Abtak Media Google News

હાલના સમયમાં ટેક્નોલોજી અને ઈન્ટરનેટનો વ્યાપ વધ્યો છે. દેશ હવે ડિજિટલ પ્લેટફોર્મ બાજુ આગેકૂચ કરી રહી છે. કેન્દ્ર સરકારની ડિજિટલ ઇન્ડિયા યોજનાનો લાભ દેશના દરેક ગામડા સુધી પોહચે તે માટે આજે મોટી જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ડિજિટલ ઇન્ડિયા યોજના અંતર્ગત બધા ગામોમાં બ્રોડબેન્ડ કનેક્શન પોંહચાડવા માટે અગત્યની જાહેરાત કરી છે.

  1. ઓગસ્ટ 2020માં PM મોદીએ જાહેરાત કરી હતી કે, 1000 દિવસમાં દેશના દરેક ગામડા સુધી બ્રોડબેન્ડ કનેક્શન પોંહચાડવામાં આવશે.

2. 31 મે 2021 પેલા 2,25,000 ગ્રામ પંચાયતોમાંથી 1,56,223 ગ્રામ પંચાયતોમાં આ કામ પૂર્ણ કરવામાં આવશે.

3. ભારતનેટ પ્રોજેક્ટમાં હવે PPP (public–private partnership) મોડેલનો સમાવેશ કરવામાં આવશે.

4. ભારતનેટ પ્રોજેક્ટ હેઠળ PPP મોડેલ સાથે 16 રાજ્યોમાં આ યોજના શરૂ કરવામાં આવશે

5. ડિજિટલ ભારતને પ્રોત્સાહન આપવા માટે ભારતનેટને 19,041 કરોડ રૂપિયાની વધારાની રકમ પૂરી પાડવામાં આવશે

રાહતોનો પટારો ખૂલ્યો…. નાના ધંધાર્થીઓ માટે આર્થિક સહાયની મોટી જાહેરાત, જાણો તમને શું થશે ફાયદો

ખેડૂતોની આવક બમણી કરવા તરફ સરકારની કવાયત, ફર્ટિલાઈઝર સબસીડીને લઈ મોટી જાહેરાત કરતાં નાણામંત્રી

ટુરિઝમને ‘રાહતનું ઈન્જેકશન’: પ્રવાસીઓને આકષર્વા સરકારની મોટી જાહેરાતો

6. આ રકમ આપવા પાછળનો મુખ્ય ઉદેશ્ય એ છે કે દેશના દરેક ગામમાં બ્રોડબેન્ડ (ઈન્ટરનેટ કનેકશન) પહોંચી શકે.

7. PM મોદી દ્વારા 2017માં મંજુર થયેલ 42,068 કરોડ સહિત આ આંકડો 61,109 કરોડ પર પહોંચી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.