Abtak Media Google News

કોરોનાના બીજા વેવથી પ્રભાવિત થયેલા અને નુકશાન પામેલા અર્થતંત્ર માટે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે રાહતનો પટારો ખોલી દીધો હતો અને જંગી રાહત પેકેજની જાહેરાત કરી હતી. કોરોના મહામારીના કારણે ટુરિઝમ સેક્ટરને મોટો ફટકો પડ્યો છે. જયારે હવે ફરી ટુરિઝમની ગાડી પુરપાટ દોડાવવા માટે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે.

  1. 11,000 રજિસ્ટર્ડ ટૂરિસ્ટ અને ટ્રેવલ એન્ડ ટૂરિઝ્મ સેક્ટરના સ્ટોકહોલ્ડર્સને રાહત પેકેજના માધ્યમથી નાણાકીય સહાય કરવાની જાહેરાત કરી છે.

2. માન્યતા પ્રાપ્ત ગાઈડ્સને 1 લાખ સુધીની 100% બાંયધરી લોન આપવામાં આવશે

3. માન્યતા પ્રાપ્ત ટ્રેવલ અને ટૂરિઝ્મના સ્ટોકહોલ્ડર્સને 10 લાખ સુધીની 100 ટકા ગેરેટીડ લોન મળશે.

4. મુસાફરી પ્રતિબંધો સમાપ્ત થયા પછી સરકાર, દેશની મુલાકાત માટે જે પ્રથમ પાંચ લાખ મુસાફરો આવશે તેની વિઝા ફી માફ કરવામાં આવશે.

દરેક ગ્રામ પંચાયત હવે ઝડપથી ડિજિટલ બનશે, નાણા મંત્રીની મોટી જાહેરાત

ખેડૂતોની આવક બમણી કરવા તરફ સરકારની કવાયત, ફર્ટિલાઈઝર સબસીડીને લઈ મોટી જાહેરાત કરતાં નાણામંત્રી

રાહતોનો પટારો ખૂલ્યો…. નાના ધંધાર્થીઓ માટે આર્થિક સહાયની મોટી જાહેરાત, જાણો તમને શું થશે ફાયદો

5. આ યોજના 31 માર્ચ 2022 સુધી લાગુ કરવામાં આવશે.

6. જો આ તારીખ પેલા 5 લાખ મુસાફરો ભારતના પ્રવાસે આવી ગયા તો ત્યારે જ આ યોજના પૂર્ણ થઈ જશે.

7. આ યોજનામાં 100 કરોડની આર્થિક સહાય આપવામાં આવશે.

8. આ સહાયનો લાભ પ્રવાસીને ફક્ત એક જ વાર મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.