Abtak Media Google News

વર્ષ 2017માં રેલવે બજેટ યુનિયન બજેટમાં મર્જ થયાં બાદ આજે 1લી ફેબ્રુઆરીએ બીજી વખત સામાન્ય બજેટની સાથે રેલવે બજેટ રજૂ થશે. રેલવે બજેટ 2016 સુધી યુનિયન બજેટથી અલગ રીતે રજૂ કરવામાં આવતું હતું. અલગથી રેલ બજેટ રજૂ કરવાની 92 વર્ષ જૂની પરંપરાને ખતમ કરતાં મોદી સરકારે તેને 2017માં કેન્દ્રીય બજેટની સાથે રજૂ કરવાનો ફેંસલો કર્યો હતો. ત્યારે આ વખતે રેલવે બજેટમાં શું હોય શકે છે તે જોઈએ તો…

Advertisement

નાણા મંત્રી જ રજૂ કરશે રેલવે બજેટ

– વર્ષ 2018-19માં દેશની રેલવે કઈ રીતે ચાલશે? તેના માટે સંસદમાં બજેટ રજૂ કરવામાં આવશે.
– રેલવે બજેટને યુનિયન બજેટની સાથે જ રજૂ કરવામાં આવશે. અને તેને નાણા મંત્રી અરૂણ જેટલી જ રજૂ કરશે.
– અલગથી રેલ બજેટ રજૂ કરવાની પરંપરાને મોદી સરકારે વર્ષ 2017માં ખતમ કરી દીધી હતી.
– આ વર્ષે રેલ બજેટમાં ફાળવણી વધશે તેવી શક્યતા છે. જે 1.31 લાખ કરોડથી વધીને 1.46 લાખ કરોડ થઈ શકે છે.
– આ બજેટમાં સુરક્ષા, સુવિધાઓ અને ઈન્ફ્રાસ્ટ્રકરચર સામેલ થશે, જ્યારે કે GBS પણ વધીને લગભગ 65,000 કરોડ રૂપિયા થઈ શકે છે. ગત નાણાંકિય વર્ષમાં GBS 55,000 કરોડ રૂપિયા હતી.

CCTV અને નવી ટ્રેનની ફાળવણીની જાહેરાત થઈ શકે છે

– વર્ષ 2018-19ના નાણાંકિય વર્ષના બજેટમાં 11,000 ટ્રેનોમાં CCTV કેમેરા લગાવવા માટે 3,000 કરોડની ફાળવણી થઈ શકે છે.
– એવું માનવામાં આવે છે કે આ વખતે રેલ ભાડામાં પણ કોઈ જ વધારો નહીં થાય તેમજ આ રેલવે બજેટમાં કોઈ નવી ટ્રેનની જાહેરાત તઈ શકે છે.
– છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન આ ક્ષેત્રમાં કરવામાં આવેલાં પ્રયાસોની ઝલક સામાન્ય બજેટ 2018-19માં જોવા મળી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.