Abtak Media Google News

મહાઆરતી, મહાયજ્ઞ, સુંદરકાંડના પાઠ અને ભંડારા સહિતના ધાર્મિક કાર્યક્રમોની હારમાળા

ગોંડલ ખાતે આવેલા રામજી મંદિરમાં ગઈકાલે ૪૨મો ભવ્ય પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. પ.પૂ. હરીચરણદાસજીના સાનિધ્યમાં આ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગામે ગામથી આવેલા ૪૦૦ જેટલા સાધુ સંતો અને ૮૦૦ થી૧૦૦૦ જેટલા સેવકોએ પણ મહાપ્રસાદનો લાભ લીધેલ હતો.

Advertisement

અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોની હારમાળા સાથે પાટોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં પૂ. હરીચરણદાસજી બાપુની હાજરીમાં મહાયજ્ઞ યોજાયો હતો સાથે સાથે સુંદરકાંડના પાઠ, ભંડારો તથા મહા આરતી તથા અન્નકોટ રાખવામાં આવ્યો હતો. સભિકતોએ હોંશભેર આ પાટોત્સવમાં સહભાગી થટા હતા પૂ. હરિચરણદાસ બાપુએ રામઅર્ચના કરી હતી.

‘અબતક’ સાથે વિશેષ વાત કરતા પૂ. હરીચરણદાસજી બાપુએ જણાવ્યું હતુ કે,

ઈ.સ. ૧૯૫૫માં પૂ. રણછોડદાસજી મહારાજે આ આશ્રમની જવાબદારી તેમને સોપેલી, ત્યારથી જ તેઓ આ મંદિરમાં સેવા આપી રહ્યા છે. ત્યારબાદ આશ્રમનું નવનિર્માણ, ર્જીણોધ્ધાર કરવામાં આવેલા સૌ ભકતો ખૂબજ ભકિત અને શ્રધ્ધાથી અહી આવે છે. આ પાટોત્સવ દર વર્ષ ઉજવવામાં આવે છે. ગુ‚જીના સ્મૃતીમાં આ કાર્યક્રમ રાખવામાં આવે છે. અને સ્વયં સેવકો દ્વારા દર વર્ષ આ કાર્યક્રમમાં ભકિતભાવથી સેવા આપવામાં આવે છે.

પૂ. હરીચરણદાસ બાપુના સેવક અને સેક્રેટરી એવા નીતિનભાઈ રાયચૂરાએ જણાવ્યું હતુ કે હું ઈ.સ. ૧૯૭૦થી આ આશ્રમમાં સેવા આપી રહ્યો છું આ મંદિરમાં પૂ. હરીચરણદાસજી બાપુના સાંનિધ્યમાં ઘણા કાર્યો કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને રામજી મંદિર ટ્રસ્ટ અંતર્ગત દેશ વિદેશમાં પણ અનેક સેવાકીય કાર્યક્રમો ચાલે છે. પૂ. બાપૂ દ્વારા રામજી મંદિરમાં દરરોજ બપોરે નિ:શુલ્ક અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. જેમાં દરરોજ આશરે ૨૦૦ થી ૨૫૦ લોકો આ પ્રસાદનો લાભ લે છે. સાથે સાથે આશ્રમમાં ગૌ -શાળા પણ ચલાવવામાં આવે છે. ૨૦૦૪માં પૂ. બાપુએ એક દવાખાનું બનાવવા તથા લોકોને સેવા પૂરી પાડવાનું નકકી કરેલું ત્યારબાદ ‘શ્રી રામ સાર્વજનીક હોસ્પિટલ’ના નામથી રામજી મંદિરની બાજુમાં દવાખાનાની સ્થાપના કરવામાં આવી દવાખાના લોકાર્પણ પછી પૂ. બાપુએ સંકલ્પ જાહેર કરેલો કે ૧ વર્ષ સુધી આ દવાખાનામાં આવતા કોઈપણ પ્રકારનાં દર્દ પાસે એક પણ રૂપીયો લીધા વગર તેમને નિ:શુલ્ક સહાય આપવી, દવાઓ પણ નિ:શુલ્ક આપવામાં આવતી. સાથે સાથે રહેવા જમવાની સુવિધા દર્દી તેમજ તેમના સગા વ્હાલાઓ માટે પણ નિશુલ્ક રાખવામાં આવેલું તે સમયે અમને પણ લાગતુ કે અન્નક્ષેત્ર નિ:શુલ્ક ચલાવી શકાય પરંતુ હોસ્પિટલ ચલાવવી અધરૂ છે. ત્યારે પૂ. બાપુએ કીધેલું કે ‘જયાં સુધી મારાથી ચાલશે ત્યાં સુધી હું ચલાવીશ, જયારે મારાથી નહી ચાલે ત્યારે તમને સોંપી દઈશ’ આજે ૧૧ વર્ષ આ દવાખાનાને થયા છે, જેમાં રોજના અંદાજે ૫૦૦ થી ૬૦૦ લોકોની ઓપીડી હોય છે. અને વિવિધ વિભાગો કાર્યરત છે. આજે પણ હોસ્પિટલના ઘણા બધા વિભાગોમાં માત્ર ૧૦ રૂ. ઓપીડી ચાર્જ લઈને સેવા આપે છે. તથા આજે પણ રહેવા જમવાની વ્યવસ્થા નિ:શુલ્ક રાખેલ છે.

સાથે સાથે પૂ. બાપુશ્રી દ્વારા જુદા જુદા ક્ષેત્રમાં કામગીરી ચાલી રહી છે. જેમાં નર્મદા કિનારે વસતા આદીવાસી બાળકો માટે ૧ થી ૮ ધોરણનું શિક્ષણ તથા રહેવા જમવાની નિ:શુલ્ક સેવા આપવાનું કાર્ય ચાલી રહ્યું છે, ૩ વર્ષ પહેલા સંસ્કૃત પાઠશાળા પણ શ‚ કરવામાં આવેલ છે. જુદી જુદી જગ્યાએ અન્નક્ષેત્રનુ કાર્ય પણ ચાલી રહ્યું છે. આ રીતે પૂ. હરીચરણદાસજી બાપુ દ્વારા અનેક સેવાકીય કામો કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.