Abtak Media Google News

સુરત કોર્ટે માનહાની કેસમાં બે વર્ષની ફટકારેલી સજા સામે રોક માટે કરેલી અરજી રાજયની વડી અદાલતે ફગાવી

હાઈકોર્ટના ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકારાશે

ચૂંટણી દરમિયાન મોદી સરનેમ અંગે કોંગ્રેસ આગેવાન રાહુલ ગાંધીએ કરેલી ટીપણી અંગે સુરતમાં થયેલી માનહાની કેસમાં સુરત કોર્ટે તાજેતરમાં રાહુલ ગાંધીને તકસીરવાન ઠેરવી બે વર્ષની સજા ફટકારી હતી. આ સજાના હુકમ સામે હાઇકોર્ટમાં અરજી કરી સજાનો હુકમ અટકાવવા દાદ માગવામાં આવી હતી. રાહુલ ગાંધી દ્વારા થયેલી અરજીને હાઇકોર્ટે ફગાવી સુરત કોર્ટના હુકમને યોગ્ય ઠેરવી સજાનો હુકમ યથાવત રાખતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. હાઈકોર્ટના આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે તેમ રાજકીય વિશ્ર્લેષકો જણાવી રહ્યા છે. આ ચુકાદાની લોકસભાની ચૂંટણી પર અસર થશે. સજાના હુકમથી રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી ન લડી શકે તેના કારણે તે સાંસદસભ્ય બનવાના સપનાં અધુંરા રહી જશે.

મોદી અટક બદનક્ષી કેસમાં સુરતની નીચલી અદાલતે રાહુલ ગાંધીને બે વર્ષની સજા અને પંદર હજાર રૂપિયાના દંડની સજા સંભળાવી હતી. ત્યારબાદ રાહુલ ગાંધી દ્વારા સુરત કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જોકે, હાઇકોર્ટમાં બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ જજે ચુકાદાને ઉનાળું વેકેશન બાદ આપવાનું જણાવ્યું હતું. ત્યારે રાહુલ ગાંધી સામેના બદનક્ષી કેસમાં ગુજરાત હાઇકોર્ટ જજ હેમંત પ્રચ્છક કોર્ટરૂમમાં અરજીને હાઇકોર્ટે ફગાવી સુરત કોર્ટના હુકમને યોગ્ય ઠેરવી સજાનો હુકમ યથાવત રાખતા રાજકીય ખળભળાટ મચી ગયો છે.

રાહુલ ગાંધીની સજા પરનો સ્ટેની માગ કરી હતી. હાઇકોર્ટ નીચલી કોર્ટના હુકમને યોગ્ય ઠેરવ્યું છે. હવે રાહુલ ગાંધી  સુપ્રીમ કોર્ટમાં જશે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને હાઈકોર્ટના એડવોકેટ શક્તિસિંહ ગોહિલ અને નીરવ બક્ષી ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.