Abtak Media Google News

આજે ઇન્ટરનેશનલ ડે.સંયુકત રાષ્ટ્ર સંઘનો રિપોર્ટ પૂર પરિસ્થિતિને લીધે સૌથી વધુ લોકો બેઘર બને છે

દર વર્ષે ડિઝાસ્ટરથી દેશમાં ર૩ લાખ લોકોનું સ્થળાંતર થાય છે.

આ હોનારતોમાં પૂર પરિસ્થિતિ સૌથી મોટું કારણ છે. અન્ય હોનારતોમાઁ વાવાઝોડુ, ભૂકંપ વિગેરે મૂખય છે.

સંયુકત રાષ્ટ્ર સંઘનો એક અભ્યાસ અહેવાલ આજે શુક્રવારે ઇન્ટરનેશનલ ડે ના દિવસે જારી કરવામાં આવ્યો છે. જેમાં ડીઝાસ્ટર રીડકશનની  વાત કરવામાં આવી છે. લખ્યું છે કે ભારતમાં દર વર્ષે સરેરાશ ૨૩ લાખ લોકો ડીઝાસ્ટરના કારણે એટલે કે કુદરતી હોનારતોના કારણે બેઘર બને છે. તેઓને સ્થળાંતર કરવાની ફરજ પડે છે. આ આમ તો તંત્રની જવાબદારી છે જો દર વર્ષે આટલી મોટી સંખ્યામાં લોકોને સ્થળાંતર કરવુ પડતું હોય તો તે તંત્રની નાકામી ગણાય.

બેઘર બનેલા લોકો માટે જતો આધાર કાર્ડ અપડેટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આધાર કાર્ડમાં મોબાઇલ નંબર અને એડ્રેસની વિગતો કઇ રીતે જોડવી તે ઓનલાઇન વિગતો આપવામાં આવી છે. આ સિવાય પાન કાર્ડ પણ નાણાકીય વ્યવહારોમાં ફરજીયાત બનાવી દેવાયું છે. સંયુકત રાષ્પસંઘના આ અભ્યાસ અહેવાલમાં અંતમાં લખ્યું છે કે પૂર, ભૂકંપ, વાવાઝોડું, દુષ્કાળ જેવી કુદરતી હોનારતોના કારણે લોકોને પરિવાર સહીત હિજરત કરવી પડે તેનાથી મોટી કમનસીબી કોઇ હોઇ જ શકે નહીં

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.