Abtak Media Google News

અનપેઈડ ટેકસ પર પહેલા ૧૮ ટકાનું લેવામાં આવતું હતું વ્યાજ

જીએસટી કાઉન્સીલ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં જીએસટી મોડા ભરનાર કરદાતાઓને તેમના વ્યાજમાંથી મુક્તિ મળશે. પહેલાની વાત કરવામાં આવે તો અનપેઈડ ટેકસ પર સૌપ્રથમ ૧૮ ટકાનું વ્યાજ લેવામાં આવતું હતું જે હવે કરદાતાઓએ ભરવું નહીં પડે. આ અંગે ગુજરાત હાઈકોર્ટ બાદ દિલ્હી હાઈકોર્ટે ટેકસ લાયેબીલીટી લેવામાં આવતા વ્યાજ પર સ્ટે મુકયો છે.

જીએસટી કાઉન્સીલ દ્વારા ડિસેમ્બર ૨૦૧૮ના રોજ તેમની પોલીસીમાં પણ આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો કે, ગ્રોસ ટેકસ લાયેબીલીટી પર એક પણ ટકાનું વ્યાજ લગાવવામાં નહીં આવે પરંતુ તેમ છતાં નિર્ણયનો ઘણી ખરી વખત ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારમાંી અને સ્ટેટ જીએસટી ઓફિસમાંથી ગુજરાતના કરદાતાઓ કે જે ટેકસ ભરવામાં મોડા પડયા હોય તો તેઓને વ્યાજ ભરવા માટેની નોટિસો પણ પાઠવવામાં આવતી હતી જે અંગે ગુજરાત હાઈકોર્ટ અને દિલ્હી હાઈકોર્ટ દ્વારા ગ્રોસ ટેકસ લાયેબીલીટી પર કોઈપણ પ્રકારનું વ્યાજ ન લેવા તાકીદ પણ કરવામાં આવી છે જેને જીએસટી કાઉન્સીલ દ્વારા પણ સર્મન મળ્યું હતું.

પહેલા જીએસટી એકટ સેકશન ૫૦માં એ વાતની જોગવાઈ કરવામાં આવી છે કે, જે કરદાતા તેમનું જીએસટી કર ભરવામાં મોડા પડયા હોય તો તેઓને વ્યાજ પેટે ૧૮ ટકા ભરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. દિલ્હી હાઈકોર્ટ દ્વારા જે ઓર્ડર કરવામાં આવ્યો છે તે ખરા ર્અમાં કરદાતાઓની તરફેણમાં આવ્યો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. ત્યારે જીએસટી કાઉન્સીલ દ્વારા ૨૦૧૮માં પણ આ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી કે, ગ્રોસ ટેકસ લાયેબીલીટી એટલે કે, જે કોઈ જીએસટી ભરનાર કરદાતા જીએસટીનો ટેકસ ભરવામાં મોડા પડયા હોય તો તેમના પર જે લગાવવામાં આવતું વ્યાજ નહીં વસુલવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.