ આ પેઢી ઇ-કોમર્સ પર ક્લિક કરી રહી છે. જે આગામી દિવસોમાં દેશમાં સાયબર ક્રાંતિને આમંત્રણ આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.