Abtak Media Google News

શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોન વિશેષાંક

વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા અગમચેતીનાં પગલા રૂપે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનનાં કારણે ભારતમાં વિશ્ર્વના અન્ય દેશોની સરખામણીમાં કોરોનાથી ઓછી માનવ ખૂવારી થવા પામી છે. પરંતુ વિશાળ વિસ્તારનાં કારણે દેશભરમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન બહાર આવતા રહે છે. જેથી કેન્દ્ર સરકારને લોકડાઉનના સમયગાળામાં ત્રણ વખત વધારો કરવો પડયો છે. વધતા લોકડાઉનના સમયગાળાના કારણે પહેલેથી મંદ પડેલા દેશના અર્થતંત્રને ભારે નુકશાની વેઠવી પડી રહી છે. જેથી કેન્દ્ર સરકારે માંદગીના બિછાને પડેલા અર્થતંત્રને ધબકતુ કરવા શહેરી વિસ્તાર બહારનાં ઔદ્યોગિક એકમોને અમુક શરતોને આધીન ફરીથી પ્રારંભ કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરીના પગલે રાજકોટના ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવનારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનના મોટાભાગના ઔદ્યોગિક એકમો ધમધમવા લાગ્યા છે. પરંતુ, લોકડાઉનના કારણે આ ઉદ્યોગોને અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જેની ‘અબતક’ની ટીમ દ્વારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનનું ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટીંગ કરીને સ્થિતિનો કયાસ મેળવ્યો હતો.

નિકાસકારો માટે પરિવહન એ સૌથી મોટો પડકાર: કાસુમા ઓટો એન્જીનીયરીંગ

Vlcsnap 2020 05 07 17H15M49S73

તમામ પ્રકારના ઉદ્યોગોમાં મહત્વપૂર્ણ પાર્ટ તરીકે બેરિંગ હોય છે તો હાલ બેરિંગ ક્ષેત્રના ઉદ્યોગોની પરિસ્થિતિનો ચિતાર આપતા કાસુમા બેરિંગસ પ્રા. લી. કે જે વિશ્વ ફ્લકે ખૂબ મોટા પ્રમાણમાં નિકાસ સાથે જોડાયેલા છે તેના ડાયરેકટર નૈતિકભાઈ ટીંબડીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બેરિંગ ક્ષેત્રના ઉદ્યોગોમાં લોકડાઉન પૂર્વે ઓઈએમનો ઓર્ડર વધું હતો અને આફ્ટર માર્કેટ એટલે કે ડોમેસ્ટિક ક્ષેત્રમાં સાપેક્ષે માંગ ઓછી હતી પરંતુ હાલ પરિસ્થિતિ બિલકુલ વિપરીત બની છે. કેમકે બેરિંગસનો સૌથી વધુ ઉપયોગ ઓટોમોબાઇલ ક્ષેત્રમાં થતો હોય છે પરંતુ હાલ ઓટોમોબાઇલ ક્ષેત્ર સજ્જડ બંધ હોવાને કારણે કોઈ જાતની માંગ ઉભી થઈ નથી રહી તેની સામે ડોમેસ્ટિક ક્ષેત્રમાં નાની મોટી માંગ રહેવાના કારણે ઉદ્યોગો ચાલી રહ્યા છે. તેમણે પડકારો વિશે જણાવતાં કહ્યું હતું કે જે રીતે મેં અગાઉ જણાવ્યું કે બેરિંગ ઉદ્યોગ મોટાભાગે આંતરરાષ્ટ્રીય નિકાસ સાથે સંકળાયેલા હોય છે પરંતુ હાલ ટ્રાન્સપોર્ટેશન બિલકુલ બંધ હાલતમાં છે જેના પરિણામે સપ્લાય કરી શકાતી નથી. હાલના સમસયમાં મુન્દ્રા પોર્ટ કાર્યરત છે જેના માધ્યમથી નિકાસ કરી શકાય પરંતુ મુંદ્રા પોર્ટ સુધી પહોંચવું કંઈ રીતે તે મોટો સવાલ છે.

Vlcsnap 2020 05 07 17H14M46S195

એ ઉપરાંત શ્રમિકોની પણ ઘટ્ટ છે કેમકે શ્રમિકોને તેમના નિવાસસ્થાનેથી પરિવહનની સમસ્યાને કારણે એકમ સુધી લાવી શકાતા નથી જેથી ઇનહાઉસ અને લોકલ  કર્મચારીની મદદથી એકમ કાર્યરત કરવું પડી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે હાલ ફક્ત ૬૦% જેટલો કર્મચારીવર્ગ ઉપલબ્ધ છે જેના પરિણામે આશરે ૬૦% જેટલું જ પ્રોડક્શન કરી શકાય છે. તેમણે રાહત પેકેજ વિશે જણાવતાં કહ્યું હતું કે હાલના સમયમાં તમામ ઔદ્યોગિક એકમોને નાણાંની તાતી જરૂરિયાત છે ત્યારે વર્કિંગ કેપિટલ અને વ્યાજમાફી સહિતની રાહત આપવામાં આવે તો ઉદ્યોગો ફરીવાર પગભર થઈ શકશે. તેમણે વૈશ્વિક બજાર વિશે જણાવતાં કહ્યું હતું કે સમગ્ર વિશ્વ હવે ચાઈના સાથે છેડો ફાડવાની વિચારણા કરી રહ્યું છે ત્યારે ભારતીય ઉદ્યોગકારો જો ગુણવત્તાયુક્ત પ્રોડકટનું ઉત્પાદન કરી આંતરરાષ્ટ્રીય બજારમાં મુકશે તો ચોક્કસ ખૂબ સારી તકો રહેલી છે પરંતુ ગત નાણાકીય વર્ષ સુધી જે એકપોર્ટ ઇનસેન્ટિવ બેનિફિટ્સ આપવામાં આવી રહ્યા હતા તેને ચાલુ નાણાકીય વર્ષમાં બંધ કરવાની વિચારણા કરાઈ રહી હતી તો તે પ્રકારના પગલાં ન લેવામાં આવે તો ખૂબ ઉજળી તકો રહેલી છે.

પરિવહનના અભાવે રો-મટીરીયલની આયાતથી માંડી ફિનિશ પ્રોડક્ટ્સની નિકાસની પ્રક્રિયા ખોરવાઈ : દિપકભાઇ

Vlcsnap 2020 05 07 17H15M32S154

કાસુમા ઓટો ઇન્ડસ્ટ્રીના પ્રોડક્શન હેડ દીપકભાઈએ જણાવ્યું હતું કે હાલ લોકડાઉન દરમિયાન ઔદ્યોગિક એકમોને છૂટછાટ આપવામાં આવી છે પરંતુ અનેકવાર અનેકવિધ ગાઈડલાઈન પ્રસિદ્ધ કરવામાં આવે છે જેના પરિણામે ઔદ્યોગિક એકમોમાં મૂંઝવણ ઉભી થઈ છે. કર્મચારીઓ પરિવહનની સમસ્યાને કારણે યુનિટ સુધી પહોંચી શકતા નથી જેના પરિણામે સાપેક્ષે પ્રોડક્શનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે તેમજ ફિનિશ પ્રોડક્ટ્સની સપ્લાય પણ અટકી જવા પામી છે. તેમણે કહ્યું હતું કે હાલ અમારી પાસે આશરે એક સપ્તાહ ચાલે તેટલું જ રો મટીરીયલ હાજરમાં છે તો જો પરિવહનની છૂટછાટ નહીં આપવામા આવે તો અંતે અમારે એકમ બંધ કરવાની ફરજ પડી શકે છે. તેમણે કહ્યું હતું કે લોજીસ્ટીક ની કોઈ ચોક્કસ વ્યવસ્થાના અભાવે રો મટીરીયલ તો નથી જ આવી રહ્યું પરંતુ જે ફિનિશ ગૂડ્સ છે તેની સપ્લાય પણ કોઈ જ પ્રકારે કરી શકાતી નથી જેના કારણે એકમ ખાતે ફિનિશ પ્રોડક્ટ્સનો મોટો જથ્થો જમા થઈ ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.