Abtak Media Google News

સ્ત્રીના નારી સન્માનને લાંછનરૂપ!!!

શારીરિક અખંડિતતા, પ્રજનન, પસંદગીઓનો અધિકાર અને સ્વતંત્રતાના અધિકાર પત્નીને બંધારણમાં આપ્યા

બંધારણમાં સ્ત્રી કે પત્નીને તેની ઇચ્છા દર્શાવવાનો અધિકાર અને રક્ષણ મળ્યુ છે

બંધારણ રીતે ગેર બંધારણ સંમતિ વિનાના સંબંધો ગેરબંધારણીય

પત્નીની ઇચ્છા વિરૂધ્ધ જાતિય સંબંધને બળાત્કાર ગણવામાં આવે છે. સ્ત્રી હોય તો નહી પત્ની હોય તો બળજબરી પૂર્વકના સંબંધની છુટ આપી શકાય કે કેમ તે અંગે હાઇકોર્ટમાં થયેલી પીઆઇએલ અંગે ખંડપીઠમાં વિસ્તૃત ચર્ચા થઇ હતી શારીરિક અખંડિતતા, પ્રજનન, પસંદગીઓનો અઘિકાર અને સ્વતંત્રતાના અધિકાર બંધારણમા આપ્યા હોવાનું અવલોકન કરી બંધારણ રીતે ગેર બંધારણ સંમતિ વિનાના સંબંધો ગેર બંધારણીય ગણવામાં આવ્યા છે.

વડોદરાની એમ. એસ. યુર્વિસિટીના પાર્ટ ટાઇમ પ્રોફેસર જયદીપ વર્માએ લગ્ન જીવન દરમિયાન પતિ-પત્નીની ઇચ્છા વિરૂધ્ધ શારીરિક સંબંધ બાંધે તો તેની સામે કલમ 375(2) મુજબ ગુનો બને છે. તેને અયોગ્ય ગણી પતિને આવા ગંભીર ગુનામાંથી મુક્તિ આપવાની માગણી કરતી જાહેર હિતની અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરી છે. પ્રોફેસર જયદીપ વર્માએ પીઆઇએલમાં સર મેથ્યુ હેલનો ત્રણ સદી જુનો સિધ્ધાંત ટાંકી જણાવ્યું હતું કે, ‘લગ્ન કરીને સ્ત્રી તેના પતિ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે અટલ સહમતી આપે છે, તે બળાત્કાર માટે દોષિત ગણી ન શકાય

પરંત આ સિધ્ધાંતને ઇગ્લેન્ડ અને સ્કોટલેન્ડ દ્વારા સ્વીકારવામાં આવ્યા ન હોવાનું જસ્ટીશ જે.બી.પારડીવાલા અને નિરલ મહેતાની હાઇકોર્ટ ખંડપીઠ દ્વારા ઠરાવી ઉમેર્યુ હતુ કે આવા સિધ્ધાંત વર્તમાન સમયમાં વાહીયાત, અવાસ્તવીક અને અસ્વીકાર્ય ગણાવ્યું છે.

લગ્ન કરીને કોઇ સ્ત્રી તેના પતિને તેના પર બળજબરીથી સંબંધ બાધવા માટે સહમતી આપતી નથી લગ્નનું ગૌરવ એ શ્રેષ્ઠ સમજણ સુચવે છે કે, દંપત્તી તેના લગ્ન જીવનના ભાગરૂપે સહમતીથી જાતીય સંબંધ બાંધશે તેવી સમજણ નથી પતિ તેની પત્નીને સહમતી વિરૂધ્ધ કૃત્ય કરી ન શકે તેવું ઠરાવી પત્નીના જાતિય સ્વાયતતાના અધિકારને છીનવી લે છે તે વિચાર કોઇ પણ આધાર વિના અને બંધારણીય નૈતિકતાને આધિન છે. પત્નીને તેના પતિને આધિન ગણવામાં આવી છે.

લગ્નનું સમાપનએ પતિને બળાત્કારનો અધિકાર આપવા સમાન છે. પ્રજનન પસંદગી અને જાતિય સ્વાયતતાના મહિલાના અધિકાર પર કોર્ટે કહ્યું કે, આ કુદરતી માનવ અધિકારો છે જે દરેક મનુષ્યમાં રહેલા છે. તેમના સ્વભાવથી અવિભાજય માનવ અધિકારો છે. અવિભાજય હોવાના કારણે આવા અધિકારો ન તો સમર્પણ કરી શકાય ન તો કાયદો સ્વીકારી શકે અથવા તેને સમર્પણ કરવામાં આવ્યાનું કહી અદાલત દ્વારા કેન્દ્ર સરકાર અને રાજય સરકારને નોટિસ પાઠવી તા.19 જાન્યુઆરી સુધીમાં જવાબ રજુ કરવા હુકમ કર્યો છે.

દુષ્કર્મના મામલે પત્ની અને સ્ત્રી વચ્ચે ભેદભાવ કેમ?

બળાત્કારના મામલે પત્ની અને સ્ત્રી વચ્ચે ભેદભાવ કેમ રાખવામાં વી રહ્યો છે તેવા સવાલ સાથે વડોદરા એમ.એસ.યુનિર્વસિટીના પાર્ટ ટાઇમ પ્રોફેસર જયદીપ વર્માએ હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરી પત્નીની ઇચ્છા વિરૂધ્ધના જાતિય સંબંધને દુષ્કર્મના કેસમાંથી મુક્તિ આપવા માગ કરી છે.

સ્ત્રી પર બળાત્કાર ગુજારવામાં આવે ત્યારે તેને ગુનો ગણવો અને પત્નીની અનઇચ્છાએ આચરેલુ કૃત્યને બળાત્કારની વ્યાખ્યામાં ગણવા અયોગ્ય ઠરાવવા માગ કરી છે. બંધારણમાં સ્ત્રી કે પત્નીને તેની ઇચ્છા દર્શાવવાનો અધિકાર અને રક્ષણ મળ્યુ છે. પરંતુ પુરૂષને તેની ઇચ્છા દર્શાવવાનો અધિકાર મળ્યો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.